SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પફ્લા બાબતેામાં પરંપરાગત અંશે સચવાયા છે. મેાઢેરાનાં શિલ્પા આનાં સારાં ઉદાહરણ છે. ૧૨મી સદીનાં શિલ્પામાં નાજકતાનું સ્થાન હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસ લેવા લાગે છે. વળી તેમનાં પર આભૂષણોનું પ્રમાણ પણ વધે છે. ચૌલુકયકાલીન શિલ્પામાં લાંબા સમયની કલા સાધનાને લઈને મૃદુતા, લાવણ્ય અને લાલિત્ય જોવા મળે છે. એમાં બીજી બાજુ એમાં ભાવવ્યંજનાનું પ્રમાણ ઘટતું જણાય છે. સિદ્ધપુરના રુદ્રમહાલય માઢેરાનું સૂર્ય મંદિર અને આબુનું વિમલવસહિ આ કાલના પૂર્વાર્ધની શિલ્પકલાનાં અને સેામનાથ, ગળતેશ્વર, ધુમલીના નવલખા તથા વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં આબુ, ગિરનાર, અને શંત્રુજય પરનાં મંદિરો વગેરે ઉત્તરાર્ધ ની શિલ્પ શૈલીનાં ઘોતક છે. વડનગર, કપડવ’જ અને સિદ્ધપુરનાં રણે। તથા ઈડર તથા ઝિઝુવાડાના કિલ્લા પરનાં પ્રવેશદ્વારો તેમની શિલ્પસજાવટને લઈને પ્રખ્યાત છે. આ શિલ્પામાં મુખ્યત્વે હિંદુ અને જૈન દેવદેવીઓ નજરે પડે છે. ઉપરાંત મંદિર પરની દીવાલા પરના થરોમાં તત્કાલીન સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ, શિકાર, યુદ્ધો, કુસ્તી, મુસાફરી, ધાર્મિક ચર્ચા પૌરાણિક કથાપ્રસ ંગા નૃત્ય, ગીત, વાદન અને કામશાસ્ત્રનાં દષ્ટાંત જેવાં ભાગાસનાનાં શિલ્પ સુંદર રીતે કંડારાયાં છે. રૂપાંકનમાં પ્રાણીઓની આકૃતિએ મનેાહર બની છે. ૧૮૬ મોઢેરાના સૂર્યમ ંદિરમાં નૃત્ય કરતી દેવાંગનાઓ, દેવો, પ્રસંગકથાએ, તેમજ સુશોભનાનું આલેખન ખૂબ વિગત પૂર્ણ અને સમૃદ્ધ છે. સોમનાથ મદિરની છતનું કાલિમન કરતા કૃષ્ણનું દશ્ય, આબુના વિમલવસહિ મ ંદિરની છતનુ હિરણ્યકશિપુને મારતા નરસિંહનુ દશ્ય અને આબુના લૂણવસિંહની છતમાંનું અરિષ્ટનેમિના જીવન પ્રસંગાને વ્યકત કરતું વરયાત્રાનું દશ્ય; ભેાઈના દરવાજા પરનું અમૃતમંથનનું દશ્ય, અને ત્યાંથી મળેલ અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત અનેકભુજદેવીની પ્રતિમા; ખેડબ્રહ્માના ૫ખનાથ શિવાલયના ગવાક્ષનીં નટેશ-શિવપ્રતિમા, ખેરાળુની સૂર્ય પ્રતિમા વગેરે ગુજરાતની સોંલંકીકાલીન કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આબુના વિમલવસહિ મંદિરની વિતાનાની બારીક કોતરણી અદ્દભુત છે. આરસમાં કમળની પાંખડીઓનું નિરૂપણ તેની બારીક પારદર્શક કોતરણી કલાકારની સિદ્ધહસ્તતા, અસાધારણ ધીરજ અને રૂપાંકન અંગેની ઊંડી સૂઝ માગી લે છે. આ મંદિરનું બારીક કામ જોતાં કારીગરોના હાથમાં આરસે જાણે ગળીને મીણનુ સ્વરૂપ ધારણ કર્યું હોય એમ લાગે છે. ત્યાંનું વિમળશાહે બંધાવેલ વિમલવસહિ અને એના જેવું જ તેજપાલે બંધાવેલું લૂણવસહિ ભારતની અમૂલ્ય કલા-નિધિ ગણાય છે. લૂણવસિંહમાં અંદરની બાજુએ દેવ-દેવીએ, અપ્સરાએ, સંગીતમ`ડળીએ પૌરાણિક પ્રસંગો અને વેલબુટ્ટાની સજાવટમાં શિલ્પીઓએ અજોડ શિલ્પ-કૌશલ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy