SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા ખોદકામમાંથી દાઢીવાળા પુરૂષની આકૃતિવાળી માટીની એક નાની તકતી મળી છે. એ સિવાય બીજો કોઈ શિલ્પો પ્રાપ્ત થયાં નથી, પણ ગ્રીકોને લઈને આ પ્રદેશમાં ગ્રીક પ્રભાવવાળી કલાપ્રવૃત્તિ ચાલુ હશે એવું અનુમાન પછીનાં ગ્રીકકલાના પ્રભાવવાળાં ક્ષત્રપકાલીન શિલ્પ પરથી થઈ શકે છે. ગુજરાતમાં ઈ. સ. ૧ થી ઈ.સ. ૪00 દરમ્યાન ક્ષત્રપોની આણ પ્રવતીં. ઉત્તર ભારતના અન્ય પ્રદેશ પર ગુખ કલાને પ્રભાવ ઈ.સ.ની ૪ થી સદીના ઉત્તરાર્ધથી પ્રવાર્યો જ્યારે ગુજરાતમાં એ ૫ મી સદીના પ્રારંભમાં ગુપ્તાની સત્તા પ્રસરતાં પ્રસર્યો. આથી ગુજરાતમાં ૪ થી સદીના અંત સુધીના ચાર સૈકાની કલાને ક્ષત્રપકાલીન કલાને નામે ઓળખવામાં આવે છે. સદ્ભાગ્યે આ કાલની શિલ્પજ્યાના અવશેષો ઠીકઠીક પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આમાં ખડકમાં કંડારેલી ગુફાઓ પર તથા ઈંટેરી સૂપ પર કરેલાં અંશમૂર્ત રૂપાંકન તેમજ દેવતાઓનાં છૂટાં પૂર્ણ મૂર્ત શિલ્પોને સમાવેશ થાય છે. જૂનાગઢ પાસે આવેલ “બાવા પ્યારા” નામે ઓળખાતી ગુફાઓ પૈકી મોટા ભાગની ગુફાઓને મથાળે ત્યાકાર ગવાક્ષો કંડારવામાં આવ્યા છે. એક ચૈત્યગુફાની ઓસરીના છજાને ટેકવતા ઘડાઓમાં સિંહનાં શિલ્પ અને ઓસરીના પ્રત્યેક છેડે દીવાલ પર અલ્પમૂર્ત એક એક પાંખાળા સિંહની આકૃતિ કંડારી છે. આ હરોળના ચોકની બહાર દક્ષિણ તરફની ગુફામાં સ્વસ્તિક, પૂર્ણ ઘટ, કલશ, ભદ્રાસન, શ્રીવત્સ, મીનયુગલ જેવી આકૃતિઓ કે માંગલિક ચિહનો કોતરેલાં છે. ત્રીજી હરોળની ગુફાઓના પૂર્ણ ઘંટાકાર ટોચવાળા સ્તંભ નાસિક-જુન્નરની ગુફાઓના સ્તંભના - ઘાટને અનુસરતા જણાય છે. આ ગુફાઓ ઈ.સ. પૂર્વેની હોવાનું મનાય છે. જૂનાગઢ પાસે ઉપરકોટમાં બે મજલવાળી ગુફા આવેલી છે. અહીં ઉપલા મજલાના સ્તંભના ઘાટ અને તેના પરનાં રેખાંકનમાં વિશિષ્ટ વૈવિધ્ય જોવા મળે છે. અહીંના વેદિકાયુકત ચૈત્યગવાક્ષો બાવાપ્યારાની ગુફાના ગવાક્ષો કરતાં વિકસિત છે. એમાં સ્ત્રીયુગ્મ જાણે બહાર ડોકિયું કરતાં હોય એવી રીતે કંડાર્યા છે. નીચલા મજલાના ઐત્યાકાર ગવાક્ષોમાં પણ નારીયુ કંડાર્યા છે. છતને ટેકવતા તંભનાં રચના-કૌશલ અને સુશોભન-સમૃદ્ધિ ઉત્તમ કોટિનાં છે. સ્તંભની ટોચ પરની પડઘીમાં બે ખૂણે પરસ્પર વિરૂદ્ધ દિશામાં જોતાં બે સિંહયુ વચ્ચે બરાબર મધ્યમાં એક સમ્મુખ સિંહ અને તેની બંને બાજુ એક એક પુરુષાકૃતિ વિવિધ મુદ્રામાં ઊભેલી બતાવી છે. પડઘીની નીચેની શિરાવટીને ઘાટ અષ્ટકોણી પુષ્પ જેવો લાગે છે. એની દરેક પાંખડીમાં વિવિધ અંગભંગીમાં ઊભેલા નારીવૃંદનાં ઉત્કટ ભાવવાહી શિલ્પ કંડાર્યા છે આ સ્ત્રીઓ ઉપરના ભાગમાં વિવસ્ત્ર છે. પરસાળના સ્તંભોની શિરા
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy