SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ અનુમૌર્યકાલીન શિલ્પકલા કરવાની પદ્ધતિ વગેરે બાબતે હાથવગી હતી અને બુદ્ધ તેમજ બોધિસત્વની ઊભી મૂર્તિ બનાવવા માટે એને અપનાવી લેવાય એવી સરળ હતી. વળી બુદ્ધની મૂર્તિની પૂર્ણતા માટે આવશ્યક બીજાં લક્ષણો મથુરાના ધાર્મિક વાતાવરણ અને પ્રચલિત કલા પ્રતીકોમાંથી પ્રાપ્ત કરી શકાય એમ હતાં. ઉણીષ, ઊર્ણા, અભયમુદ્રા અને પદ્માસન યોગી પરંપરામાંથી લેવામાં આવ્યાં. ચામરધારી અનુચર, છત્ર, સિંહાસન અને પુષ્પવૃષ્ટિ કરતી દિવ્ય આકૃતિઓ ચક્રવતીના મૂર્તિવિધાનમાંથી લેવામાં આવ્યાં. યોગી અને ચક્રવતી તત્ત્વોનું બુદ્ધિપૂર્વકનું એકીકરણ કરવાથી બુદ્ધ–બોધિસત્ત્વની - નવીન મૂર્તિનું નિર્માણ થયું. ચાર સિંહોની પીઠ પર આધારિત ધર્મચક્ર મૌર્યકાલથી બૌદ્ધ ધર્મના એક વિશિષ્ટ પ્રતીક તરીકે પ્રસિદ્ધ હતું, તેને નવીન પ્રતિમામાં પીઠ પર સ્થાપવામાં આવ્યું. ઈરાની દેવતાઓની પાછળ કરવામાં આવતા તેજચક્ર કે પ્રભામંડળને બુદ્ધની મૂર્તિમાં અપનાવી લેવાયું. આ મૂર્તિવિધાન કોઈ એકાદ દિવસના પ્રયત્નનું પરિણામ સંભવી શકે નહિ. કોઈ ગમે તેવી પ્રતિભા ધરાવતે એકલદોકલ શિલ્પી પણ કોઈ વિશિષ્ટ ગ્રાહકની વિનંતીના જવાબમાં તરત જ બેસી જાય અને -કોઈ ધાર્મિક મૂર્તિના યથાર્થ નિશ્ચિત નિયમો ઘડી કાઢે એ શકય નહોતું. વસ્તુત: સમગ્ર સમુદાયની અનેક વર્ષોની ભકિતભાવનાભરી અંત:સ્ફરણાથી જ મૂર્તિવિધાન થાય છે. મથુરાના ધાર્મિક વાતાવરણનું વસ્તુલક્ષી પૃથક્કરણ કરતાં જણાય છે કે બુદ્ધની મૂર્તિને માનુષ-સ્વરૂપ આપવા માટે આવશ્યક લક્ષણો તો મથુરામાં ઘણે વહેલેથી પ્રચલિત હતાં અને એ જૈન તથા બ્રાહ્મણ મૂર્તિઓને પણ લાગુ પાડવામાં આવ્યાં હતાં. એટલે રાજ કે બૌદ્ધ સંઘ કે બંનેના સંયુકત નિર્ણયથી બુદ્ધને માનુષ સ્વરૂપે વ્યકત કરવા પરનાં સ્વયં ધારણ કરેલાં નિયંત્રણ આપોઆપ ઊઠી જતાં બુદ્ધની મૂર્તિ ઘડવાનાં દ્વાર ખૂલી ગયાં ને એ લક્ષણો બુદ્ધની મૂર્તિને લાગુ પડાયાં. આ બાબત કુષાણનરેશ કનિષ્કના રાજ્યકાલના ત્રીજા વર્ષમાં ઘડાયેલ ભિક્ષુબલ(કૃત) બોધિસત્ત્વમૂર્તિ પરથી સૂચિત થાય છે. આ ભવ્ય કદનું એક મોટા કદની છત્રી ધરાવતું બાવલું સારનાથના એક ભવ્ય થાંભલા પર ઊભું છે. આ બાવલું (આકૃતિ ૨૫) સ્પષ્ટત: મથુરામાં અને સંભવત: મુખ્ય ધર્માધિકારી ભિક્ષુબલની દેખરેખ અને દોરવણી નીચે તૈયાર થયેલું જણાય છે. તેથી એની સાથે બિલનું નામ સંકળાયેલું છે. મહાયાન સંપ્રદાયના ઉપાસકોની મૂર્તિઓ માટેની દિનપ્રતિદિન વધતી જતી માંગના સંદર્ભમાં મથુરાના કલાસિદ્ધોએ ત્યાંના ધર્માચાર્યોની દોરવણી નીચે બુદ્ધની અને બોધિસત્વોની વૈવિધ્યપૂર્ણ મૂર્તિ બનાવવામાં અપૂર્વ કૌશલ દાખવ્યું. આમ બુદ્ધ-પ્રતિમા એ મથુરાના મહાન શિલ્પીઓનું મૂળભૂત પ્રદાન હોવાનું જણાય છે. એટલું જ નહિ, ભાગવત, પાશુપત, જૈન, સૈર, શાકત વગેરે કાળબળે પ્રચલિત
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy