SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલ : હાથી ગુફા કે ગણેશ ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલના ઉત્કીર્ણ લેખ છે. આ ગુફાને બે ખંડ છે. રાણી ગુફામાં જે દશ્યો કોતરેલાં છે તે જ અહીં નાના સ્વરૂપમાં કરેલાં છે; જેવાં કે, પ્રથમ દૃશ્યમાં એક સ્ત્રીનું હરણ, પછી એ સ્ત્રી અને પુરુષ વચ્ચે સંઘર્ષ, ત્યારબાદ પુરુષનું ગુફા તરફ જવુ, છેલ્લે. પુરૂષ ગુફાની આગળ લાંબા થઈને સૂતા ને પેલી સ્ત્રી એની બાજુમાં બેઠેલી છે. છજાના ડાબા છેડે જમણેથી ડાબી બાજુ કોરેલાં દૃશ્યો આ પ્રમાણે છે : કિરાત સિપાઈઓ હાથી પર બેઠેલી સ્ત્રી સાથેની લશ્કરી ટૂકડીની પાછળ દોડે છે. કિરાતવેશી રાજાના હાથમાં અંકુશ છે ને તેની પાછળ પડેલા કિરાત તરફ એ તીર ફેંકે છે. રાજાની સાથેના પરિચારક કોથળીમાંથી જમીન પર પૈસા ફેંકે છે, જેથી પૈસાના લેાભે કિરાતા રાજાના પીછો છોડે. બીજા દશ્યમાં આ આખી ટુકડી આગળ વધે છે. ધનુષ્ય સાથે રાજા લાદિ સાથે સ્ત્રી અને હાથમાં દ્રવ્યની કોથળી સાથે પરિચારક છે. છેવટના દશ્યમાં સ્રી જમીન પર બેસીને પોતાના ભાગ્ય માટે અસાસ કરે છે. રાજા એને દિલાસા આપે છે ને પરિચારક નિરાશ વદને ઊભા છે. તેના એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં દ્રવ્યકોથળી છે. r સ્વગ પુરી ગુફાની બે ઓરડીએ વચ્ચે રાણીના લેખ છે. એના પ્રવેશમુખ આગળના સ્ત ંભા ઈરાની શૈલીના છે. તેમાં ચાર તારણા છે. તેમાંના એકમાં મકરાકૃતિ છે. રાણી ગુફા-બે મજલાની બધી ગુફાઓ કરતાં શિલ્પકાલમાં આ ગુફા સૌથી શ્રષ્ઠ અલંકૃત છે. કમનસીબે અહીં કારેલાં શિલ્પા ખૂબ ઘસાઈ ગયાં છે, જે કંઈ બાકી રહ્યું છે તે પરથી જોઈ શકાય છે કે શિલ્પના વિષય અને શૈલીમાં સંવાદીપણુ ́ રહેલુ છે. એની આલંકારિક શિલ્પપટ્ટિકાઓમાં સુંદર મૂર્તિ વિધાન છે. આ શિલ્પમાળા ક્યા વિષયને પ્રસ્ફુટ કરે છે તે હજુ સમજી શકાયું નથી. છતાં એમાંનાં કેટલાંક દશ્યો ભારતીય સાહિત્ય અને લેાકવાર્તાઓનું નાટયાત્મક કથન રજૂ કરતાં લાગે છે. આમાં કેટલાંકમાં ઉદયન વાસવદત્તાની કથા તથા દુષ્યન્ત શકુન્તલાની કથાના પ્રસંગો આલેખિત થયા છે. વૃક્ષની ડાળના આકારમાં કોતરેલા એના સ્તંભાની શિરાવટીઓ નોંધપાત્ર છે. ઉપલા મજલાની દીવાલને મથાળે આવેલી પટ્ટિકાઓમાં લેાકજીવનને પ્રકટાવતાં દૃશ્યો તેમજ તેમની પરાક્રમગાથાને આલેખિત કરતાં મનેાહર દશ્યાને લીધે આ ગુફા મુખ્યત્વે ખુલ્લી નાટયશાળા (open air theatre) હાવાનું કેટલાક વિદ્વાના માને છે. ગુફામાં કોતરેલાં દૃશ્યો પ્રસંગાપાત અહીં ભજવી બતાવાતાં હશે એવું અનુમાન છે. ગુફાના દ્વારપાલ તરીકે હાથમાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy