SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : અનુસૌય કાલીન શિલ્પકલા પરથી પસાર થાય છે. તેમની બંને બાજુ એક એક ચામરધારી પુરુષ ઊભેલ છે. તેમની વેશભૂષા તત્કાલીન ગૃહપતિ જેવી છે. ઉપર બંને ખૂણામાં આકાશગામી દેવા બુદ્ધ પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. બુદ્ધના સિંહાસન પર નીચેના ભાગમાં મધ્યમાં સન્મુખ જોતા એક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોતા બીજા બે મળીને કુલ ત્રણ સિંહા કંડાર્યા છે. અન્યોરની મૂર્તિ આને ઘણે અંશે મળતી આવે છે. એમાં મસ્તક સહિતના ઉપરના ભાગ તૂટી ગયા છે. કટરાની મૂર્તિને, બુદ્ધની મૂર્તિનાં લક્ષણા ધરાવતી હોવા છતાં, નીચેની પાટલી પરના લેખમાં બોધિસત્ત્વની પ્રતિમા કહેવામાં આવી છે. મથુરામાંથી સાત માનુષી બુદ્ધો પૈકી કાશ્યપ બુદ્ધની ખંડિત મૂર્તિ મળી આવી છે. એ ઊભી મૂતિ તત્કાલીન બોધિસત્ત્વ મૃત્રયની મૂર્તિ એને મળતી આવે છે. બૌદ્ધ પરંપરામાં ચૈત્રય હવે પછી થનારા આઠમા માનુષી બુદ્ધ છે. તેમની મૂર્તિ એમાં વેશભૂષા અને સજાવટ તત્કાલીન ભદ્રેસમાજના ગૃહસ્થ જેવી છે. મૈત્રેયના ડાબા હાથમાં અમૃતકલશ અને જમણે હાથ અભય મુદ્રામાં હેાય છે. મથુરામાંથી કુષાણકાલના બે બૌદ્ધ સ્તૂપાના અવશેષ મળી આવ્યા છે. આ રૂપાના ઘાટ, એમનાં તારણા અને વેદિકા, ભરહુત અને સાંચીની સરખામણીમાં કદમાં નાનાં છે. વેદિકાના સ્તંભા અને સૂચિઓ પર વિવિધ મનહર શિલ્પસુશાભના કંડારેલાં છે. કેટલાક સ્તંભોની કિનાર અષ્ટકોણાકૃતિમાં કોતરેલી છે ને એના અગ્ર અને પૃષ્ઠભાગે સુંદર કમલાકૃતિએ કરેલી છે. ગંધારની જેમ મથુરામાં પણ ભગવાન બુદ્ધના જીવનની ઘટનાઓ કંડારાયેલી જોવા મળે છે. એમાં ચાર મુખ્ય ઘટનાઓ ૧) જન્મ, ૨) સમ્બાધિ, (૩) ધર્મચક્રપ્રવર્તન અને ૪) મહાપરિનિર્વાણ અંકિત કરવા ઉપરાંત ત્રણ ગૌણ ઘટનાએ ૧) ઇન્દ્રને ભગવાન બુદ્ધનાં દર્શન, (૨) બુદ્ધનું યત્રિંશ સ્વર્ગમાં જઈ માતાને જ્ઞાન આપી પાછા આવવું અને ૩) લાકપાલાનું બુદ્ધને ભિક્ષાપાત્ર-અર્પણ પણ કંડાર પામી છે. અન્ય શિલ્પામાં ઉફૂલ્લ કમળમાં એક જગ્યાએ ગજારોહી બે પુરુષો અને બીજી જગ્યાએ સુંદર સ્ત્રીમસ્તક જોવા મળે છે. એમાં સ્ત્રીનાં શિરોવેષ્ટન અને કેશકલાપ આકર્ષક છે. જાતકથાના એક દૃશ્યમાં પર્ણશાલાની સન્મુખ એક મુનિ એમની સામે અર્ધચંદ્રાકારે બેઠેલાં સાપ, હરણ, કાગડો અને કબૂતરને અનુક્રમે ક્રોધથી, ભયથી, લાભથી અને કામથી દૂર રહેવાના ઉપદેશ આપી રહ્યા છે. આ દૃશ્યની ઉપર નૃત્ય કરતી શાલભંજિકાનું શિલ્પ કંડારેલું છે. એક સ્તંભ પર એક ભિક્ષુ છત્ર ઓઢીને બેઠો છે. તેની ઉપરના ભાગમાં વાનરોના આતુરાલય (ઈસ્પિતાલ)માં એક ચિકિત્સક વાનરો
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy