SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫. બાલ શિ - પ્રાચીનકાલમાં ભારતના વિદેશો સાથે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો અને સંપર્કો ચાલુ હતા. એને લઈને પરસ્પર થયેલાં આદાનપ્રદાનમાં ભારત, મિસર, ઈરાન અને મધ્યએશિયાની અનેક સમાન અલંકરણની પરંપરા જોવા મળે છે. - આમાંથી કેટલાંક લક્ષણોના સમન્વયથી દરેક દેશમાં કેટલાંક સમાન રૂપપ્રતીકો-કલા પ્રતીક (સુશોભન ઘટકો) પ્રયોજાયાં. આવાં રૂપપ્રતીકોમાં ઈહામૃગ-મિશ્ર આકારનાં વ્યાલ રૂપાંકને સુમેર, એસિરિયા, મેસોપોટેમિયા, કીટ, લિબિયા, ફીનિશિયા, ઈરાન (હખામની) વગેરે સંસ્કૃતિની કલામાં જોવામાં આવે છે. “વ્યાલ” નામથી જાણીતાં થયેલાં આ રૂપાંકનના અનેકવિધ પ્રકારો ભારતીય મધ્યકાલીન શિલ્પગ્રંથોમાં પણ સંગૃહીત થયા છે; દા. ત. અપરાજિતપૃચ્છા નામના ગ્રંથ (૨૩૩,૪-૬)માં ભાલના સિંહવ્યાલ, ગજવ્યાલ, અશ્વવ્યાલ, નરવ્યાલ, વૃષવ્યાલ, મેષવ્યાલ, શુકડ્યાલ, મહિષવ્યાલ, વૃષભમચ્છ, હસ્તિમચ્છ, અશ્વમચ્છ, નરમચ્છ વગેરે ૧૬ પ્રકારો અને દરેકના સોળ સેળ ઉપભેદો સાથે ૨૫૬ પ્રકારનાં બાલશિલ્પની ચર્ચા આપેલી છે. ભરત, સાંચી, મથુરા, ગંધારાદિ કલાઓના નમૂનામાં આવાં સેંકડો વાલ-ઈહામગ અંકિત થયેલાં જોવામાં આવે છે. ઈહામૃગો કે વ્યાલશિલ્પોની ભારતીય પરંપરા ટ્વેદ (૭-૧૦૪-૨૨) જેટલી જૂની છે. ત્યાં મનુષ્ય સ્વભાવનું વર્ણન કરતા એના છ પ્રકારો ઉલૂક, શુશુલુક, શ્વા, કોક, સુણ, વૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે - જે મુખ-વિકૃતિ નીપજે તેનાં તે ઘાતક રૂપ હોય તેમ જણાય છે. વ્યાલનાં અન્ય જાણીતાં દષ્ટાંતો નીચે પ્રમાણે છે: ૧) સાક્ષસિંહ | સિંધુસાગર-સંગમ સમીપ પર્વત પર નિવાસ કરતા આ ઈહામૃગની વાત વાલ્મિકી રામાયણ(કિષ્કિન્ધાકાંડ, ૪, ૨, ૧૦) માં આવે છે. સંભવત: ઈરાન અને મેસોપોટેમિયાના મહાકાય સપક્ષસિંહના કલાત્મક રૂપના પરિચયને આમાં પડઘો પડ્યો હોય તેમ મનાય છે. સાંચીના પશ્ચિમ તોરણનાં અને મથુરા તથા અમરાવતીના સૂપ - ઉપરનાં શિલ્પમાં સાક્ષસિંહ અંકિત છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy