SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિ વજનદાર કટિમેખલા એણે ધારણ કરી છે. પગ સીધા અને ટટાર છે. જંઘા ભાગે તે સહેજ લચક લે છે. બીબાં ઢાળ મસ્તક પર ખુલ્લી આંખે, પહોળું નાક અને ફાડને ઉઘાડ આપતી લબોની જાડાઈ નેધપાત્ર છે. એને સમગ્ર દેહ બીબામાં ઢાળીને બનાવેલો છે અને એ જ રીતે અલગ ઢાળીને બનાવેલા અલંકારોથી એને સજાવે છે. બીજો નમ્ ને બેસ્ટન(યુ. એસ. એ)ના ફાઈન આર્ટ્સસ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તેને જમણો પગ અને ડાબો હાથ ખંડિત છે. તેની રચનાશૈલી ઉપરોકત શિલ્પ જેવી જ છે પણ અલંકારોની હળવાશ એને ઠીક ઠીક સારો ઉઠાવ આપે છે. સ્ટેલા કે મરિશે પહેલા શિલ્પને ઈ. સ. પૂર્વે ૨૦૦ આસપાસનું ગણાવ્યું છે, જ્યારે બીજા શિલ્પને આનંદકુમાર સ્વામીએ મૌર્યકાલનું (ઈ. સ. પૂર્વે ૨૫૦ના અરસાનું) બતાવ્યું છે. ૨) મૌર્યકાલ દેહરચના અને ભાવવ્યંજનાની બાબતમાં મૌર્યકાલીન શિલ્પો એનાં પૂર્વકાલીન શિલ્પ કરતાં જુદાં પડી આવે છે. આ શિલ્પો કદમાં ઘણાં નાનાં છે અને મૌર્યોની રાજધાની પાટલિપુત્રમાંથી વિપુલ સંખ્યામાં મળી આવ્યાં છે. પાટલિપુત્રનગરના પ્રાચીન કાષ્ઠકોટના અવશેષો, જે બુલંદીબાગ નામના સ્થળેથી મળ્યા, એ જ સ્થળેથી આ પ્રકારનાં શિલ્પો, ખાસ કરીને ઊભેલી અવસ્થામાં બે સ્ત્રીમ્ ર્તિઓ તથા બે મસ્તકો–ઉત્પનનમાંથી મળી આવ્યાં છે. સ્ત્રીમૂર્તિઓ પૈકીની એક હાથકારીગરીની છે અને તે જુદાં જુદાં અંગોને જોડીને બનાવેલી છે અને ત્યાર બાદ ભઠ્ઠીમાં પકવેલી છે. એણે અંગ પર ભારે અલંકાર ધારણ કર્યા છે. બીજી સ્ત્રીમૂર્તિની દેહલતા પાતળી, સુડોળ અને આછાં ઘરેણાં ધારણ કરતી દર્શાવી છે તેથી એમાં શૈલીની વિકાસક્ષમતા નજરે પડે છે. આ બંને સ્ત્રીઓ નર્તકીઓ કે નાટ્યશાસ્ત્રની અભ્યાસી સ્ત્રીઓની જણાય છે. પહેલી મૂર્તિ (આકૃતિ ૪૪) હડપ્પીય સભ્યતામાંથી પ્રાપ્ત માતૃદેવીની પૂતળીઓ સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. ઉપલબ્ધ મસ્તકો પૈકી એક મસ્તક પર વિશિષ્ટ પ્રકારનું બન્ને બાજુ વીટાવાળું શિરોવેષ્ણન આવેલું છે. એની મુખરચના ઉપરોકત સ્ત્રીમૂર્તિ ના મુખ સાથે સામ્ય ધરાવે છે. બીજુ મસ્તક નાના બાળકનું લાગે છે, જેના મુખ પર મુગ્ધભાવ ઝલકે છે. પટનાના ભિકનાપહારી નામના વિસ્તારમાંથી બેઠેલી અવસ્થામાં આલેખાયેલું યોગીનું એક શિલ્પ પણ મળી આવ્યું છે. વળી કુંડા-ઘાટ અને ધાતુપાત્ર-ઘાટનાં બે શિલ્પ મળ્યાં છે, જે રચનાશૈલીએ ઉપરનાં શિલ્પાને મળતાં આવે છે. ગોરખપુર અને ભિકનાપહારીમાંથી પણ બે મસ્તકો મળ્યાં છે. ગોરખપુરના મસ્તક પરની દાઢી સાફ કરેલી છે. તેની નાસાગ્રદષ્ટિ આકર્ષક છે. બીજું સ્ત્રીમસ્તક છે. તેના
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy