SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પલા એક સ્ત્રીના હાથમાં ધનુષ્યબાણ, બીજીના હાથમાં કટાર (એને એક હાથ કટય-- વલંબિત સ્થિતિમાં છે.), તથા ત્રીજીના હાથમાં ત્રિશૂલ અને વજ છે. ચોથી તકતીના કેદ્રમાંથી ચાર બાજુએ ત્રિશાખ લતા ઉદ્ભવ પામે છે. એમનો સમગ્ર ઘાટ ભારતીય પ્રાચીન ટંકઆહત સિકકાઓ પર નજરે પડતા વડર ચિહન જેવો લાગે છે. કૌશામ્બીકોસમ, ઉત્તરપ્રદેશ)માંથી પ્રાપ્ત થયેલ આવી કેટલીક તકતીએ. અલાહાબાદ તથા દિલ્હીનાં મ્યુઝિયમોમાં સુરક્ષિત છે. એમાંની એકના–મધ્ય કાણાને ગોળ ફરતી બે પટ્ટિકા છે અને એ દરેક પર છુટાં છુટાં ફલ અંકિત કરેલાં છે. દિલ્હી મ્યુઝિયમમાં રાખેલી તકતી ઘાટમાં લંબગોળ છે. તે પર હાથી, હરણ વગેરે પશુઓ તથા પક્ષીઓ કોતરેલાં છે. રાજઘાટમાંથી મળેલી આવી તકતીઓ પૈકીની કેટલીક ભારત કલા ભવનમાં સુરક્ષિત છે. એમાંની એકના આંતરવર્તેલમાં ત્રણ માતૃમૂર્તિઓ અને દરેક વચ્ચે. એક એક લિંગ કોતરેલ છે. માતૃમૂર્તિઓની બને બાજુથી સર્પનું આલેખન છે. બાહ્ય વર્તુલ ચોકડા ભાતથી અંકિત કરેલ છે. આવી બીજી એક તકતીમાં ચોકડા. ભાતનું બેવડું અંકન છે. વળી એક ત્રીજી તકતીમાં આ જ પ્રકારની માતૃદેવીના શરીરનું મસ્તક તથા ઊર્ધ્વભાગ અંકિત કરેલ છે. એમાં તાલવૃક્ષ(તાલકેતુ)નું રેખાંકન. છે. અહીંની એક તકતીના આંતવર્તુળમાં માતૃદેવીની બે મૂર્તિઓ છે. બહારના મંડલાકારમાં શયનમુદ્રામાં બે પુરુષ છે ને તેમની વચ્ચે મગરનું આલેખન છે. એક તકતીમાં ચાર માદેવીઓ અને ચાર તાલવૃક્ષોનું એકાંતરે રેખાંકન છે. તાલવૃક્ષ સ્ત્રીની ગર્ભધારણ શકિતનું પ્રતીક ગણાય છે. આ તકતીના બાહ્ય મંડલાકારમાં મગરનાં રેખાંકન છે. મગર પરષની વીર્યશકિતનું પ્રતીક ગણાય છે. રાજઘાટમાંથી પ્રાપ્ત થયેલી કેટલીક તકતીઓ હાલ લખન સંગ્રહાલયમાં છે. એમાંની એક ઘણી મહત્ત્વની છે. એના આંતર્વ તુલમાં એકાંતરે પાંચ શ્રીવત્સનાં ચિહ્ન અને પાંચ મુચકુંદ પુષ્પનાં અંકન છે. શ્રીવત્સનું ચિહ્ન એ તકતીને શ્રીલક્ષ્મી. સાથે સંબંધ હોવાનું સૂચવે છે. બાહ્ય વલમાં એકાંતરે પણ માતૃદેવો અને ત્રણ તાલવૃક્ષનું અંકન છે. એ દરેકના રૂપવિધાનમાં ફેર છે. એક માતૃદેવીના મસ્તક પરના કેશકલાપની પાસે ચંદ્રમાં અંકિત કરેલ છે. એની જમણી બાજુએ એક મૃગ છે. એની સાથે નંદીપદનું ચિહન છે. બીજી માતૃદેવીની જમણી બાજુએ પક્ષી સાથેનું તાલવૃક્ષ છે. અને ડાબી બાજુએ પશુ છે. એ પશુના ઉપર સૂર્યચંદ્રનું અંકન છે. ત્રીજી માતૃદેવીના મસ્તક પર ઉષ્ણીશ અને બંને બાજુએ એક એકપશુ છે. ડાબી બાજુનું પશુ અશ્વ જેવું લાગે છે. એની સામે સૂર્ય અને નીચે ચંદ્ર છે. રાજઘાટમાંથી એક લંબગોળ આકારની તકતી પણ મળી છે, જેના પર સારનાથ,
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy