SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિક * કૌશાંબી કસમ) શુંગકાલીન શિલ્પકલાનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીંથી મળેલ સ્ત્રીમૂર્તિ આ શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અનેક પ્રકારની મૌકિતક માળાઓની એના આખાય અંગને વિભૂષિત કરેલ છે. એણે કાનમાં રત્નજડિત કર્ણ ફૂલ, ગળામાં મોતીને કોલર, હાર, હાથમાં કોણી સુધી પહોંચતાં રત્નજડિત વલયો, બાજુબંધ અને ભારે કમરબંધ અને કટિમેખલા ધારણ કરેલાં છે. કટિ નીચેનાં વસ્ત્ર બારીક છે. મૂર્તિના મુખ પર હાસ્ય વિલસે છે અને તે નૃત્ય મુદ્રામાં ઊભેલી છે. અહીંથી મળેલ આપાનગોષ્ઠીનું દશ્ય (આકૃતિ ૪૫) ધરાવતી તકતી પણ શુંગકલાનું સરસ દષ્ટાંત ગણાય છે. તાપ્રલિપ્તિ (તાલુક) શુંગકાલીન શિલ્પનું બીજું મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીંથી પ્રાપ્ત થયેલું એક સ્ત્રીશિલ્પ આ કાલની શિલ્પકલાને સર્વોત્તમ નમૂનો ગણાય છે. એણે ધારણ કરેલાં ઘરેણાંઓનું બાહુલ્ય અને વૈવિધ્ય ધ્યાનાકર્ષક છે. સુંદર ગોળ મુખ અને હાથપગના થોડાક જ ભાગ સિવાય બાકીના દેહનો તમામ ભાગ આભૂષણોથી ખીચોખીચ ભરી દીધો છે. એની ઘૂંટી નીચેનો ભાગ ખંડિત છે. મસ્તક પર ધારણ કરેલ ત્રણ શિરોપ્ટન વિશિષ્ટ ઘાટનાં છે. મધ્યમાં ફૂલભાતની પાંચ સેરોવાળું અર્ધવર્તુળાકાર વેપ્ટન છે, બાજુનાં બે વેષ્ણન કરતાં એ કદમાં નાનું છે. ડાબી બાજુના વેપ્ટન પર મોતીની સેરો જડેલી છે. જમણી બાજુનું વેષ્ટન પાઘડીઘાટનું છે તેમાં પાંચ પાંખામાં નીચેથી ઉપર જતાં ૧) અંકુશ, ૨) ત્રિશૂળ, ૩) પરશુ, ૪) વજ અને ૫) ગદા ઊપસાવવામાં આવ્યાં છે. મસ્તકના આગલા ભાગની મૌકિક માળા બન્ને બાજુના વીંટામાં ચાપડાની જેમ જડેલી છે અને પાઘડની સેરમાં મકિતક પંકિતઓ આવેલ છે. ત્રિદલકર્ણ બંધ આકર્ષક છે. બંને ખભા પર રત્નપુષ્પજડિત વર્તુળાકાર આચ્છાદન છે અને નીચેનાં કૂમતાં બાજુએ લટકતી રત્નપંકિતઓ વડે સજાવેલાં છે. ગળામાંનો મોતીને ચુસ્ત વિવિધ ફૂલવેલની ભાતયુકત કંઠહાર છે. ચુસ્ત કમરબંધ પર થઈને મુકતામાળા ડાબા ખભાથી જમણા ખભા તરફ લંબાય છે. તેના દરેક હાથમાં વલયની ચાર પંકિતઓ છે. કટિમેખલાની ત્રણ હાર પૈકી ઉપરની બે હારમાં પૂર્ણ ખીલેલા ફૂલની પંકિત છે. ખભાથી માંડી ઢીંચણ સુધી પહોંચતા બારીક વસ્ત્રની રેખાઓ ચારુ છે અને તેમાં સૌથી નીચેના છે. મનુષ્યાકૃતિની ભાત તથા એની નીચેનાં કૂમતાં જંઘા ભાગને ખાસ ઉઠાવ આપે છે. આ વસ્ત્રની નીચે પહેરેલું ચુસ્ત પાયજામા જેવું બારીક વસ્ત્ર પણ નોંધપાત્ર છે. તેની ઓઢણીના છેડા હાથ પર દેખાય છે. સ્ટેલા કમરિશને મતે આ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy