SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા તે પૈકી ૮૨ના અવશેષ મળ્યા છે. એ પ્રાસાદ લાકડાના હતા. એમાં સેાપાન, સૂચિઓ, ઉષ્ણીષ, કૂટાગાર (કાઠા), સોનાચાંદીના શયનકક્ષ, હાથી દાંત અને સ્ફટિકનુ જડતરકામ, પ્રાસાદની ચારે બાજુ બેવડી વેદિકા, કિંકણી જાલ, કમલ અને ફૂલાની કોતરણીવાળી પુષ્કરિણી વગેરેનો રચના હતી. ૩૦ મહાઉમગ્ન જાતકમાં ગંગાના કિનારા પર નિર્માણ કરેલ નગર તેની 1પાસના પ્રાકાર, પુરદ્વાર તથા નગરના રાજપ્રાસાદની રચનાના ઉલ્લેખ છે. પ્રાસાદમાં એકસા ખંડ હતા. એમાંના દરેક ખંડના પલંગ પાસે માટીમાં ઢાળેલી એક એક સ્વરૂપવાન સ્ત્રી-મૂર્તિ કે પૂતળીઓ રાખેલી હતી. પૂતળીના હાથમાં ધૂપ-દીપાદિનું પાત્ર રખાતું હોવાનું એમાં જણાવ્યું છે. પાલિ સાહિત્યમાં પ્રાસાદ, નગર અને પુરદ્વારાનાં સુંદર વન છે. પ્રાસાદ માટે ત્યાં પાસાદ, નિવાસ, રાજભવન, રાજગેહ, રાજાનિવેશન, વાસઘર, અત્તેપુર, વિમાન વગેરે શબ્દો પ્રયોજાયા છે. આ પ્રાસાદા અનેક ભૂમિક રચાતા. એના અંગવિભાગે માં બદ્દાર, કોષ્ટક કે અલિંદ, આસ્થાનમંડપ (સભામ`ડપ), સ્તંભ, તુલા (ભારતુલા), સ ંઘાટ (મિાઘાટનાં શિલ્પા), ભિત્તિપાદ (ભીટ), કૂટ (સ્કૂપિકાયુકત છત), મહાતલ (ground floor), ઉપરિતલ (first floor), આકાશતલ (સૌથી ઉપરના મલા), હેટ્ટિમતલ (સૌથી નીચેના મજલેા), સિંહ પિ ંજર (જાળી) વગેરેના સમાવેશ થતા. જૈનોનું અ માગધીમાં રચાયેલ આગમ સાહિત્ય બૌદ્ધોના પાલિ સાહિત્યનું સમકાલીન છે. તેથી તેમાં વર્ણિત શિલ્પસ્થાપત્યની સામગ્રી પૂરક નીવડી શકે તેમ છે. આગમામાં લાકડાની બાંધકામ પદ્ધતિને “કઠકમ્મ’” (કાષ્ઠક) નામે ઓળખાવી છે. એમાં મહત્ત્વના એક ઉલ્લેખ એક મનુષ્યની કાષ્ઠપ્રતિમાને લગતા છે. એ પ્રતિમાનું એને પુત્ર પૂજન કરતા હોય છે. એ જ રીતે માટીમાંથી ઢાળેલી તથા હાથીદાંતની બનેલી મૂર્તિ વિષે પણ તેમાં ઉલ્લેખ છે. રાયપસેનીયસુ (રાજપ્રીયસૂત્ર) માં સૂર્યાભદેવના પ્રાસાદનું વિશદ વર્ણન આપ્યું છે. એ પ્રાસાદની ચેાતરફ પ્રાકાર(પાગાર) હતા. એ કપિશી ક(કવિસીસગ) કાંગરીથી મંડિત હતા. એની ચેાતરફ રૂપિકા(ભૂભિયા)વિભૂષિત દ્રારાની રચના હતી. પ્રાસાદ ઇહામૃગ, વૃષભ, તુરંગ, યક્ષ, નર (કીચક), મગર, વિહગ(પક્ષી), વ્યાલ(કિન્નર), હિરણ, શરભ, ગાય, કુંજર, વનલતા, પક્ષીલતા વગેરેથી સુશેાભિત હતા. એના સ્તંભાનાં શી કોમાં વિદ્યાધરયુગલ, હયસ ઘાટ, ગજસ ઘાટ વગરે અલંકરણા હતાં. એના દ્રારના અંગવિભાગામાં પઇઠાણ (પ્રતિષ્ઠાન, દ્વારસ્તંભના નીચેના ભાગ), કુટ્ટિમ(ભાંય), એલુમા (ઉદુમ્બર), ઇન્દ્રકીલ, ઉત્તરંગ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy