SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ગુપ્ત-શાફાટકકાલનાં પ્રશિષ્ટ શિલ્પો ૧૧૯ કલાકારોએ બુદ્ધિપૂર્વક પ્રયોજેલાં છે. દા. ત. નિર્દોષ કુમારીની આંખા હરણના નેત્ર ઘાટની બતાવી છે, જ્યારે રસિક મુગ્ધાની આંખા મીનાકાર દર્શાવી છે. (૪) ગુપ્તકાલીન શિલ્પ કૃતિઓમાં પૂર્વ કાલમાં જોવા મળતા ભારે સ્થૂળ દેહના સ્થાને એકવડા કે મધ્યમ બાંધાને યૌવનપૂર્ણ દેહ સત્ર દૃષ્ટિગાચર થાય છે. આ કાલના કલાકારોને જીવનની અંતર્ભાવનાની પૂર્ણ અભિવ્યકિત યૌવનમાંજ જણાઈ છે. તેથી એમનાં મૂર્તિ શિલ્પોમાં યૌવન પેાતાના ચરમ રૂપમાં પ્રસ્ફુટ થયું છે. દેહરચનામાં સાંધા અને સ્નાયુએ બતાવવામાં આવતા નહિ હોવાથી અંગઉપાંગેામાં મનેાહર ગાળાઈ લાવી શકાઈ છે. આથી કુષાણકાલીન મૂર્તિઓની સરખામણીમાં અહીં. અગાની રચના અત્યંત કોમળ અને કમનીય બની છે. અંડાકાર કે પાનાકાર ચહેરા; ગાળ-ગાળ બાહુઓ; ગાલ પર સહેજ ખંજન; નીચલા હાઠ સહેજ મેટો અને નીચે લટકતા; અંગેામાં વિશેષ પ્રકારની લચક અને ઊભા રહેવામાં આકર્ષક છટા—આ બધાં આ કાલનાં શિલ્પોનાં વિશિષ્ટ લક્ષણા છે. દેદીપ્યમાન મુખ અને અધખુલી આંખેા બાહ્ય સંસાર તરફ જોવાને બદલે અંદરની તરફ જોતી જણાય છે. આ પ્રકારનું અંકન કેવળ દેવદેવીઓની પ્રતિમાઓમાં જ નહિ, બલ્કે સામાન્ય સ્ત્રી-પુરૂષોનાં મૂર્તિ શિલ્પામાં પણ દૃષ્ટિગાચર થાય છે. સ્ત્રી-પુરુષોનાં પરિવેશમાં સુરુચિ અને પરિષ્કાર જણાય છે. વસ્ત્રાભૂષણ સૂક્ષ્મ છે, જે બોજારૂપ નિહ બનતાં કેવળ મૂર્તિના સૌંદર્યમાં વૃદ્ધિ કરનારાં છે. પારદર્શી ક વસ્ત્રામાં શરીરના પ્રત્યેક અંગને ઊપસાવીને સ્પષ્ટ દર્શાવ્યું છે. આ કાલની મથુરાકેન્દ્રની મૂર્તિઓની સંઘાટી(ઉપવસ્ત્ર) પર કરચલીઓ પણ જોવા મળે છે. અધાવસ્રને કટિવ સાથે બાંધેલું છે. પુરુષોને ખભા સુધી લટકતા કુંતલ-કુંચિત કેશવાળા બતાવ્યા છે, જ્યારે સ્ત્રીઓએ અલક-જાળ ધારણ કરેલી છે. આભૂષણા સુરુચિ-પૂ ગણ્યાંગાંઠમાં જ ધારણ કરેલાં છે. ગળામાં મેાતીએની એકાવલી એ એમની આગવી વિશેષતા છે. ખૂબ થે।ડા અલંકારો પ્રયોજ્યા હોવા છતાં મૂર્તિની સુરૂપતામાં કર્યાંય એટ આવતી જણાતી નથી. અગાઉ જોયું તેમ ગુપ્તકાલીન મૂર્તિ શિલ્પામાં સર્વત્ર એક સાર્વ ભૌમિકતા દેખાય છે. તેમ છતાં દેહરચનાની બાબતમાં કેટલુંક પ્રાદેશિક અંતર પણ જોવા મળે છે; જેમકે, ભરહુત અને સાંચીની કલાથી પ્રભાવિત થયેલા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના કલાકારોએ નારીનાં વક્ષાનું પૂર્ણ વિકસિત અંકન કર્યું` છે. સારનાથ શૈલીના કલાકારોએ નારીની ક્ષીણ કટિને પેાતાને આદર્શ બનાવ્યા છે. પૂર્વ ભારત. અને મધ્યદેશનાં શિલ્પોમાં પણ કેટલુંક સ્થાનિક વૈવિધ્ય પ્રવર્તે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy