SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પફ્લા છે. અલૌકિક સામર્થ્યને આ રીતે વ્યકત કરવાની પદ્ધતિ અન્યત્ર અજ્ઞાત છે અને તે સ્થાનિક લેાકશૈલીના પ્રભાવનું પરિણામ હાવા સંભવે છે. ૧૫૪ બદામીની ગુફા નં. ૧માં તાંડવ નૃત્ય કરતા શિવનુ ઉત્કૃષ્ટ શિલ્પ છે. નંદી, ગણપતિ અને મૃદંગ વગાડતા નારદ એ નૃત્ય નિરખી રહ્યા છે. ગુફાની પાછલી દીવાલમાં કંડારેલુ. મહિષાસુરમર્દિની દુર્ગાનું શિલ્પ પણ જોમયુકત છે. વળી દેવાના સેનાપતિ મહાસેન(કાર્ત્તિ કેય) અને ગુફાની બહારની દીવાલ પર કંડારેલ ત્રિશૂળધારી દ્વારપાળ ધ્યાન ખેંચે છે. ગુફા નં. રમાંનુ હિરણ્યકશિપુથી પૃથ્વીને મુકત કરાવતા વરહ અવતાર વિષ્ણુનું શિલ્પ સુવિખ્યાત છે. એમાં વિશ્વનિયંતા વિષ્ણુના અવતારરૂપ વરાહે પૃથ્વીને દઢતાપૂર્વક ઉઠાવેલ છે. નિયંતાના હાથમાં રહેલ દેવીની આકૃતિ સ્વસ્થ, આરામદાયક સ્થિતિમાં છે. શરીરમાં પ્રાણીશકિતને જાગ્રત કરીને તેની સાથે પેાતાનું વિશ્વકાર્ય આનંદપૂર્વક પાર પાડતા વરાહ રૂપાંકન અદ્રિતીય છે. ગુફા નં. ૭૩માં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુને મેટા મુકુટ ઉપરના ભાગે નાગ ફણાઓથી છવાયેલા છે. ચતુભુ જ વિષ્ણુની સામે લક્ષ્મીની નાની આકૃતિ કંડારી છે, જ્યારે નીચે જમણી બાજુએ વાહન ગરુડ છે. બાદામીની જૈન ગુફામાં પાછલી દીવાલમાં સિંહાસન પર બેઠેલ એક આકૃતિ દષ્ટિગેાચર થાય છે. તેમની પ્રત્યેક બાજુ એક એક ચામરધારી છે. પીઠિકા પર શાર્દૂલ અને મકરનાં મસ્તકો ક’ડાર્યા છે. આ ગુફામાં ગૌતમસ્વામી તેમના ચાર સર્પ - અનુચરોસહિત અને પાર્શ્વનાથ તેમના નિયત અનુચરોહિત કંડારેલા છે. આ જન શિલ્પામાં પણ ચાલુકય સુઘાટયકલા પૂર્ણ પણે વિકસેલી દષ્ટિગાચર થાય છે. પડલનાં મંદિરોમાં મામલ્લપુરમ્ અને કાંજીવરમૂની શિલ્પકલાની અસર ત્વરતાય છે. એટલુ જ નહિ, એમાં ચાલુકય શૈલીના પૂર્ણ વિકાસ નજરે પડે છે. પાપનાથ મંદિરમાંનાં ભાગાસનાનાં સુંદર શિલ્પા ઉપરાંત, ત્રિપુરાંતક તથા લેબલ સહિતની રામાયણની સંપૂર્ણ કથાની હરોળા કંડારી છે. વિરૂપાક્ષ મંદિરની બધી જ દીવાલા શિલ્પાથી ખીચાખીચ ભરેલી છે. એમાં રામાયણનાં દશ્યા, શિવ તથા નાગ-નાગણીઓનાં શિલ્પા મનમાહક છે. અહીંના સ્ત ંભા પર ગંગા અને અમૃતની કથા, અહલ્યા અને ઇન્દ્રના પ્રણય, ભીષ્મની શરÂયા પરની છેલ્લી પળેા વગેરે સુંદર રીતે અભિવ્યકત થયાં છે. આ મંદિરોની એક નોંધપાત્ર વિશેષતા એ જણાય છે કે, તેમની પીઠની પ્રત્યેક હરોળમાં વિવિધ આનંદપ્રમોદ યુકત મુદ્રાઓમાં શિવગણાની -અશમ્ આકૃતિઓ કઉંડારેલી છે. આ શિલ્પાના પ્રવાહ સતત વહેતા હોવા છતાં તે પ્રવાહ નિયંત્રિત ઝરણા જેવો છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy