SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ભારતીય પ્રાચીન શિલપકલા સુરમર્દિનીનાં શિલ્પો છે, જયારે ડાબી બાજુના દ્વારપાળની બાજુની રથિકામાં પણ ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ કંડારી છે. આમાં ડાબી બાજુને દ્વારપાળ અને ચતુર્ભુજ વિષણુ બંનેનાં શિલ્પ સ્થૂળ, ભાવરહિત, અને પ્રાચીન શૈલીના સ્વરૂપનાં છે. એમાંનો દ્વારપાળ તે મથુરાના કુષાણકાલીન યક્ષ જેવો લાગે છે. જમણી બાજુને દ્વારપાળ અને વિષ્ણુ તથા મહિષમર્દિની દેર્વેનાં શિલ્પો ગુપ્તકાલની કલા તરફ ઝૂકેલાં, પરિષ્કૃત અને શરીરની માંસલતાની બાબતમાં અપેક્ષાકૃત સજીવ છે. આમાં પણ દુની મૂર્તિ કલા અધિક વિકસિત જોવા મળે છે. આથી આ ગુફાના ડાબી બાજુનાં શિલ્પો ચંદ્રગુપ્ત ૨ જાના સમયના પૂર્વકાલમાં અને જમણી બાજુનાં શિલ્પ એના ઉત્તરકાલમાં કંડારાયાનું મનાય છે. આ ઉપરાંત ગુફા નં. ૭ માં શેષશાયી વિષણુનું ભવ્ય શિલ્પ, ગુફા નં. ૮ના પ્રવેશદ્વાર પરના બે અર્ધસ્તંભો પરનાં ગણેશ અને માહેશ્વરીનાં શિલ્પ, ગુફા નં. ૯ માં છતને ટેકવતા ચાર સ્તંભનાં શીર્ષ પરના પક્ષધારી શૃંગયુકત ચાર પશુઓનાં શિલ્પ, ગુફા નં. ૧૨માં કંડારાયેલું નૃસિંહનું શિલ્પ એ સર્વ પ્રાચીન અને વિકસિત કલાપરંપરાના મિશ્રણરૂપ છે. મધ્ય ભારતમાં સાગર જિલ્લામાં એરણમાંથી ગુપ્તકાલીન ત્રણ મંદિરના અવશેષો મળ્યા છે. ૫ મી સદીના અંત સમયનાં આ સ્મારકોમાં ગુપ્તકલાનું આથમનું સ્વરૂપ વ્યકત થયું છે. નૃસિંહ મંદિરમાં પ્રતિષ્ઠિત ૭ ફૂટ ઊંચી નૃસિંહ મૂર્તિ સાધારણ પ્રકારની છે. વરાહ મંદિરની ૧૧ ફૂટ ઊંચી વરાહની મૂર્તિ એની તુલનાએ કલાપૂર્ણ છે. એમાં વરાહ અવતારનું પશુ-વરાહ સ્વરૂપે અંકન થયું છે. એમાં પણ એક દાંત પર સ્ત્રી-રૂપ પૃથ્વી ધારણ થતી જોવા મળે છે. વરાહના મુખ સિવાયના ભાગ પર આડી હરોળમાં નાના કદની મનુષ્યાકૃતિઓ કંડારી છે. વિષણુ મંદિરની ૧૩ ફૂટ ઊંચી વિષ્ણુ પ્રતિમા પણ કલાની બાબતમાં નૃસિંહ જેવી ઊતરતી કક્ષાની છે. એરણનાં મંદિરોનાં સ્તંભથી પુષ્પલતા, સર્પો અને પશુઓની આકૃતિઓથી સુશોભિત છે. એમાં પતન પામતી ગુપ્તકલાનાં સ્પષ્ટ પ્રમાણ મળે છે. એમાં ગુરુડ અને વરાહનાં અંશમૂર્ત શિલ્પ નોંધપાત્ર છે. એક સ્તંભશીર્ષ પર દિભુજ ગુરુડ હાથમાં સર્પ લઈ ઊભેલ છે. એના અંકનમાં ગુપ્તકલા-સૌષ્ઠવ ઘણે અંશે જળવાયું છે, પણ દેહ સ્થૂળ બની ગયો છે. વરાહ તે એટલો સ્થળ બની ગયો છે કે તે તે હાથી જેવો જ દેખાય છે. એના દેહસૌષ્ઠવના ઘડતર પ્રત્યે શિલ્પીએ ઘણી બેદરકારી બતાવી છે. તેવી રીતે ગુપ્તકાલમાં નારીની કાયા કમનીય બનાવવાનું વ્યાપક વલણ, જે ઉદયગિરિની વરાહ મૂર્તિમાં સ્પષ્ટપણે જોવા મળે છે, તે આ મૂર્તિની પૃથ્વીના દેહસૌષ્ઠવમાં કયાંય દેખાતું નથી.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy