SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ભારતીય પ્રાચીન શિલ્પકલા head) અર્થાત ૯૬ અંગુલ પ્રમાણનો નિયમ પ્રયોજતા, જે સાધારણ મનુષ્યની ઊંચાઈ બરાબર હતું. ભારતીય શિલ્પીઓએ પોતાનાં શિલ્પ માટે “દશતાલનો સિદ્ધાંત યોજીને એ સાધારણ મનુષ્ય નહિ પણ અતિમાનુષ છે એમ દર્શાવ્યું. હાથ અને આંગળીઓની મુદ્રામાં પણ ગુપ્તકાલમાં વિકાસ થયેલ જોવા મળે છે. એમાં કટકહસ્ત, લોલહસ્ત અને અંજલિહસ્ત વારંવાર પ્રયોજાયેલ છે. પદ્મધારણ કર્યા ભાવ દર્શાવતે કટકહસ્ત સંસર્ગને; હસ્તાંડને કડક લાંબો રાખી પહોંચાને નીચે તરફ વાળેલ લોલહસ્ત (ગજહસ્ત કે લમ્બસ્ત) વિશ્રાન્તિ કે સ્વસ્થતાનો અને બે હથેળીઓ જોડેલ અંજલિહસ્ત ભકિત-પ્રપત્તિનો સૂચક છે. આ ઉપરાંત વરદ, અભય, વ્યાખ્યાન, ભૂમિસ્પર્શ જેવી હસ્તમુદ્રાએ પણ વારંવાર પ્રયોજાઈ છે. છેલ્લી બે મુદ્રાઓ બુદ્ધની મૂર્તિઓમાં જોવા મળે છે. ગુપ્તકાલીન મૂર્તિશિલ્પ સ્થાનક(ઊભેલ), આસન(બેઠેલ) અને શયન એમ ત્રણ સ્થિતિમાં દૃષ્ટિગોચર થાય છે. સ્થાનક-પ્રતિમાઓ સમભંગ(સીધી ઊભેલી), આભંગ(સહેજ વળેલ), ત્રિભંગ(ત્રણ જગ્યાએથી વળેલ) અને અતિભંગ(ખૂબ વળેલ) સ્થિતિમાં મળે છે. આસન-પ્રતિમાઓમાં વજપર્યક(ટાર બેઠેલ), પદ્મપર્યક(સહેજ આરામથી બેઠેલ) અને અર્ધપર્યક (પૂર્ણ આરામથી બેઠેલી જોવા મળે છે. આ બધા સિદ્ધાંત ગુપ્તકાલીન કલાસિદ્ધોએ મનુષ્યો અને દેવતાઓની શિલ્પકૃતિઓ કરવામાં પ્રજ્યા છે. (૩) દેહરચનામાં પ્રકૃતિ-સારૂખ પણ ગુપ્ત કલાનું વિશિષ્ટ લક્ષણ છે. ગુપ્તકાલમાં મનુષ્ય-આકારનું પ્રાધાન્ય સ્થપાયેલું જોવા મળે છે. તેથી પ્રાકૃતિક તો અહીં ગૌણ સ્વરૂપે અને ઘણે ભાગે એની સજાવટમાં પ્રયોજાયાં છે. સ્ત્રી-પુરૂષનાં અલૌકિક દેહસૌષ્ઠવના રૂપવિધાન માટે પ્રાકૃતિક તત્ત્વોનો આશ્રય લેવાયો. સ્ત્રી-પુરુષોનાં, વિશેષત: સ્ત્રીનાં અંગઉપાંગોનું સારૂપ્ય પ્રાકૃતિક પદાર્થો, પ્રાણીઓ અને પક્ષીઓનાં અંગોપાંગોમાંથી લેવામાં આવ્યું. કાલિદાસ વગેરે કવિઓએ પોતાનાં નારીપાત્રોનું અલૌકિક સૌંદર્ય વ્યકત કરવા પ્રાકૃતિક પદાર્થો, પ્રાણીઓ અને પક્ષીઓની સૃષ્ટિમાંથી ઉપમાએ પ્રયોજેલી. અહીં શિલ્પીઓએ એને સાકાર કરી બતાવી હોવાનું જણાય છે. અંડાકાર, પાનાકાર કે ચંદ્રાકાર મુખ, ધનુષ્પાકાર લલાટ; ધનુષ્ય કે નીમના પાનના આકારની ભમ્મર, કમળ, કમળપત્ર, મત્સ્ય, ખંજનપક્ષી કે હિરણનાં નેત્ર ઘાટનાં નયન; તિલપુછ્યું કે શુકનાસિકા જેવું નાક; બિંબફળ જેવા ઓષ્ઠ, કેરીની ગોટલી જેવી દાટી, શંખાકાર કંઠ, ગંડસ્થલ સમા સ્કંધ; સિંહકટિ કે ડમરૂ આકારની કટિ; કેળના સ્તંભ જેવા ઊરુ વગેરે મૂર્તિઓમાં આકાર પામેલાં જણાય છે. આ તત્ત્વ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy