SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : ગુપ્ત-વાકાટેકકાલનાં પ્રશિષ્ટ શિષે પ્રથમ નિશ્ચિત થતું જણાય છે. મધ્ય ભારતનાં મેટા ભાગનાં મંદિરો અને અન્ય પ્રદેશનાં મંદિરોમાં પણ આ સ્વરૂપ તત્કાલમાં અને ઉત્તરકાલમાં વ્યાપકપણે પ્રચલિત થયું છે. ઘણી ગુફાઓની છત ૪ થી ૫ ફૂટ જેટલી માટા કદનાં કમળાથી અલંકૃત કરેલી જોવા મળે છે. મેટા ભાગની ગુફાઓની બહારની દીવાલેા પર અને એમાં કરેલી રિથકાઓ(ગવાક્ષ)માં દેવતાઓનાં શિલ્પો કંડારેલાં છે. એમાં ગુફા ન. ૩, ૪, ૬ અને ૭નાં શિલ્પા વિશેષ ધ્યાન ખેંચે છે. ગુફા નં.૩ના ભવ્ય બારસાખના ઉપરના ભાગમાં કરેલી ત્રણ શિલ્પપટ્ટીઓમાંની સૌથી નીચલી પટ્ટીમાં પાંચ કમળ ક...ડારેલાં છે. એ પૈકીના સહુથી મધ્યના કમળના મધ્યના ગાળ ફલકમાં સિંહ, તેની બે બાજુનાં કમળામાં મકર અને બાકીનાં બેમાં વીણાવાદકો કંડાર્યા છે. આ ગુફાની અંદર શિવલિંગ સ્થાપેલુ છે ને બહારની દીવાલ પર દ્વિભુજ વિષ્ણુનું શિલ્પ મૂર્ત કર્યું છે. ગુફાની સમીપના મંડપ સાથે જોડાયેલી નાની ગુફાની દીવાલ પર અષ્ટમાતૃકાઓનાં શિલ્પ કંડાર્યાં છે. આ ગુફાનાં બધાં શિલ્પા પ્રાચીન શૈલીને અનુસરે છે. ગુફા નં. ૪ની દીવાલા અમૂર્ત શિલ્પાથી, જાણે કે એના પર ગાલીચા પાથર્યો હોય એવી રીતે છાઈ દીધેલી છે. આમાં સુપ્રસિદ્ધ વરાહ અવતારના શિલ્પને પણ સમાવેશ થાય છે. આ શિલ્પ(આકૃતિ ૩૬)માં આખુ` શરીર મનુષ્યનું ને કેવળ મેાં વરાહનું જોવા મળે છે. શાસ્ત્રમાં આને “નુ-વરાહ” કે “આદિવરાહ” કહે છે. દેવના જમણા પગ સીધા ઊભા છે ને ડાબા પગ આદિશેષ ઉપર મૂકેલા છે. આદિશેષની ફણ ઘણી મેાટી અને વિશાળ છે. એમાં આદિશેષ પોતે પુરુષદેહે ઊભા રહી વરાહને વંદન કરતા જણાય છે. વરાહે ડાબા પગના ઢીંચણ પર હાથ ટેકવ્યા છે. જમણા હાથ દેહના પાછળના ભાગમાં જતા બતાવ્યા છે. વરાહના ડાબા ખભા પર હળવેથી બેઠેલી પૃથ્વીના નારીદેહ કમનીય છે. તેણે વરાહના દાંતને ખૂબ સંભાળપૂર્વક પકડયો છે. આવી સુકુમારતા આદિશેષ અને તેની પાછળ ઊભેલ મસ્તક રહિત આકૃતિના દેહમાં પણ વ્યકત થાય છે. વરાહની એક તરફથી ગંગા અને બીજી તરફથી યમુના અવતરીને બંને સંગમ પામી સમુદ્રમાં જઈ મળતી હોવાનું મનેારમ દૃશ્ય કંડાર્યું છે. આમાં ગંગા અને યમુનાને નદીની ધારાએ વચ્ચે ક્રમશ: મકર અને કૂર્મ પર હાથમાં ઘટ લઈ ઊભેલી નારી રૂપે અંકિત કરી છે. વળી સમુદ્રને વરુણદેવ રૂપે પુરુષના સ્વરૂપમાં હાથમાં ઘટ ધારણ કરેલ બતાવ્યા છે. વરાહનું આ સમગ્ર શિલ્પદશ્ય ગુપ્તકલાની મધ્ય ભારતમાં થયેલી સર્વોત્કૃષ્ટ અભિવ્યકિત છે. આ શિલ્પ ૫ મી સદીના પૂર્વાનુ જણાય છે. ગુફા નં. ૬ના દ્વારના બહારના ભાગમાં બંને બાજુ એક એક દ્વારપાળ કે ડાર્યા છે. જમણી બાજુના દ્વારપાળની બાજુની બે રથિકાઓમાં અનુક્રમે ચતુર્ભુ જ વિષ્ણુ અને દશભુજ મહિષા ૧:૩
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy