SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ભારતીય પ્રાચીન શિપકલા (ઓતરંગ), દ્વારશાખા, પાર્શ્વતંભ, સૂચિ, સંધિ, અગ્નલા(આગળો) વગરેનો ઉલ્લેખ કરેલો છે. દ્વારના ચણિયારાને ઉત્તરપાસગ તરીકે ઓળખાવ્યો છે. દ્વારના ચોકઠા પર લલિ- ભાવને પ્રકટ કરતી શાલભંજિકા (શાલભંજિય)ની મૂર્તિઓ તથા વિવિધ પ્રકારનાં વ્યાલ-શિલ્પ હતાં. જૈન સાહિત્યમાં નાટયશાળા કે પ્રેક્ષબૃહ, શીતગૃહ, અને શયનકક્ષોનાં વર્ણનમાં પણ આવાં શિલ્પોના ઉલ્લેખ મળે છે. આમ જનપદકાલમાં પ્રાસાદ અને નગરવાસ્તુને પૂરો વિકાસ થયો હતો, પરંતુ એ બહુધા કાષ્ઠ-નિર્મિત હોવાના કારણે અવશેષરૂપે ઉપલબ્ધ બન્યા નથી. જૈનસાહિત્યવર્ણિત અનેક પ્રકારની મૂર્તિઓ અને અલંકરણે ત્યાર પછીના ભરહુત અને સાંચી વગેરે સ્તૂપોની વેદિકાઓ પર અંકિત થયેલાં હોવાથી આ કાલમાં પણ તેમના અસ્તિત્વ વિશે સહજ અનુમાન થઈ શકે છે. ૩) શિશુનાગકાલ અને નંદકાલની શિલ્પકલા (ઈ. સ. પૂર્વે ૪Cથી ઈ. સ. પૂર્વે ૩૨૫) આ કાલમાં માતૃદેવીની પૂજાના પ્રતીકરૂપે પ્રયોજાતું શ્રી–(શ્રીયંત્ર) નોંધપાત્ર છે, તક્ષશિલાથી માંડીને પાટલિપુત્ર સુધીના પ્રદેશમાંથી આવાં શ્રીચક્ર મળી આવ્યાં છે. આ શ્રીચક્ર ભૂખરા કે સફેદ રંગના પાષાણમાંથી ઘડેલી વૃત્તાકાર તથા ચપટા ઘાટની તકતીઓ રૂપે મળે છે. એની વચ્ચે ઘણું કરીને પહોળું કાણું હોય છે. એ કાણા અને કિનારીની વચ્ચે માતૃદેવીની મૂર્તિઓ કોતરેલી હોય છે. અને તેની ચોતરફ ફલપત્તીઓ, વૃક્ષની ડાળીઓ કે પ્રાણીઓનાં રેખાંકનો ઉપસાવેલાં હોય છે. મથુરામાં પ્રાપ્ત થયેલી આવી તકતીઓ પૈકીની કેટલીક કલકત્તાના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એમાંની એકમાં સમપાદાવસ્થામાં ઊભેલ દ્વિભુજ માતૃદેવીની બંને બાજુએ તાલવૃક્ષ, પ્રાણી, વ્યાલ, પક્ષી વગેરેનાં રેખાંકનો છે (આકૃતિ ૯). બીજી એક તકતીના મધ્યમાં અંકિત કરેલા અષ્ટદલ કમલની ચારે દિશાએ લતા અને પુષ્પોના પ્રસ્તાર છે. એના અંતિમ પ્રાંતભાગમાં દરેક દિશાએ એક એક એમ આઠ સ્ત્રી મૂર્તિઓ છે, જે અષ્ટમાતૃકાના સંકેત કરતી લાગે છે. એમના હાથ વિવિધ મુદ્રામાં છે. દેવીઓની વચ્ચે મુચકુંદ પુષ્પ અંકિત કરેલું છે. ત્રીજી તકતીની મધ્યમાં કાણાની ચોપાસના વર્તુળમાં પ્રકુલ્લિત પદ્મકોષ છે. પ્રથમની તકતીની જેમ બહારના વર્તુળમાં ચાર પશુઓ-સિંહ, હરણ, વૃષભ, સાબર ચાર દિશામાં અંકિત કરેલાં છે. પશુઓની વચ્ચે વચ્ચે એક સ્ત્રી-મૂર્તિ છે. એમાંની
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy