SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૨ઃ ધાતુશિ ૨૧૧ એમ ભિંગમાં ઊભેલા દર્શાવ્યા છે. મસ્તક પરનો વિશિષ્ટ ઘાટને મુકુટ દેહ પર ધારણ કરેલ કંઠબંધ, કંઠહાર, યજ્ઞોપવીત, કટિસૂત્ર અને ઊર્જાલક સાદા શિલ્પને અભિનવ ઘાટ અર્પણ કરે છે. આ શિલ્પ અમદાવાદમાં શ્રી ગૌતમ સારાભાઈના સંગ્રહમાં છે. મદ્રાસના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત કુરમ ગામમાંથી મળેલ ૮ મી સદીનું નટેશનું શિલા નોંધપાત્ર છે. અહીં શિવ ઊધ્વજાનુ નૃત્યમુદ્રામાં અંકિત કરેલા છે. આ શિલ્પનાં મુખ્ય લક્ષણો તેની સાદી છતાં આકર્ષક અલંકરણપદ્ધતિ, જટા અને અલકલટો આવિર્ભાવ તથા તે અંગેની ઝીણી ઝીણી વિગતોના આલેખનમાં રહેલ છે. સામાન્યત: આ પ્રકારના શિલ્પમાં શિવના ડાબા હાથમાં જવાલા આપવામાં આવે છે, જ્યારે અહીં તેમણે નાગ ધારણ કર્યો છે. શિવનટરાજની મૂર્તિ એના પ્રકારમાં આ મુદ્રામાં આ એક જ પ્રાપ્ત ધાતુશિલ્પ છે. વળી આ મ્યુઝિયમમાં સંગૃહીત કિલાપૂડનુર ગામેથી મળેલ વિષપાન કરતા શિવ અને નાગપટ્ટનમૂમાંથી મળેલ બોધિસત્વ મૈત્રય-આ બંને શિલ્પા પણ ૮મી સદીનાં પલ્લવશૈલીનાં નમૂનેદાર શિલ્પો છે. તિરુવલનગડુમાંથી પ્રાપ્ત થયેલ અને મદ્રાસના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત કરેલ સમસ્કંદ તરીકે ઓળખાતું એક નાના કદનું સુંદર ધાતુશિલ્પ આદ્ય-ચોળ શૈલીનું ૯ મી સદીનું નમૂનેદાર શિલ્પ છે. આ શિલ્પની બનાવટમાં પલ્લવશૈલી ચોળશૈલીમાં સંક્રાંત થતી જણાય છે. આમાં તેનાં કેટલાંક દ્યોતક લક્ષણો પ્રતિબિંબિત થાય છે. આ દેવદંપતીયુગલના શિલ્પની રચના-પદ્ધતિ કાંચીપુરના વૈકુંઠપેરૂમાલ મંદિરમાં આવેલા પલ્લવ રાજા નન્દીવર્મના સમયનાં શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. સમસ્કંદ શિવે હાથમાં ફૂલ અને કપાલ ધારણ કરેલાં છે. શૂલનો આકાર પલ્લવ શૈલીને છે. તે જ રીતે દેવી ઉમાના મસ્તક પરના મુકુટ તથા તેની પાતળી છતાં છટાદાર દેહયષ્ટિ પલ્લવશૈલીનાં લક્ષણો પ્રકટ કરે છે. તિરુવરંગુલમથી પ્રાપ્ત થયેલ નટરાજનું ૧૦ મી સદીનું શિલ્પ પણ આદ્ય-ચોળશૈલી ધરાવે છે. સમય જતાં આ શૈલીએ નટરાજનાં સર્વોત્તમ શિલ્ય ઘડાયાં. ૬) પૂર્વ-મધ્યકાલ આ કાલપટ દરમ્યાન શ્રેષ્ઠ ભારતીય ધાતુશિલ્પો ઘડાયાં. ઈસુની ૧૧મી-૧૨મી સદીનાં ધાતુશિલ્ય પૈકીનાં કેટલાંક શિલ્પમાં અજોડ અને અભિનવ અંગભંગી તેમજ પરિપૂર્ણ નાની બાબતમાં બંગાળમાં અગાઉનાં પાલ શૈલીનાં ધાતુશિલ્પને મુકાબલે વિશેષ પ્રગતિ સૂચક ચિહ્નો જોવા મળે છે. મધ્યમ કદનાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy