SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ભારતીય પ્રાચીન શિલ્પકલા તથાગત, અહંત, સમ્યફબુદ્ધ કરી ચૂકયા છે. ધર્મચક્ર એ શાશ્વત બ્રહ્મચક્રના સંકેત રૂ૫ છે. ૨) મહાજનપદકાલની શિલ્પકલા (ઈ. સ. પૂર્વે ૬૦૦થી ઈ.સ. પૂર્વે ૪૦૦) આ કાલમાં ભારતના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પ્રદેશમાં મોટે ભાગે વિવિધ જનપદોની સત્તા હતી. બ્રાહ્મણ, શ્રૌતસૂત્ર, પાલિત્રિપિટક, જૈન આગમ અને પાણિનિ -કૃત અષ્ટાધ્યાયી વગેરે સાહિત્યમાં આ જનપદનાં સુરેખ વર્ણન મળે છે. પાલિ સાહિત્યમાં ૧૬ મહાજનપદોની વાત આવે છે. આ જનપદોને વિસ્તાર મધ્યએશિયાના કંબેજથી માંડી દક્ષિણ ભારતના ગોદાવરી નદીને કાંઠે આવેલ અશ્મક સુધી ફેલાયેલો હતો. જૈન સાહિત્યમાં તો વળી આ તથા બીજું કેટલાક મળીને ૨૪ જનપદોનો ઉલ્લેખ છે. તો પુરાણોના ભુવનકોષમાં ઉત્તરમાં કંબોજ, પૂર્વમાં અંગ, વંગ, કલિંગ, પશ્ચિમમાં સૌવીર અને દક્ષિણમાં અપરાન્ત અને માહિક (માહિષ્મતી) સુધીના પ્રદેશમાં આવેલાં લગભગ ૧૭૫ જનપદોના ઉલ્લેખ થયા છે. વૈદિકકાળમાં “ચરણ” નામની જાણીતી થયેલ વિદ્યાપ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. તેનો વિકાસ જનપદકાલમાં થયો. પરિણામે વ્યાકરણ, નિરુકત, શિક્ષા, જ્યોતિષ, આયુર્વેદ, નાટયશાસ્ત્ર, વાસ્તુ વગેરે શાસ્ત્રોને વિકાસ થયો. આ કાલથી વાસ્તુ, અંતગંત શિલ્પકલા પર ખાસ ધ્યાન અપાવા માંડયું અને એની અનેક સ્વરૂપે ઉન્નતિ સધાઈ. એ વખતે શિલ્પ-પ્રવૃતિ “જાનપદીવૃત્તિ” (પાણિનિ અષ્ટાધ્યાયી, ૪, ૧, ૪૨) નામે ઓળખાતી. “શતરુદ્રિીય”ના અધ્યાય ૧૬ પરથી જાણવા મળે છે કે ત્યારે શિલ્પીઓની સેંકડો શ્રેણીઓ અસ્તિત્વમાં આવી ચૂકી હતી. આ કાલમાં ગંધર્વવેદ (સંગીત) આયુર્વેદ, ધનુર્વેદ (યુદ્ધવિદ્યા), અને વાસ્તુવેદ (શિલ્પકલા) એ ચાર ઉપવેદ ગણાતા ને એમને વિશિષ્ટ અભ્યાસ થતો હતો. શ્રી સૂત્રો અને બૌદ્ધ જાતકોમાં પણ ઉપરોકત શિલ્પીઓની શ્રેણીઓનાં વર્ણન મળે છે. પાલિ દિગ્દનિકાયમાં શિલ્પીઓની ૨૫ શ્રેણીની સૂચિ આપી છે. એમાં વાસ્તુ અને શિલ્પ સાથે સંબંધ ધરાવતી શ્રેણીમાં મુખ્યત્વે કુંભકાર, રથિક, વલ્થવિજ્જા (વાસ્તુવિદ્યા), ખેતવિજ્જા (ક્ષેત્રમાપન), વલ્થકમ્ (વાસ્તુકર્મી અને વધુ પરિકમ્મ (વાસ્તુપરિકર્મ)ને ગણાવ્યાં છે. ચક્રવતી મહાસુદસ્સન (મહાસુદર્શન)ના રાજપ્રસાદનું વર્ણન કરતાં જણાવ્યું છે કે એ પ્રાસાદ ત્રણ પોરસા (૧ પુરુષ જેટલી એટલે કે ૬ ફૂટ) ઊંચાઈનો હતો. એના બાહ્ય પ્રાકાર(કોટ)ની પણ વિગતો આપી છે. એમાં ચાર પ્રકારની ઈંટો વાપરેલી હતી. એના સ્તંભની સંખ્યા ૮૪,૦૦૦ (?) (બલ્ક ૮૪) હતી. ચંદ્રગુપ્ત મૌર્યના પાટલિપુત્રના સભાભવનને ૮૪ સ્તંભ હતા
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy