SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અનુમૌર્યકાલીન શિલ્પકલા (ઈ. સ. પૂર્વે ૧૮૭ થી ઈ. સ. ૩૫૦) આ લાંબો કાલપટ ભારતીય ઇતિહાસની અનેક રાજકીય ઉથલપાથલો, અનેક દેશી-વિદેશી રાજ્યોની સ્થાપના અને ઉચ્છેદ તથા અંતે મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપનાને આવરી લેતો સંક્રાંતિકાલ છે. આ રાજકીય પ્રક્રિયાઓનો પ્રભાવ ધર્મ અને કલાના પ્રસાર માટે પ્રોત્સાહક રહ્યો છે. લગભગ દરેક નાના મોટા રાજ્ય કલાપ્રવૃત્તિને પ્રોત્સાહન આપતાં સ્થાપત્ય અને શિલ્પકલાના વિકાસમાં ભારે વેગ આવ્યો. મૌર્યકાલમાં મુખ્યત્વે આમજનસમાજને આંજી નાખતી રાજકલાનો વિકાસ થયો હતો. તેને સ્થાને હવે જીવનસ્પશી જનસમુદાયની શિલ્પકલા ખીલી. સમગ્ર ઉત્તર ભારત, મધ્ય ભારત અને દખણ સુધી આ કલા પ્રસરી હતી. વિશસની દૃષ્ટિએ આ કલાના બે તબક્કા જોવા મળે છે : ૧) શુંગકાલીન કલા (આ કલા ઈ. સ. પૂર્વે ૨જી થી ઈ. સ.ની ૧લી સદી દરમ્યાન પાંગરી હતી) અને ૨) શક– કુષાણકાલની કલા (ઈ. સ. ૨ જીથી ૪ સદી સુધીનો પૂર્વાર્ધ). જુદાં જુદાં સ્થાનોમાં વિકસેલી કલાનો પરિચય મેળવતાં પહેલાં આ બંને તબક્કાની કલાનાં વિશિષ્ટ લક્ષણો જાણી લેવા આવશ્યક છે. ૧) સામાન્ય લક્ષણ મૌર્ય સામ્રાજ્યનું પતન થતાં મગધમાં પુષ્યમિત્ર શુગ, દક્ષિણભારતમાં સીમુક સાતવાહન અને કલિંગમાં ખારવેલ સત્તા પર આવ્યા. આ ત્રણે રાજ્યોમાં જે કલા વિકાસ પામી તે શુંગકાલીન કલા ગણાય છે. શુંગકાલ પહેલાંનાં ભારતીય શિલ્પોની અભિવ્યકિત ભારે ને મોટા કદનાં શિલ્પો દ્વારા થઈ છે, પરંતુ શુંગ સમયમાં શિલ્પોમાં રેખાનું સામંજસ્ય વધ્યું. પરિણામે શિલ્પમાં ભારે કદ અને એકસરખા ઘાટમાં રેખાઓનું આયોજન થતાં એક પ્રકારની નાજુક સપ્રમાણતા અને વૈવિધ્ય આવ્યાં. વાસ્તવમાં ભારતીય પ્રશિષ્ટ શિલ્પકલાને સમય અહીંથી જ શરૂ થાય છે. આ પ્રશિષ્ટ કલાનો પ્રભાવ ભારતના સમગ્ર પ્રદેશ પર પ્રસર્યો હતો. પરંતુ ભારહુત સાંચી, બોધગયા, મથુરા અને કલિંગ(ઓરિસ્સા)માં તેને વિશેષ પ્રચાર થયેલ જોવામાં આવે છે. શુંગકાલનાં શિલ્પ બહુધા અંશમૂર્ત સ્વરૂપનાં છે. આ પ્રકારનાં શિલ્પામાં કોઈ એક સમ્માનનીય વિશિષ્ટ વ્યકિત કે દેવતાને કેન્દ્રમાં રાખી તેમના જીવન–પ્રસંગે
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy