SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : અનુસઔય કાલીન શિલ્પકલા ૧.૭ પૂર્ણ કુંભ અને શિરાવટીમાં સિંહ–સંઘાટનાં શિલ્પા તથા પાટડામાં કમળની વેલ છે. ગર્ભગૃહમાં બુદ્ધ અને અનુચરોની મૂર્તિઓ છે. (૮-૯) એડસા અને કાર્ટાની ગુફાઓના મુખભાગ ઉપર્યુકત સર્વ ગુફાઓના મુખભાગ કરતાં જુદા પડે છે. કાર્લાના ભવ્ય પ્રવેશખંડની બંને બાજુએ મનેહર તારણવાળી જાળીદાર પડદી આવેલી છે. તેની રત ભાવલિના સ્તંભામાં પૂર્ણ ઘટાકાર કુંભી, અષ્ટકોણીય સ્તંભદંડ અને વિવિધ ઘાટની શિરાઓ આવેલ છે. કાર્લાની ગુફામાં હીનયાન સ્થાપત્યશૈલીના સર્વોત્કૃષ્ટ અંશે। દષ્ટિગોચર થાય છે. ચૈત્યના સ્તૂપ ઊંચા નળાકાર છે અને તે બે વેદિકાપથ(કઠેડાયુકત પ્રદક્ષિણાપથ)થી વિભૂષિત છે. એની ઉપરનું કાષ્ઠનું છત્ર અદ્યાપિપર્યંત સુરક્ષિત છે. ચૈત્યગૃહને સભાભવનવાળા ભાગ બે માળના છે. નીચેના માળમાં ત્રણ પ્રવેશદ્વારો છે અને ઉપરના માળમાં ગેલેરી છે. ઝરૂખાનું લાકડાકામ પણ હજુ સુધી સુરક્ષિત છે. ઝરૂખાને ટેકવતી સ્ત ભાવલિની શિરાઓ પિલખારા અને બેડસાના સ્તંભાની શિરાવટીઓ સાથે સામ્ય ધરાવે છે, પણ કદમાં તે વધુ વિસ્તૃત અને વધુ નિમિત(projected) છે. બેડસાની ગુફાની સામે આવેલ પ્રવેશમંડપના સ્તંભા પર પશુશી કા છે. સ્તંભા અષ્ટકોણીય છે. નીચલા ભાગે પૂર્ણ કુંભ રચના છે. કુંભના મુખમાંથી નીચે ઝૂકતી કમળપાંદડીએ નિષ્પન્ન થતી દર્શાવી છે. સ્તંભાનાં પશુશીષ`કોમાં હયસ ઘાટ અને ગજસ ઘાટનાં શિલ્પા છે અને ઉપર આરોહી યુગલા છે. ચૈત્યગૃહને મહારો (facade) વેદિકાની ભાત વડે અલંકૃત હતા. એના સમગ્ર મુખભાગની રચના કાર્લાના ચૈત્યગૃહના મુખભાગ સાથે સામ્ય ધરાવે છે. કાર્લાના ચૈત્યભવનની બહાર બે શિલા-ધ્વજસ્ત ભાના અવશેષો પડેલા છે. આ શિલાસ્ત ભેાની સૌથી ઉપરની ટોચ પર એક વખત આવેલા ધચક્રને ટેકવતા ચાર સિંહાનાં આલેખના અવશેષરૂપે અહીં પહેલાં નજરે પડે છે. ૧૦) કણ્ડેરીનું ચૈત્યગૃહ કાર્લાના ચૈત્યગૃહ સાથે રચના પરત્વે સામ્ય ધરાવે છે. આ ચૈત્યગૃહની સામે આવેલ પ્રાંગણ ચાતરફ સુંદર અલંકૃત વેદિકા વડે આવૃત્ત થયેલુ છે. વેદિકાની સ્તંભિકારી તથા સૂચિ પર અનેકવિધ અલંકરણા છે. વેદિકાના અધિષ્ઠાનની પટ્ટિકામાં યક્ષાની મૂર્તિઓ તથા વૃત્તાકાર પુષ્પાનાં આલેખના છે. એમાંના કેટલાક યક્ષા ચતુર્ભુજ છે. બધા યક્ષા હાથ ઊંચા લઈ ઉપરના ભારનું વહન કરતા હાય તેવી મુદ્રામાં દર્શાવ્યા છે. તેથી તેમને ભારપુત્રક(ભારપુ—ભારવટિયા)ની સંજ્ઞા આપી શકાય. સાંચી, ભરદ્ભુત અને અન્ય સ્થળાએ આવેલ ગુફાઓમાં કીચક(કિંકર) મૂર્તિ એ જોવામાં આવે છે, જેઓ બહુધા આ જ મુદ્રામાં આલેખાઈ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy