SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૌય કાલીન શિલ્પો રામપુરવાનું સ્તંભ શીષ વૃષાંકિત છે (આકૃતિ ૧૨). તેના પણ ત્રણ ભાગ છે. સૌથી ઉપરના પશુભાગ, મધ્ય ભાગે ગાળ અલંકૃત અંડ અને સૌથી નીચે કમલ. બાલસ્વરૂપ વૃષભ (વછેરા)નું આલેખન ઉત્કૃષ્ટ છે. અત્યંત લલિત મુદ્રામાં બાલ વૃષભ છટાપૂર્વક ઊભા છે. આ વૃષભ સિંધુ સભ્યતાની મુદ્રા પરના વૃષભ સાથે સામ્ય ધરાવે છે. શિરાવટીની મથાળાની પડઘીમાં મધપૂડા અને ખજૂરના પાનનું વિશિષ્ટ સુશે!ભન છે. મેહે જો-દડો પછી આવું વૃષભાલેખન આ સમયમાં જ મળે છે. અહીં ના બીજા એક સ્તંભ પર આગલા બે પગ ઊભા રાખીને પાછલા બે પગે ઉઠંગ મુદ્રામાં બેઠેલ એક સિંહનું લાવણ્યમય ઉત્કૃષ્ટ શિલ્પ છે. એની નીચેની પડઘીમાં હંસથર છે. ૪. ૫૧. બિખરાના સ્તંભી પર પાછલા પગે બેઠેલ અને આગલા બે પગ પર શરીરને ટેકવીને ઊભેલ સિંહની આકૃતિ કિલષ્ટ છે. તેના આકાર અણઘડ હોવાના કારણે જાણે કોઈ મોટો બિલાડો બેઠો હોય તેવું ભાસે છે. અશેાકના સમયના અન્ય સિંહ જેવી તેની છટા લાગતી નથી. નીચેની પડઘી લ'બચારસ સાદી છે. તેની નીચે કમલયુક્ત પૂર્ણઘટ છે. સાંકાશ્યના સ્ત ંભ પર હાથીનું શિલ્પ છે. સ્તંભશીના ત્રણ ભાગ છે. સૌથી ઉપર હાથી, તેની નીચે પલ્લવ મ ંડિત પડઘી(અડ) અને નીચે અવાંગમુખી કમલયુકત પૂર્ણઘટ છે. પડઘી પર મુચકુંદ પુષ્પ, કમલપુષ્પ અને કલીઓની વેલ છે, જેની વચ્ચે ત્રરત્નનાં ચિહ્નો છે. પડઘી અને પૂર્ણઘટની વચ્ચેની પટ્ટિકા ગ્રીવા કે કઠ પર દોરડાને વળ ચઢાવીએ તેવા ઘાટ નિપજાવ્યા છે. પડઘીની બનાવટમાં અધિકતમ વિકસિત કમલ અને વેલની ભાત ખૂબ જ આકર્ષક લાગે છે. લારિયા-નંદનગઢને સ્તંભ સિહાંકિત છે. તે ઉઠંગ મુદ્રામાં બેઠેલ છે. તેની નીચેની ગાળ પડઘી પર હંસપ`કિત અંકિત કરેલ છે. સિંહની આકૃતિ બલિષ્ઠ અને પ્રભાવશાળી છે. છતાં તેના ભાવ કંઈક પ્રાથમિક કક્ષાને લાગે છે. ૩) યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ યક્ષ-યક્ષી પૂજા લેાકધર્મનુ વ્યાપક સ્વરૂપ છે. સંભવત: એના જેટલી પ્રાચીન લાકવ્યાપી અને લેાકપ્રિય કોઈ બીજી પરંપરા નથી. આજે પણ એ કાશ્મીરથી તામિલનાડુ સુધી અને આસામથી સૌરાષ્ટ્ર સુધી કોઈ એક યા બીજા સ્વરૂપે યા લાકધર્મ વીરપૂજાના સ્વરૂપે નજરે પડે છે. એની પ્રાચીન પરંપરાની સાક્ષી પુરાણા આપે છે. મૌ કાલમાં લેાકદેવતા તરીકે પૂજાતી મહાકાય યક્ષ-યક્ષિણીની મૂર્તિ એ તત્કાલીન લોકકલાનું એક મહત્ત્વનું અંગ છે. આ મૂર્તિ એ મથુરાથી માંડી વારાણસી, વિદિશા,
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy