SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ: અનુમોર્યકાલીન શિલ્પકલા સૂપ પર પથ્થરનું આચ્છાદન (encasing) શુંગાલમાં કરવામાં આવ્યું તથા તેને વિસ્તાર પણ બમણો કરવામાં આવ્યો. એના સૌથી ઉપરના અર્ધઅંડાકાર મથાળાને છેદીને સપાટ બનાવી તે પર તેની હર્મિકા ઊભી કરવામાં આવી ને એની વચ્ચે ત્રિદલ છત્ર ઊભું કરવામાં આવ્યું. સૂપને ફરતો (અસલ લાકડામાં થતો હતો તેવા જ ઘાટનો) કઠેડો પથ્થરમાંથી બનાવેલો જોવા મળે છે. એમાં ઊભી અને આડી પથ્થરની જાડી છાટો એકબીજી સાથે જોડી દીધી છે. આ છાટો જ્યાં એકબીજાને કાટખૂણે છેદે છે ત્યાં કમળ, વેલ, વગેરેની ભાતો કોતરેલી છે ને કઠેડાની ખંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્થાપત્યની પરિભાષામાં આ કઠેડાને “વેદિકા” કહે છે. અહીંનાં તોરણે બે ઊભા ચોરસ થાંભલા અને તે પર કમાનને બદલે જરાક બાહ્યગાળ ઘાટની સમાંતર ત્રણ પીઢો ગોઠવીને બનાવેલાં છે. તોરણોના બંને થાંભલા અને આડી પીઢો ચારે બાજુએથી શિલ્પથી વિભૂષિત છે. સ્તપનું મુખ્ય તારણદ્વાર દક્ષિણ દિશામાં છે ત્યાં અશકે એક સ્તંભ ઊભે કર્યો હતો, જે હાલમાં ત્યાં જમીન પર પડ્યો છે.) દક્ષિણનું તોરણ દ્વારા સૌથી પ્રથમ બંધાયું હતું. આના ઉપર આધૂના રાજા શ્રી સાતકણી (ઈ. સ. પૂ. ૧ લી સદીને ઉત્તરાર્ધ)ના કારીગરોના ઉપરી આમદ (આનંદ ની ભેટનો લેખ છે. પ્રથમ દક્ષિણનું પછી ઉત્તરનું પછી પૂર્વનું અને છેલે પશ્ચિમનું તોરણ દ્વાર બન્યું. એમની વચ્ચે ભાગ્યે જ ચાળીસેક વર્ષને ગાળો પડે છે. ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ આ બધાં તોરણદ્વારા એક સરખાં લાગે છે. સ્તંભોને ચોગરદમ શિલ્પકૃતિઓથી ભરી દીધેલા છે. એની ટોચ ઉપરના ભાગોમાં બૃહત કા ઠીંગણા યક્ષો, હાથીઓ અને કમલની આકૃતિઓ કોતરેલી છે. નીચેનો ભાગ યક્ષિણીઓ, ઘોડેસવારો, અને મહાવત સહિત હાથીઓથી અલંકૃત છે. ઉત્તર તરફનું તેરણાર સૌથી સારી સ્થિતિમાં છે. થાંભલાની ઉપર હાથીએ અને હાથીઓની બંને બાજુએ કમાન પર આમ્રવૃક્ષને અઢેલીને ઊભેલી વિલાસયુકત યક્ષિણીઓનાં મનહર લાવણ્યસ્વરૂપો પ્રગટ કરતાં શિલ્પો છે. આમાં દેવદ્યારે હાથી ઝૂલી રહ્યા છે અને યક્ષિણીઓ દ્વારપાલિકાઓ છે તેવી ચારૂં કલ્પના છે. આ આકૃતિઓ નિર્વસ્ત્ર લાગે છે પરંતુ તેઓને કંકણ, હાર, કટિમેખલા ઝાંઝર વગેરે આભૂષણો અને કમર અને ઢીંચણ સુધીના ભાગમાં બારીક પારદર્શક વસ્ત્ર પહેરાવેલું છે. તોરણની બીજી કમાનના બે છેડે વાઘ અને ત્રીજી એટલે કે નીચેથી ગણતાં સૌથી ઉપરની કમાનના છેડે પાંખોવાળા સિંહોનાં શિલ્પ છે. તોરણની સૌથી ઉપરની પીઢ યા કમાન ઉપર બે વજ, બે યક્ષો અને એક ચકનાં શિલ્પ હતાં. એમાંથી અડધું ચક્ર અને એક યક્ષ ભાંગી ગયાં છે. ચક્ર એ.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy