SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ઃ રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિલ્પકલા તિરુપ્પર ફુ મૂની ગુફામાં એક સુંદર શિલ્પપટ્ટિકામાં નૃત્ય કરતા શિવનું મનારમ આલેખન છે. શિવ એક હાથમાં નદિધ્વજ ધારણ કરીને “ચતુર” નૃત્ય કર્યું રહ્યા છે. આ નૃત્યને વાદકસમૂહના ગણે, પાર્વતી તથા નદી રસપૂર્વક નિહાળી રહ્યાં છે. સમગ્ર દશ્ય જીવંત અને અત્યંત ભાવપૂર્ણ બન્યું છે. કળુગુમલઈના શૈલગૃહમાં કંડારેલાં શિવ, પાર્વતી, નંદી તથા શિવગણાનાં શિલ્પે પણ એવાં જ જીવંત છે. એમાં શિવગણાના વિવિધ પ્રકારે બાંધેલા જટાજૂટ, મુખ પર હાસ્ય, કયારેક ગાતા, નાચતા, વાજિંત્ર વગાડતા, વિમાનને ટેકો આપતા કે એક બીજા સાથે મસ્તી કરતા દર્શાવ્યા છે. અહીં દક્ષિણામૂર્તિ શિવને મૃદ ંગ વગાડતા દર્શાવ્યા છે, જે આ પ્રકારનું અદ્રિતીય શિલ્પ મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ, નરસિંહ, સ્કંદ, ચંદ્ર અને સૂર્યનાં આલેખન પણ થયાં છે. સુરસુંદરીઓની કેશરચનાઓ અને પ્રસાધનમાં વરતાનું વૈવિધ્ય તેમજ તેમની અનેકવિધ અંગભ`ગીઓ આકર્ષક છે. ૧૭ પાંડયાની બાજુમાં આવેલા ચેર રાજ્યમાં પલ્લવ અને પાંડય શૈલીને મળતાં શિલ્પા કંડારાયાં હતાં. આ શિલ્પા ૮ મી સદીનાં છે. કવિયર ગુફાના દ્વારપાલે તિરુચિરાપલ્લીના પલ્લવ દ્વારપાલાને આબેહુબ મળતા આવે છે. ત્રિવેન્દ્રમ પાસે આવેલ વિળિ જમ્ ગુફાનાં શિલ્પામાં ચેર શૈલીના વિકાસ નજરે પડે છે. આ બધાં શિલ્પા ઉત્તર-આરકોટ અને ચિંગલેપુટ વિસ્તારનાં પલ્લવ શિલ્પાને ઘણે અંશે મળતાં છે. કુરિયરમાંથી મળેલી વિષ્ણુ-પ્રતિમા ઉત્તરકાલીન પલ્લવ અને પૂર્વકાલીન ચાળ કલાના સંક્રાન્તિકાલની જણાય છે. વિળિ જમના આ કાલના દ્વિભુજ દ્વારપાળને એક હાથ વિસ્મયમુદ્રામાં અને બીજો ખુલ્લો પડકાર આપતી મુદ્રામાં છે. તેણે ધા રણ કરેલા ઉપવીત પરની ઘંટડીઓ, અંગરખાના મધ્ય ભાગનાં ક્રૂમતાં તેમ જ અલ કાર સજાવટમાં વિપુલતાની બાબતમાં ચાલુકય શૈલીની અસર વરતાય છે. કોચીનમાં રિજાલકફુડ પાસે તલખાટમાંથી મળેલી ખંડિત વિષ્ણુપ્રતિમા,. ભરણીક્કાણી અને મુરુડુકુલ ગરઈમાંથી મળેલી બુદ્ધ-પ્રતિમાઓ, તેમજ ત્રવણકોરમાં આવેલ ચિત્તલ ટેકરી પર કડારેલાં જન શિલ્પા વગેરે ૮ મી ૯ મી સદીની ચેર કલાનાં સરસ દષ્ટાંત પૂરાં પાડે છે. ભા. પ્રા. શિ.-૧૨
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy