SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : સૌય કાલીન શિલ્પો મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પૂર્વે લગભગ ૨૫૦ વર્ષ પર ઈરાનમાં આર્કે મિયન રાજવંશની સત્તા હતી. એમના રાજકાલ દરમ્યાન ઈરાનમાં કલાને ભારે વિકાસ, થયા હતા. પ્રાચીન ઈરાની કલાકારોએ પાષાણના ભવ્ય રાજપ્રસાદનું નિર્માણ કર્યું હતું. સૂસા, પર્સિ પેાલિસ, એકલતના વગેરે સ્થળાનાં સુંદર રાજભવનાની પ્રશંસા યુનાની (ગ્રીક) વિજેતાઓએ મુકત કંઠે કરી છે. ત્યાંનાં પુરાતત્ત્વીય ખાદકામાએ એને પુષ્ટિ આપી છે. પ્રાગ્—મૌર્ય કાલમાં ભારતના વાયવ્ય સરહદના પ્રદેશમાં ઈરાની શાસન હતું. તેની અસરના કારણે ઈરાની રાજભવનાના સ્ત ંભાની રચનામાં અને અશાકના શિલાસ્ત ભાના કંડારકામ તથા પકામમાં ઘણું મળતાપણું છે. તેથી તે ઈરાની પ્રેરણાની અભિવ્યકિતનું પરિણામ હોય તેમ કેટલાક માને છે. સ્ત ંભો પરનાં પશુશી તથા તેની નીચેની પાટલીની પડધીમાં કોતરવામાં આવેલ તાડવૃક્ષનાં પાન, મણકા, ગ્રીક છેાડ. acanthusનાં અણીદાર પાંદડાં વગેરે પણ વિદેશી(યવન) અસરનાં સૂચક ગણાય છે. ભારત અને પશ્ચિમ એશિયાના દેશને એ કાલને ગાઢ સંબંધ જોતાં એ દેશની કલા અને સંસ્કૃતિની ભારતીય કલા પરની અસર નકારી શકાય તેમ નથી. સ્તંભોની બાબતમાં જોઈએ તે, એના ઘાટ ઈરાનીએ પાસેથી સીધા લેવામાં આવેલા છે, કે અનુકરણ રૂપે છે તેમ માનવું મુશ્કેલ છે. બ ંનેની શૈલીમાં સ્પષ્ટ ફરક છે, જે બંનેના આકાર અને રચના વચ્ચેના ફરકથી સ્પષ્ટ થાય છે. વળી મૌ સ્તંભો એક સળંગ પથ્થરમાંથી બનાવેલા છે, જ્યારે ઈરાની સ્તંભેા પથ્થરમાંથી જુદા જુદા ભાગ ઘડીને પછી એક બીજા સાથે જોડીને બનાવેલા છે. મૌય સ્તંભોની કારીગરી લાકડામાંથી કોરવાની પદ્ધતિની છે, જયારે ઈરાની સ્તંભો ચણતરની પદ્ધતિએ બનાવેલા છે. બંનેના ટોચના આકાર અને રચનામાં પણ ફેર છે. કારણ કે ઈરાની સ્તંભોમાં જે ભાગ થાંભલાની નીચે બેઠકની જેમ રચવામાં આવ્યા છે, તે જ ભાગ. ભારતીય સ્તંભોમાં ટોચે છે, માઁ શિલાસ્ત ંભો પર અધામુખી ઘંટાકૃતિ નથી પણ હેવલ, કુમારસ્વામી, વાસુદેવશરણ અગ્રવાલ નિદે શે છે તેમ, અામુખી કમલપાંખડીઓનુ` રૂપસંયોજન છે. મૌ શિલાસ્તંભો પર એપ છે પણ નકશીને સાવ અભાવ છે. એટલે કે તે સાદા છે. વિદેશી સ્તંભો પર ઉર્ફેરિત રેખાઓ કોતરેલી છે, જે અશાકના સ્ત ંભો પર કયાંય નથી. એની સાથેનું ભારતીય શૈલીનું-શિલ્પનું સામ્ય માત્ર અલંકૃત રૂપાંકનામાં તેમજ ફૂલવેલભાત, છોડની આકૃતિ વગેરેમાં ણાય છે, પરંતુ ઈરાની અને મૌર્ય સ્ત ંભોનાં રૂપાંકન, આકાર અને વિભાવનામાં ઘણા ફરક હોવાથી ભારતીય શિલ્પમાં ઈરાની અસર છે એમ કહી શકાય નહિ. સ્ત ંભશી ઉપર ઊપસાવીને બનાવેલી પશુની આકૃતિઓની બનાવટ, તેની રજૂઆત, તેમાં વ્યકત થતું સ્વાભાવિકપણું અને છેવટના આપ કલાવિવેચકોને એ હેલે–
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy