SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ - ભારતીય પ્રાચીન શિલ્પકલા ભરાવદાર ગાલ, ગોળ ચિબુક અને સુંવાળા હોઠ સ્ત્રી સહજ મુખસૌષ્ઠવ અભિવ્યકત કરે છે. તાલુક (બંગાળ)માંથી મળેલું એક અભિનવ સ્ત્રી-શિલ્પ અને બાંકુરા જિલ્લા(બંગાળ)ના પોખરણામાંથી મળેલું સ્ત્રી-શિલ્પ રચના-વિધાનની દષ્ટિએ બુલંદીબાગનાં શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. 1 ગોરખપુર પાસેથી મળેલા શિલ્પમાં સ્ત્રીને ધડભાગ જળવાઈ રહ્યો છે. દેહસૌષ્ઠવની દષ્ટિએ આ શિલ્પનો અગ, પૃષ્ઠ અને પા ભાગ સપ્રમાણ છે. તેને સ્તનપ્રદેશ ઉન્નત છે. નાભિ નીચે એણે ચુસ્ત કમરબંધ ધારણ કર્યો છે. કટિપ્રદેશથી સહેજ નીચે ભારે વસ્ત્રાલંકારો પહેરેલાં હોવાથી વસ્ત્રો અસલ સ્થિતિમાંથી ખસીને નિતંબપ્રદેશને ખુલ્લો કરે છે. સુડોળ ઉદર અને ભારે નિતંબનું સુખ અને માર્દવભર્યું આલેખન સ્ત્રીદેહની પૂર્ણતા પ્રગટ કરે છે. તેના પર અલગ ઘાટ આપીને ચડાવેલા આકર્ષક અલંકારનું વૈવિધ્ય તેના સૌંદર્યમાં વધારો કરે છે. વસ્ત્રપરિધાનની છટા પણ અભિનવ અને ચારુ છે. રત્નજડિત કટિબંધ, વિવિધ ભાતવાળી ચાર સેરો ધરાવતી કટિમેખલા અને ડાબા ખભેથી જમણી કેડ તરફ જનોઈની જેમ લંબાનું વિશિષ્ટ આભૂષણ મનોરમ છે. દેહના ઉપરનો ભાગ બારીક વસ્ત્રથી ઢંકાયો છે. સ્ટેલા કે મરિશે આ શિલ્પને દિદારગંજની યક્ષિણીની શૈલીની હોવાનું જણાવ્યું છે, પણ કાલની દષ્ટિએ આ શિલ્પ એ યક્ષિણી-શિલ્પ કરતાં પ્રાચીન છે અને મૌર્યકાલના ઉત્તરાર્ધાનું કે શું કાલના પૂર્વાર્ધાનું હોવાનું જણાય છે. વિદ્વાનેને સામાન્ય મત એવો છે કે જે માટીનાં શિલ્પોને દેહ અને મુખ બીબામાં ઢાળીને નીપજાવેલ હોય અને એમના પર એવાં જ બીબાંઢાળ અંગઉપાંગ અને આભૂષણ ચોટાડેલાં હોય તે બધાં શિલ્પ મૌર્યકાલીન છે. આમ છતાં શંગકાલમાં પણ આ રીતે બીબામાં ઢાળીને બનાવેલાં કેટલાંક શિલ્પ મળી આવ્યાં છે. ૩) અનુમૌર્યકાલ અ) શૃંગ-કાવકાલ નાનાં કદનાં ફલકો પર શિલ્પોનાં મુખ તથા દેહનાં ઉપાંગો બીબામાં ઢાળીને ઉતારવાની પદ્ધતિ શુંગ-કાવ કાલ(લગભગ ઈ.સ. પૂર્વે ૨૧ સદી)માં અસ્તિત્વમાં આવી. પણ આમાં સ્ત્રીમૂર્તિનું જ પ્રાધાન્ય રહ્યું છે. ભારતના અનેક પ્રદેશમાંથી આ પદ્ધતિએ આકાર પામેલાં શિલ્પો મળી આવ્યાં છે. આમાંનાં પ્રાથમિક પ્રકારનાં શિલ્પ આ કાલનાં પાષાણશિલ્પની જેમ, કદમાં ભારે, રેખામાં બરછટ અને શૈલીમાં ચપટાપણાનાં ઘાતક છે, પરંતુ ધીમે ધીમે આ શિલ્પાએ અદભૂત પ્રગતિ સાધી અને શૈલીમાં સુઘડતા, રેખામાં મૃદુતા અને સુરેખ ઉઠાવ નિષ્પન્ન થવા લાગ્યો.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy