SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. અનુ-ગુપ્તકાલીન શિલ્પકલા (ઈ. સ. ૫૫૦થી ઈ. સ. -૭૦) પ્રસ્તુત કાલમાં ઉત્તરાપથમાં ગુપ્તાના પતન પછી મૌખરિઓ, વના, મૈત્રકે વગેરેની અને દક્ષિણાપથમાં વાકાટકોના પતન પછી ચાલુકયા અને પલ્લવાની મુખ્ય સત્તા જામી. આ અને અન્ય રાજવશેના પ્રાત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાના ભારે વિકાસ થયા. ૧) સામાન્ય લક્ષણા ૧) ચર્ચિત કાલની શિલ્પકલા ગુપ્તકાલીન ઉત્કૃષ્ટ પરંપરાઓને અનુસરવા ઉપરાં નૂતન ઉદ્ભાવનાઓ અને પ્રયોગોથી ભરેલી છે. વસ્તુત: એ પૂર્વવર્તી ગુપ્તકાલની અને ઉત્તરવતી રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની કલાના સંક્રાન્તિકાલનુ સ્વરૂપ વ્યકત કરે છે. આમાં ગુપ્તકલાની સરખામણીમાં અધિક વ્યાપકતા અને સંપન્નતા દષ્ટિગોચર થાય છે. શિલ્પશાસ્ત્રો રચાયાં હોવાર્થી તેમજ પુરાણેાએ પણ દેવતાઓનું મૂર્તિ વિધાન આપેલુ હોવાથી કલાવ્યંજના માટે દેવવિદ્યા અને સૃષ્ટિવિદ્યાના આધાર મળતાં અનેક નવીન કલાવ્ય...જક વિષયોના પ્રચાર થયો. આ બાબત બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મને સમાનપણે લાગુ પડે છે. ૨) આ કાલમાં પૌરાણિક અને ધાર્મિક નિગૂઢ તત્ત્વાને સરળ રીતે વ્યકત કરવાની પરંપરાઓ દઢ થઈ. દેવદેવીઓનું દિવ્યત્વ અનેક હાથ અને આયુધો દ્વારા પ્રગટ કરવા તરફ વિશેષ ધ્યાન અપાયું. મૂર્તિ કારોને આ કાલમાં શિલ્પની પરંપરાઓ ઉપરાંત સાધના, ધ્યાન અને મંત્રાના ક્ષેત્રમાં પ્રચલિત પરંપરાઓના સાથ મળ્યો. આથી તેઓ દેવતાઓના રૂપાંકનમાં અદ્ભુત ક્ષમતા દાખવી શકયા. તેમણે મૂર્તિવિધાન શાસ્ત્રાનુસારે અને સૌંદર્ય વિધાન અંગત કુશળતાથી પ્રયોજ્યાં. સર્વાંગના યથાશોમિ પાટવ રિસ્પયેત્ (શુક્રનીતિ, ૪/૫૪૭) આ આદેશને અનુસરીને મૂર્તિ કારો મૂર્તિને સુંદર બનાવવા તરફ ખાસ લક્ષ્ય આપતા. આને કારણે જ ભારતીય મૂર્તિ એમાં એકના એક દેવની મૂર્તિ એ સમાન શાસ્ત્ર અનુસાર બનવા છતાં પ્રત્યેક એક બીજાથી જુદી પડી આવે છે. ૩) દેવદેવીઓ, બુદ્ધો, બોધિસત્ત્વા, તીથંકરો, યક્ષયક્ષિણીઓ, રાજારાણીઓ વગેરેની મહાકાય આકૃતિઓને મુખ્ય સ્થાન અપાયુ છે, જ્યારે ફૂલવેલની ભાત
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy