SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાણીને શિલ્પકલા સળી વડે રોગી વાંદરાઓની આંખમાં દવા લગાવી રહ્યો છે. જાતકો ઉપરાંત મહાભારતની પણ કોઈ કોઈ કથા વેદિકાસ્તંભ પર અંકિત થઈ છે. નિધર્મનાં શિ મથુરા બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મનું પણ કેન્દ્ર હતું. મથુરામાંથી એક શુંગકાલીન અને એક કુષાણકાલીન એમ બે જૈન સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. આ જૈન સ્તુપ રચના પરત્વે બૌદ્ધ સ્તૂપે જેવા હતા. સ્તૂપની ચારેય તરફ તીર્થકરોની મૂર્તિઓ ચોડેલી હતી. વળી બીજી પણ વિવિધ મૂર્તિઓ અને શાલભંજિકાઓનાં સુશોભન-શિલ્પ એમના પર મૂકવામાં આવ્યાં હતાં. હાલ આ બધા અવશે લખની મ્યુઝિયમમાં સંગૃહીત છે. પ્રસ્તુતકાલનાં જૈન શિલ્પમાં તીર્થકરોની પ્રતિમાઓ અને આયાગપટ્ટો નોંધપાત્ર છે. “કંકાલી ટીલામાંથી મળેલ તીર્થ કર પ્રતિમાઓ કાઉસગ્ગ મુદ્રામાં ઊભેલી, પદ્માસનમાં બેઠેલી, સર્વતોભદ્ર સ્થિતિમાં ઊભેલી, ચૌમુખી અને સર્વતોભદ્ર સ્થિતિમાં બેઠેલી જોવા મળે છે. પહેલા અને ત્રીજા પ્રકારની ઊભેલી પ્રતિમાઓ દિગમ્બર અવસ્થામાં ને એમના હાથ લતાહર્તસ્થિતિમાં છે. બેઠી મૂર્તિમાં પદ્માસનસ્થ બંને હાથ યોગમુદ્રામાં છે. તીર્થકરોની આ કુષાણકાલીન પ્રતિમાઓ પર ઉત્તરકાલમાં જોવા મળે છે એવાં કોઈ લાંછન (ઓળખ માટે વિશિષ્ટ ચિહનો જોવા મળતાં નથી, પણ છાતી પર શ્રીવત્સનું ચિહન અને મસ્તકની પાછળ પ્રભામંડળ કરેલું છે. શ્રીવત્સના કારણે આ મૂર્તિઓ બુદ્ધની મૂર્તિથી જુદી પડી આવે છે. આ કાલની ઉપલબ્ધ પ્રતિમાઓ પૈકી ક્ષભદેવ, ૭મા તીર્થંકર સુપાર્શ્વનાથ, ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ અને ૨૪ મા તીર્થંકર મહાવીર સ્વામીની પ્રતિમાઓ ખાસ ધ્યાન ખેંચે છે. આમાં ક્ષભદેવ(આદિનાથ)ના સ્કંધભાગ પર વાળની લટો અને પાર્શ્વનાથના મસ્તકના પાછલા ભાગમાં નાગફણાનું છત્ર જોવા મળે છે. મથુરામાંથી મળેલ આયોગપટ્ટો જૈનકલામાં વિશિષ્ટ ભાત પાડે છે. કલાની દૃષ્ટિએ એ અત્યંત સુંદર અને દર્શન માત્રથી નેત્ર અને ચિત્તને પ્રસન્ન કરનારા છે. આયાગપટ્ટ એટલે “આર્યકપટ્ટ”, અર્થાત્ પૂજા માટે સ્થાપેલો શિલ્પપટ્ટ. આયાગપટ્ટોમાં પ્રતીક અને પ્રતિમાનો સમન્વય થયેલો જોવા મળે છે. આ પટ્ટો ગોળ કે ચોરસશિલામાં અંશમૂર્તસ્વરૂપે કંડારેલા છે. એમાં મધ્યમાં તીર્થંકરની બેઠેલી આકૃતિ કંડારી ફરતાં જૈન પરંપરામાં પ્રચલિત મહાસ્વસ્તિક, મંગલકુંભ, ચક્ર, ત્રિરત્ન, શ્રીવત્સ, મીનમિથુન વગેરે પ્રતીક ચિહ્ન કંડારવામાં આવતાં. આવા આયાગપટ્ટો સ્તૂપના પ્રાંગણમાં ઊંચી પીઠ પર સ્થાપવામાં આવતા. મથુરામાંથી મળેલા કેટલાક આયાગપટ્ટો ત્યાંના અભિલેખ પરથી નર્તકી કે ગણિકાએ સ્થાપેલા હોવાનું જણાય છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy