SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પર અનુમૌર્યકાલીન શિલ્પલા બે હાથ પૈકી એક અભયમુદ્રામાં અને બીજો કેડે ટેકવેલ ઉત્તરીય અને અધોવસ્ત્ર, કાન, હાથ અને પહોંચાના અલંકારો વગેરે તત્વે સ્વીકારાયાં. શીધ્ર અને ક્રાંતિકારક ફેરફારો પામતા જતા ધાર્મિક વાતાવરણને અનુરૂપ થવામાં મથુરાના કલાસિદ્ધોએ એટલી જ કુશળતા બતાવી. તેમાં એક બાજુ યક્ષ અને નાગનું મૂર્તિવિધાન પણ કરતા રહ્યા ને બીજી બાજુ નવાં વલણોને લઈને આવશ્યક બનતાં તત્ત્વોના અનુસંધાનમાં વિકાસોન્મુખ ફેરફારો પણ લાવતા રહ્યા. આ બાબત મથુરાની કોઈ યક્ષ, બોધિસત્વ અને વિષ્ણુની મૂર્તિની પરસ્પર તુલના કરવાથી તરત સ્પષ્ટ થશે. ઘણા ધર્મ-સંપ્રદાયનાં વિકસતાં વલણને અનુરૂપ અને બદલાતા સંજોગોમાં કામ કર્યું હોવા છતાં તેઓ પરંપરાગત વૈવિધ્ય, અને સુસ્થાપિત નિયમોને જાળવીને પિતાનું મૌલિકપણે દાખવવામાં સફળ થયા તે એમની વિશિષ્ટ સિદ્ધિ છે. ) મૂર્તિશિલ્પના ઘડતરમાં મથુરાના કલાકારોનું ધ્યાન રૂપનિર્માણ અને આંતરભાવ વ્યકત કરવાની બાબતમાં બંને વચ્ચે સમન્વય સાધવા તરફ રહેલું જણાય છે. આથી આ શિલ્પ આંખ અને મનને પ્રસન્ન કરનારાં બન્યાં છે. ૫) અગાઉ અંશમૂર્ત શિલ્પોનું બાહુલ્ય પ્રવર્તતું હતું. કુષાણકાલથી મથુરામાં પૂર્ણભૂતં શિલ્પનું બાહુલ્ય પ્રવર્તતું જોવા મળે છે. મૂર્તિશિલ્પોમાં શુંગાલમાં જોવા મળતું ચપટાપણું અહીં જણાતું નથી. પ્રસ્તુત કાલનાં બધાં શિલ્પ ઘનગાત્ર, ચતુરસ અને મોટા કદને લઈને જુદાં તરી આવે છે. એમાં પૃષ્ઠાવલંબનનો અભાવ છે. મુંડિત મસ્તક, લલાટે ઊર્ણા, મૂછોનો અભાવ, વલ્લી (કરચલી) યુકત વસ્ત્ર, જમણા ખભે ઉપવસ્ત્ર ધારણ નહીં કરવું, જમણો હાથ ઘણું કરીને અભયમુદ્રામાં રાખો, ઊભી મૂર્તિમાં ડાબો હાથ સંઘાટી પકડેલો અને બેઠી મૂર્તિમાં એને ઊરુ પર અવલંબિત રાખવો. વગેરે મથુરાની બુદ્ધ મૂર્તિઓનાં વિશિષ્ટ લક્ષણો છે. આ મૂર્તિઓ પદ્માસન પર નહીં પણ સિંહાસન પર જોવા મળે છે. ઊભી મૂર્તિઓના પગ પાસે સિંહની આકૃતિ કંડારેલી હોય છે. મૂર્તિઓનાં પ્રભામંડળ અનલંકૃત હોય છે, જો કે એની કોર પર વૃત્તાકાર ચિહન દૃષ્ટિગોચર થાય છે. ૬) મૂર્તિઓમાં મથુરાના શિલ્પીઓએ કેવળ સન્મુખ દર્શનનો આગ્રહ ન રાખતાં પાર્શ્વગત અને પુષ્કગત દર્શનને અપનાવી એના રૂપવિધાનમાં સુરેખ મુદ્રાઓ અને વિવિધ અંગભંગીઓને સ્થાન આપ્યું. સ્તૂપનાં વેદિકા-સ્તંભો પરનાં અંશમૂર્ત નારીશિલ્પનાં રૂપાંકને એના સ્પષ્ટ દૃષ્ટાંતરૂપ છે. એ વેદિકા-સ્તંભોનાં શિલ્પમાં પ્રકૃતિ અને મનુષ્ય જીવનના સૌંદર્યને પારખીને એને મનોરમ મૂર્ત સ્વરૂપ આપવામાં મથુરાના કલાકારોએ દાખવેલી અજોડ સિદ્ધિ અન્યત્ર દુર્લભ છે. ૭) મથુરાના કલાકારોએ પુષ્પ, પશુ-પક્ષી વગેરેનાં અલંકરણોમાં બહુધા પ્રાચીન પરિપાટી અપનાવી પણ તેમાં આકારક્ષમતા અને લાલિત્ય લાવવામાં પિતાની મૌલિકતા દર્શાવી. વળી એમણે કેટલાંક
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy