SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાણીના શિક્ષકો પ્રવાહીપણું સ્પષ્ટ નીતરે છે. જેને માર્શલ પ્રથમ પદ્ધતિને અહીંની દેશી(indigenous) તથા બીજીને પરદેશી ક્લાની અસર નીચે વિકાસ પામેલી હોવાનું જણાવે છે. ગમે તેમ પણ બંનેમાં ત્રિપરિમાણના પ્રશ્નને ભારતીય કલાકારે સુંદર રીતે અહીં હલ કર્યો છે. આ દૃષ્ટિએ સાંચીનો સ્તૂપ નં. રની વેદિકા પરનાં શિલ્પો ભરતનાં ઉપરોકત શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. પદ્મલતાના સ્વભાવિક વેગ અને હલનચલન તેમજ મનુષ્યની અંગભંગીનાં હલનચલન એક સરખાં નિરૂપવાને અહીં પ્રયાસ નજરે પડે છે. છે બેધગયા-વેરિકાનાં શિ બોધગયા એ ઉત્તર પ્રદેશના પ્રાચીન ઉરુવિઘ ગામ પાસે આવેલ રથાન છે, જયાં બુદ્ધને સમ્બોધિ(બુદ્ધત્વ) પ્રાપ્ત થયું હતું. અહીં જ ઋષિ કશ્યપ અને સુજાતાનું ઘર હતું. અહીં અશકે બોધિગ્રહ બંધાવ્યું હોવાનું કહેવાય છે. પીપળાના જે વૃક્ષ નીચે બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું તે સ્થાન બોધિવૃક્ષની આસપાસ બોધિમડ (આસન) રચાયું હતું. આ સ્થાન હમણાં નવનિર્માણ પામ્યું ત્યારે એના પાયામાંથી પ્રાચીન બોધિમષ્ઠના અવશેષો મળી આવ્યા હતા. આ આસન ચુનારના બલુઆ પથ્થરમાંથી બનાવેલું છે અને એ પર મર્યકાલીન એપ છે. ભરહતના શિલ્પચિત્રમાં બતાવ્યા પ્રમાણે એની આગળ ચાર સ્તંભો પણ છે. આ બોધિવૃક્ષની ચોતરફ અશોકે ઈંટેરી વેષ્ટિની(વાડ) બનાવી હતી. શુંગાલમાં વેદિકાના સ્તંભે, સૂચિ અને ઉણીષ પાષાણનાં બનાવવામાં આવ્યાં હતાં. એને વિન્યાસ સાંચી અને ભારહતના જે સર્વથા અલંકૃત હતો. એના પરના ઉત્કીર્ણ લેખો દ્વારા જાણવા મળે છે કે એના નિર્માણમાં ઈન્દ્રાગ્નિમિત્ર અને બ્રહ્મમિત્રની રાણીઓએ આ અંગે દાન આપ્યું હતું. આ વેદિકામાં કુલ ૬-૮” ઊંચાઈની ૬૪ ખંભિકાઓ હતી અને વેદિકાની કુલ ઊંચાઈ લગભગ ૧૦ ફૂટ હતી. એની પદ્મવર વેદિકાની ઉષ્ણીષ પર પદ્મવલ્લરીનાં અંકન હતાં તથા ખંભિકાઓ સુરજમુખી પુષ્પોથી અંકિત કરેલી હતી. એના પર ઉત્તરકુરુ પ્રદેશની કલ્પલતા કે કલ્પવૃક્ષનાં આલેખને, બતકકથાઓ તથા બુદ્ધના જીવનના ઐતિહાસિક પ્રસંગોનું આલેખન થયેલું હતું. અહીંનાં સુશોભન-શિલ્પોમાં વેદિકાની અષ્ટકોણીય તંભિકાઓ પર અગ અને પૂઠ ભાગે મિથુન (યુગલો) તથા વિવિધ પુષ્માભરણોના પ્રસવ-પ્રસંગોનાં દશ્યો કોતરેલાં છે. આમાંનાં કેટલાંક નોંધપાત્ર છે. દા.ત. આસનસ્થ મિથુનમૂર્તિ, એક પુરુષ અને બે સ્ત્રીઓનું સંવનન, ગજલક્ષ્મી, બોધિમંચ, બોધિવૃક્ષની પૂજામાં નિમગ્ન યુગલ,
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy