SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા બૌદ્ધ ધર્મની સંજ્ઞા છે. અને વજના ત્રણ પાંખા યા ફળામાં બૌદ્ધ ધર્મને અભિપ્રેત ત્રિરત્ન-બુદ્ધ, ધર્મ અને સંઘ-નું પ્રતીક આલેખાયું છે. કમાનોની વચ્ચેના ગાળામાં ઘોડેસવારો, સિંહો, હાથીઓ વગેરે ઊભેલાં છે. થાંભલાની ચારે બાજુએ તેમજ પીઢોની બંને બાજુએ બૌદ્ધ જાતકકથાઓના અનેક પ્રસંગોનાં આલેખન છે. બુદ્ધના જીવનના મુખ્ય બનાવો અને અગત્યનાં વૃત્તાંત પણ છે. આ સિવાય - બુદ્ધના આ કે પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, સ્તૂપો, ખરાં કે કાલ્પનિક પશુપંખીઓ, ગંધર્વો અને અન્ય શુભસૂચક વિવિધ પ્રકારનાં પુષ્પો અને વેલાઓ વડે તે સુશોભિત બનાવેલાં છે. સાંચીની તમામ શિલ્પકલામાં એક વસ્તુ ખાસ ધ્યાન ખેંચે તેવી છે અને - તે એ છે કે કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી. શુંગકાલીન શિલ્પમાં બોધિસત્ત્વ - તરીકે બુદ્ધને જ્યાં દર્શાવવાના હોય છે, ત્યાં તેમને મનુષ્ય દેહે કોતરવામાં આવેલ છે, પરંતુ બુદ્ધ તરીકે તેમનું નિરૂપણ મનુષ્ય દેહે પણ વિવિધ સંકેતો (symbols)–બોધિવૃક્ષ, વજસન, છત્ર, પગલાં, ચક્ર, સૂપ વગેરે દ્વારા થયું છે. ઈસુની ૩ જી સદી સુધી આ નિયમ બરાબર પળાયો છે. સાંચીનો સ્તૂપની વેદિકા અને તોરણ પરનાં અલંકરણ-શિલ્પો મુખ્યત્વે ચાર - પ્રકારનાં જણાય છે. : ૧) બુદ્ધના જીવનની ઘટનાઓ તથા જાતકકથાઓ ૨) યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ ૩) પશુ-પક્ષીની આકૃતિઓ અને ૪) કુલવેલની ભાત. બુદ્ધના જીવનની ઘટનાઓમાં મુખ્યત્વે ચાર ઘટનાઓ અહીં આકાર પામી છે. - ૧) બુદ્ધજન્મ, ૨) જ્ઞાનપ્રાપ્તિ, અથવા સોધિ, ૩) ધર્મચક્રપ્રવર્તન અને ૪) - પરિનિર્વાણ. બુદ્ધના જન્મનું અંકન કમલ અથવા પૂર્ણ ઘટમાં નીપજતાં પધસ્વરૂપમાં આલેખાયું છે. કેટલાંક દશ્યમાં માયાદેવી પૂર્ણવિકસિત કમલ પર નિરૂપાયાં છે. કયાંક તે પ્રસવની તૈયારીમાં હોય તેમ આસન પર સૂતેલ અવસ્થામાં છે. એક જગ્યાએ શ્રીલક્ષ્મી નાગો દ્વારા અભિષેક પામતી આલેખાઈ છે. સમ્બોધિનું આલેખન કેવળ પીપળ વૃક્ષ કે તેની સામે મૂકેલા આસન દ્વારા વ્યકત થાય છે. - સમ્બોધિનાં કેટલાંક દૃશ્યોમાં ઉપાસકો આસન કે પીપલવૃક્ષને ઉપહાર દેતા બતા વ્યા છે. ધર્મચક્રપ્રવર્તનનો પ્રસંગ વારાણસીના મૃગદાવ વનમાં બન્યો હતો. આ પ્રસંગનું નિરૂપણ ચક્રને આસન પર દર્શાવીને કે સ્તંભ પર મૂકીને કર્યું છે. - મગદાવ બતાવવા માટે સંકેતરૂપે બે હરણ મૂકેલાં છે. પરિનિર્વાણને સંકેત તૂપ કે પગલાંનાં આલેખન દ્વારા થયો છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy