SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા શક-કુષાણ કાલ દરમ્યાન અંશમૂર્ત અને પૂર્ણ બંને પ્રકારનાં શિલ્પા થવા લાગ્યાં. મથુરાનાં રાતા રવાદાર પથ્થરનાં, ગંધારના સ્કેટિયા પથ્થરના અને વેંગીનાં સફેદ ચૂનાના પથ્થરનાં બનેલાં શિલ્પા એક બીજાથી તરત જુદાં પડી જાય છે. ગંધાર અને વેગીનાં શિલ્પા બૌદ્ધ ધર્મનાં વાહક છે, જ્યારે મથુરામાં બૌદ્ધ ઉપરાંત જૈન અને બ્રાહ્મણ ધર્મનાં શિલ્પા મોટા પાયા પર બન્યાં છે. . બુદ્ધની મૂર્તિ એ કુષાણકલાની મેટી ભેટ છે. બુદ્ધને માનુષદેવતા માની તેમના પૂર્વ જન્માને બોધિસત્ત્વ તરીકે લેતાં મૂર્તિપૂજાના બૌદ્ધ ધર્મમાં પ્રસાર થયો. પ્રાચીન યક્ષ મૂર્તિઓના આધારે મથુરામાં બનેલી બોધિસત્ત્વ અને બુદ્ધ-મૂર્તિઓ એના પ્રાચીનતમ નમૂના જણાય છે. ગંધારમાં પણ ગ્રીકલાના પ્રભાવવાળી ગંધારશૈલીએ બાધિસત્ત્વા અને બુદ્ધની મૂર્તિએ બની. એમ લાગે છે કે શકકુષાણ કાલમાં બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ-ત્રણેય ધર્મમાં મૂર્તિપૂજાના વ્યાપક પ્રસાર થતાં ધર્માચાર્યોની પ્રેરણા અનુસાર કલાસિદ્ધો પ્રચલિત લોકકલાના આધારે ધર્માનુકુલ દેવમૂર્તિએ કંડારતા ગયા. બીજી બાજુ ધાર્મિક વાસ્તુમાં તેઓ પ્રચલિત પ્રતીકો ઉપરાંત લોક જીવનનાં આનંદ અને ઉલ્લાસનાં અભિનવ દૃશ્યો પ્રયાજતા ગયા. આમ તત્કાલીન કલામાં ધાર્મિક અને સાંસારિક જીવનનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. મથુરાની કુષાણકલા ભારતીય કલાના ઈતિહાસનું અગત્યનું સેાપાન છે. ઉત્તરકાલમાં જે પ્રતીકો અને મૂર્તિવિધાન માટે આવશ્યક તત્ત્વો ગણાયાં તે લગભગ બધાં આ કલામાં વ્યકત થયાં છે. એની કલાકૃતિઓમાં કદાવર તથા ભરાવદાર કાયામાં સરળ પાર્થિવ ભવ્યતાની અભિવ્યકિત થાય છે. ગંધારની અલંકૃત શૈલીમાં દેહસૌષ્ઠવને સપ્રમાણ બનાવવા તરફ વિશેષ લક્ષ અપાયુ છે. એના અંગવસ્ત્રાદિની અભિ વ્યકિતમાં ગ્રીક કલાની અનેાખી અસર વરતાય છે. વે`ગીની શિલ્પકલા ભવ્ય અને ઉત્કૃષ્ટ છે. એમાં પાર્થિવ સરળતા અને ગંભીરતાંના દર્શન થાય છે. મથુરા અને વેંગીની કલામાં રોમન સામ્રાજ્ય સાથેના સંપર્કની (આંશિકપણે આર્થિક અને સાંસ્કૃતિક) અસર વરતાય છે. અહીં સાંચી, ભરદ્ભુત, બાધગયા, ઓરિસ્સાનાં ઉદયગિરિ તથા ખંડિંગરિ, ગંધાર, મથુરા, ગુજરાત, દખ્ખણ અને આન્ધ્રનાં પ્રસ્તુત કાલનાં શિલ્પાની વિગતવાર ચર્ચા અભિપ્રેત છે. ૨) સાચીની વેદિકા અને તારણા પરની શિપસમૃદ્ધિ મધ્ય ભારતમાં ભરપાલ પાસે આવેલ સાંચીના મૂળ સ્તૂપ મૌર્યકાલીન હતા. - એ ઈંટેરી સ્તૂપના વ્યાસ હાલના સ્તૂપ કરતાં લગભગ અડધા હતે. આ મૂળ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy