SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા ૧૯૧ તાંજોરમાં પરાક્રમી પુરુષ માટે યોગ્ય તાલમાનવાળાં, મૂર્તિ શાસ્ત્રીય વિગતેથી ભરપૂર અને શિવનાં ત્રિપુરાંતક, કાલાંતક અને કિરાતાનુગ્રહ જેવાં પરાક્રમ પૂર્ણ સ્વરૂપો પર વિશેષ ભાર અપાયો છે. ગંગેંકડોળેશ્વરમાં શિવના ગંગાધર સ્વરૂપ પર ખાસ લક્ષ્ય અપાયું છે. રાજેન્દ્ર ચેળના હાથે પરાજય પામી ખંડિયા બનેલા ઉત્તરના રાજાઓએ ચોળ સમ્રાટને ઉપહારમાં મોકલેલ ગંગાજળના પ્રસંગનું આમાં સૂચન રહેલું જણાય છે. આ મંદિરના એક ગોખલામાં ચંડેશાનુગ્રહમૂર્તિ (આકૃતિ ૪૩) છે. એમાં ચંડેશ સ્વરૂપે રાજા પોતે શિવના પગ પાસે વિનીત ભાવે અંજલિમુદ્રામાં બેઠો છે. શિવ પોતે એના મસ્તક પર જયમાળા કરંડમુકુટ સ્વરૂપે બાંધી રહ્યા છે. કલાત્મકતા અને ભાવવ્યંજનાની દષ્ટિએ આ શિલ્પ અજોડ છે. આ મંદિરનાં કેટલાંક શિલ્પો રાજેન્દ્ર જીતેલા વિવિધ પ્રદેશોની કલાના આદર્શો અને એમની પરંપરાને અપનાવ્યાના દષ્ટાંત-રૂપ છે. એમાં દાઢીવાળા બ્રહ્મા અને નવગ્રહપટ્ટ સ્પષ્ટત: ઉત્તર ભારતીય સ્વરૂપ ધરાવે છે. દક્ષિણમાં નવગ્રહો પૈકીના અંગારક (મંગળ), બુધ, બૃહસ્પતિ અને શનિશ્વરને ચાર હાથવાળા બતાવવાનો ચાલ હતો. એને બદલે અહી ઉત્તર ભારતીય પરંપરા અનુસાર બધા જ ગ્રહદેવતાઓને દ્વિભુજ બતાવ્યા છે. તિરુવાડી અને પશુપતિકોવિલના બ્રધ્રા, કડિયૂરના શિવ, માથુરના માણૂરનાથ મંદિરમાંના આલિંગન ચંદ્રશેખર તથા દારાસુરમ્ નું “નિત્યવિનોદ” (શાશ્વત નૃત્ય-સંગીત)નું દશ્ય મૂર્તિવિધાન, રૂપાંકન અને કલાત્મકતાની બાબતમાં ખ્યાતિ પ્રાપ્ત શિલ્પો છે. રાજેન્દ્રના સમયમાં મંદિરોના મંડપને રથનું સ્વરૂપ આપવાના ખ્યાલથી બહારની દીવાલ પર મેટાં ચક્રો અને અશ્વોનું સુશોભન ઉમેરાયું, જેમાંથી પ્રેરણા મેળવીને ઓરિસ્સાના કોણારક મંદિરને સૂર્યના ભવ્ય રથને ઘાટ અપાયો હતો. ઉત્તર-ચોળકાલીન ૧૨ મી ૧૩ મી સદીનાં શિલ્પોના સરસ નમૂના ચિદંબરમનાં ગોપુરના ગવાક્ષોમાં કંડારેલા વૃષવાહન કલ્યાણસુંદર, વીણાધર, ત્રિપુરાતક વગેરે મૂર્તિ શિલ્પમાં જોવા મળે છે. એ ગેપુરોના નૃત્યથર કલાત્મક હોવા ઉપરાંત ભરતમુનિના “નાટયશાસ્ત્રમાં વર્ણિત નૃત્યમુદ્રાઓની વ્યાખ્યા પ્રસ્તુત કરે છે. એમાં પણ હસ્ત, કરણ, સ્થાન અને અંગહારોને લગતાં સ્પષ્ટીકરણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ નૃત્ય-પટ્ટ તત્કાલીન નૃત્યકલાના ઉત્કર્ષના પુરાવારૂપ છે. દારાસુરમાંથી મળેલાં શંખ અને પદ્મનાં સુંદર માનુષાકાર આલેખ, ચામરધારી દેવી, શરભ, નન્દિકેશ્વર, નાગરાજ અગત્ય, ગજાંતક વગેરે નોંધપાત્ર શિલ્પ મળ્યાં છે. ઋષિપત્ની અને ભૂતગણે સહિતને કંકાલસમૂહ ત્યાંનું ઉત્તમ શિલ્પ ગણાય છે. એ સમૂહમાંની બે યુવાન કન્યાઓનાં દેહ પરથી સરી જતાં વસ્ત્રો બતાવવામાં કલાકારે ભારે કૌશલ બતાવ્યું છે. પટ્ટીશ્વરમ, તિરુવલંજુળી, ત્રિવિડેમરુડૂર, તિરુચંગાટ્ટાંગુડી જેવાં સ્થાનેાએથી પણ દક્ષિણી કલાસિદ્ધોની કૌર્તિરૂપ એળકલાનાં સંખ્યાબંધે શિલ્પો મળી આવ્યાં છે. ઉત્તરકાલમાં ચોળકલાનો પ્રભાવ પાંડ્ય અને વિજયનગરની કલા પર પડેલ જોવા મળે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy