SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા ઝાંસી જિલ્લામાં બેતવા નદીના કાંઠે આવેલું દેવગઢનું વિષ્ણુનું (દશાવતાર) મંદિર તેના દ્વાર પરના છ પટ્ટોમાં કંડારેલાં વિવિધ સુશોભન-શિલ્પો અને ગર્ભગૃહની ત્રણ દીવાલોની મધ્યમાં કરેલ ત્રણ રથિકાઓમાં અનુક્રમે ગજેન્દ્રમોક્ષ, નર-નારાયણ અને શેષશાયીવિષ્ણુની મૂર્તિઓ તથા મંદિરની જગતીપીઠ પરનાં રામ અને કૃષ્ણકથાને લગતાં દશ્યોને લઈને પ્રસિદ્ધ છે. આ શિલ્પમાં ગુપ્તકલાની સર્વોત્તમ અભિવ્યકિત થઈ શકી જણાતી નથી. શેષશાયી વિષ્ણુની મૂર્તિમાં વિષ્ણુ શેષનાગ પર સૂઈ રહ્યા છે. નાગને ઉપરને અર્ધ ભાગ ફેણ સાથે ઊઠેલો છે. દેવે કિરીટમુકુટ, કુંડળ, હાર, કેયૂર, વનમાળા અને કંકણ ધારણ કર્યા છે. પગ પાસે બેસીને લક્ષ્મી-પાદસેવન કરી રહી છે. એમની સમીપ બે આયુધ-પુરુષો ઊભા છે. આસન નીચે ભૂમિદેવી તથા અનેક આયુધ-પુરુષ કંડારવામાં આવ્યા છે. ઉપરના ભાગમાં વિષણુની નાભિમાંથી નીકળેલા કમળ પર બ્રહ્મા બેઠા છે, જેમના જમણા હાથમાં કમંડળ છે. જમણી બાજુએ રાવત પર બેઠેલ ઇન્દ્ર અને મયૂરવાહી કાર્તિકેય દૃષ્ટિગોચર થાય છે. ડાબી બાજુ શિવ-પાર્વતી જણાય છે. અનાશાયી વિષણુની આ પ્રતિમા કલાત્મક છે. આવી એક મૂર્તિ ઉદયગિરિની ૭મી ગુફામાં કંડારેલી છે, જેમાં લક્ષ્મી અને બ્રહ્માનો અભાવ જોવા મળે છે. જગતી પીઠ પરનાં રામ-કથા દશ્યોમાં અગત્યમુનિના આશ્રમમાં રામ, સીતા અને લક્ષ્મણનું આગમન, અહલ્યોદ્ધાર, શૂર્પણખાના નાકનું છેદન, વાલસુગ્રીવસંગ્રામ, સેતુબંધની તૈયારી, હનુમાન દ્વારા સંજીવની-પહાડ લઈ આવવો વગેરે અને કૃષ્ણ-કથામાં કૃષ્ણ જન્મ, નંદ-યશોદા દ્વારા કૃષ્ણ અને બળરામનું લાલન-પાલન, શકટલીલા, કૃષ્ણ-સુદામાનું સખ્ય વગેરે પ્રસંગો અંકિત થયા છે. | ગુપ્તકાલમાં શિવલિંગની પૂજાને વ્યાપક પ્રસાર હતો. આ કાલનાં વિશેષત: એકમુખ લિંગ મળે છે. એના સુંદર નમૂના મધ્ય ભારતમાં જબલપુર પાસે આવેલ બઇ અને ભૂમરામાંથી ઉપલબ્ધ થયા છે. ખેહના એકમુખ લિંગમાં વિશાળ રત્નજડિત મુકુટ, જટાજૂટ ઉપર મધ્યમાં અર્ધચંદ્ર, જટાજૂટમાંથી નીકળીને ખભા પર પ્રસરતી કેટલીક લટો, લલાટ પર તૃતીય નેત્ર, કાનમાં કુંડળ અને કંઠમાં હાર, ખૂબ સુંદર રીતે બનેલાં આંખ, નાક અને હોઠ મૂર્તિને અનોખી ભવ્યતા આપે છે. મંદિરમાંથી મળેલ અષ્ટમુખી લિંગમાં લિંગના મધ્ય ભાગમાં ચાર મુખ અને એની નીચેના ભાગમાં ચાર મુખ બનાવેલાં છે. મથુરા અને બિહારમાં ઘણી જગ્યાએથી આ પ્રકારનાં આ સમયમાં એકમુખ લિંગ મળેલાં છે. કેટલાંક ગુપ્તકાલીન દિમુખ અને પંચમુખ શિવલિંગ પણ આ વિસ્તારમાંથી મળ્યાં છે. | વિદિશામાંથી મળેલી અને દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત હરિહરની સંયુકત પ્રતિમા, જટાજૂટ અને મુકુટ તથા હાથમાં ધારણ કરેલ આયુધોને લઈને
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy