SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલપકલા વિદેશી અલંકરણ, ખાસ કરીને હેલેનિસ્ટિક સુશોભન-ઘટકો અપનાવ્યાં. ભીંત કે વાડ પર ચડતા પુપિત વેલાઓ, અકેન્થસ (અણીયાળાં પર્ણોવાળો એક છોડ), બચ્ચનલિયન (Bacchanalian)દશ્યો કે જેમાંથી ભારતીયકરણ પામેલ ચોળી જેવા પેટવાળા કુબેરને જન્મ થયો, ખૂબ મોટી પુષ્પમાળાઓ હાથમાં ધારણ કરી ઊભેલા નાના કદના યક્ષો (Erotes), હેરાકિલસ અને નીમિયાનો સિંહ જીયસ (Zeus)ના ગુરૂડ દ્વારા ગેનીમીડી (Ganymede)નું અપહરણ વગેરેને મથુરાકલામાં અપનાવવામાં આવ્યાં. આ બધાં સુશોભન–ઘટકો ક્લાકારોએ પોતાની કલાસુઝ વડે યથેચ્છ રીતે પ્રયોજેલાં દૃષ્ટિગોચર થાય છે. મથુરાના શિલ્પનું બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ ધર્મના સંદર્ભમાં વગીકરણ કરી એમને અભ્યાસ કરવો અહીં અભિપ્રેત છે. બૌદ્ધ શિ મથુરામાંથી બુદ્ધ, બોધિસત્વ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા કેટલાક દેવતાઓ અને ઉપાસકોનાં મૂર્તિશિલ્પ મળ્યાં છે. આમાં બુદ્ધની મૂર્તિઓ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. બુદ્ધની મૂર્તિને માનુષી આવિષ્કાર કુષાણકાલના આરંભમાં લગભગ પહેલી સદીથી થયો. પુરાવતુકીય પુરાવાઓ પરથી જણાય છે કે બુદ્ધની બોધિસત્વ સ્વરૂપની પ્રથમ પ્રતિમા કનિષ્કના રાજ્યકાલના ત્રીજા વર્ષે મથુરાના શિલ્પીઓએ પારખમના પક્ષના જેવી જૂની ઢબે તેયાર કરેલી. શુંગકાલમાં સાંચી, ભરહુત, બોધગયા વગેરે સ્થાનમાં અને મથુરામાંથી પ્રાપ્ત થયેલ પ્રાચીન અવશેષોમાં બુદ્ધને પાદુકા, બોદ્ધિવૃક્ષ, બોધિમંચ, ધર્મચક્ર, સૂપ વગેરે પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવતા હતા તે પ્રથા મથુરામાં કુષાણકાલથી બંધ થઈ. મથુરામાં સૌ પ્રથમ બૌદ્ધ મૂર્તિમાં બુદ્ધનું આલેખન રાજકુમારના લેબાસમાં શિરોવેસ્ટન અને અલંકાર સહિત કરવામાં આવ્યું. બુદ્ધનું આવું બુદ્ધાવસ્થા પહેલાનું સ્વરૂપ બોધિસત્વ નામે ઓળખાતું. બીજું સ્વરૂપ બુદ્ધને બધિજ્ઞાન પ્રાપ્ત થયા પછીનું કરવામાં આવતું. આ સ્વરૂપમાં બુદ્ધને તપલીન સંન્યાસીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા. આ સ્વરૂપમાં મહાપુરુષોને યોગ્ય લક્ષણો જેવાં કે ઉષ્ણીષ, ઊણ, લાંબા કાન, જાલાંગુલી, હથેળી અને પગનાં તળિયાંમાં ચક્રનાં ચિહન વગેરે અંકિત કરવામાં આવ્યાં. અહીં બુદ્ધની મૂર્તિ પહેલાં ગંધારમાં ઘડાઈ કે મથુરામાં તે ચર્ચા પ્રસ્તુત છે. વિન્સેન્ટ સ્મિથ, માર્શલ વગેરે વિદ્વાને બૌદ્ધ ધર્મમાં મૂર્તિપૂજાનો પ્રચાર કરવાનું કોય ગંધારના કલાકારોને આપે છે. તેમને મતે સહુથી પહેલી બૌદ્ધ-પ્રતિમા ગંધારમાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy