SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા આલેખાયા છે. અંશમૂર્ત શિલ્પમાં કોતરણી ચારે બાજુ થતી ન હોવાથી તથા તેમાં શિલ્પોનું સંયોજન સપાટ ફલક પર થતું હોવાથી ભારતીય શિલ્પકારોએ શિલ્પમાં, જેને “ચોથું પ્રમાણ” (forth dimension) કહે છે, તેને એટલે કે શિલ્પાંકિત પ્રસંગોના કાલ(સમય)ના આલેખન સાથે તેમના વ્યકિતત્વના તાદશ યથાર્થદર્શનનો પ્રશ્ન પણ હલ કરવાનો રહેતો. આ પ્રશ્નનો ઉકેલ આ કાલના શિલ્પકારોએ પોતાની આગવી સૂઝ દ્વારા હલ કરી બતાવ્યો છે. એક જ અંશમૂન શિલ્પમાં સૂચિત પ્રસંગોની પરંપરાના નિરૂપણમાં એમણે પ્રસંગો સાથે સંકળાયેલ પ્રધાન કે કેન્દ્રવતી વ્યકિતનું આલેખન વારંવાર કરી પ્રસંગ–પરંપરાનું સાતત્ય નિરૂપ્યું અને એ દ્વારા યથાર્થ દર્શનનો પ્રશ્ન ઉકેલો. બીજું, જુદા જુદા સમયે, પણ એક જ સ્થળે બનેલા પ્રસંગોનું નિરૂપણ, રામયના વૈવિધ્યને તિલાંજલિ આપી, એક જ સ્થળે બનતા હોવાનું દર્શાવ્યું. એટલે કે શિલ્પના આલેખનમાં સમયના મહત્ત્વ કરતાં સ્થળનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું. અંગ્રેજીમાં “unilocal' કે topographical method તરીકે ઓળખાતી આ રીતિ શુંગકાલીન શિલ્પકારોની આગવી સિદ્ધિ છે. તાદૃશ દર્શન સિવાય ભારતીય શિલ્પકારોએ ત્રીજા પ્રમાણનો પ્રશ્ન પણ તેમની, આગવી રીતે સિદ્ધ કર્યો. પ્રસંગોના નિરૂપણમાં વિશિષ્ટ અને આગળ પડતી વ્યકિતને મધ્યમાં રાખી બીજી વ્યકિતઓ કરતાં એને મેટા કદમાં નિરૂપવામાં આવી. આ વખતે પાછળ રહેનાર વ્યકિતઓને વિશિષ્ટ વ્યકિતની પાછળના ભાગમાં નાના કદમાં અલ્પ મૂર્ત કરવામાં આવતી. પ્રમુખ વ્યક્તિઓનાં તક્ષણ નીચેની બાજુએ આગળ પડતાં કંડારવામાં આવતાં, જ્યારે ગૌણ વ્યકિતઓને નાના કદમાં ઉપલી બાજુએ કોતરવામાં આવતી. આમ વ્યકિતઓને આગળ પાછળ તથા નાનામોટા કદમાં મૂકી ભારતીય શિલ્પકાર ત્રિપરિમાણના પ્રશ્નો હલ કરતા. શક-કુષાણકાલમાં મથુરા, તક્ષશિલા અને અમરાવતી તથા નાગાર્જનીકાંડાનો નૂતન કલાકેન્દ્રો તરીકે વિકાસ થયો. મથુરામાં મથુરાશૈલી, તક્ષશિલા અને ત્યાંથી સ્વાત નદીની ખીણ સુધીના પ્રદેશમાં ગંધાર શૈલી અને અમરાવતી તથા નાગાજુનીકડાનો વિસ્તાર આવરી લેતા પ્રદેશમાં વૃંગી (આન્ધ) શૈલી વિકસી. આ કાલમાં ગુજરાતમાં પણ ગંધાર અને મથુરાની કલા શૈલીઓના પ્રભાવવાળી વિશિષ્ટ કલા શૈલી શામળાજીમાં ખીલી હોવાનું જણાય છે. આ શક-કયા કલામાં ઈરાની, ગ્રીક અને ભારતીય પ્રવાહોનો સંગમ થયેલો! જોવા મળે છે. આમાં ભારતીય પ્રવાહ પહેલેથી પહોળો, ઊંડો અને વેગવાન હતો. ધીમે ધીમે એણે અન્ય પ્રવાહોને પોતાનામાં સમાવી દીધા. આમ આ કાલના અંતમાં એક સાર્વત્રિક પ્રસારક્ષમ ભારતીય શિલ્પશૈલીનું નિર્માણ થયું.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy