SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિ૯૫લા માતૃકાઓની મૂર્તિઓ, વડોદરાની E M. E. Schoolના મંદિરમાં આણેલી વિષ્ણુ તથા વૈષ્ણવીની મૂર્તિઓ, પાટણમાંથી મળેલી વિનાયકની પ્રતિમા; ખંડોસણના વિષ્ણુ. મંદિરની નૃસિંહ, વરાહ અને વિષ્ણુની મૂર્તિઓ વગેરે પણ આ શૈલીનાં સારાં દષ્ટાંતો પૂરાં પાડે છે. અકોટામાંથી મળેલ ધાતુ પ્રતિમાઓ પૈકીની મોટા ભાગની આ કાલની છે. તેનું આ ગ્રંથમાં અન્યત્ર નિરૂપણ કરેલું છે. ૬) દખ્ખણ દખણમાં વાપિના પશ્ચિમી ચાલુકયોને ૮ મી સદીના મધ્યભાગમાં પરાસ્ત કરીને રાષ્ટ્રકૂટએ દખ્ખણ ઉપરાંત દક્ષિણના પણ કેટલાક પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી, માન્યખેટમાંથી રાજ્ય કરતા આ વંશમાં રંતિદુર્ગ તથા કૃષ્ણ ૧લો જેવા. પ્રતાપી નરેશોએ રાજ્યવિસ્તારની સાથોસાથ વિદ્યા અને કલાના ઉત્કર્ષને પણ ભારે પ્રોત્સાહન આપ્યું. કૃષ્ણ ૧ લાઓ એલોરાની બ્રાહ્મણધમ ગુફાઓ પૈકી જગપ્રસિદ્ધ કલાસ મંદિર કોરાવ્યાનું કહેવાય છે. રાષ્ટ્રકૂટોના સમયમાં એલોરામાં બ્રાહ્મણ ઉપરાંત જૈન ધર્મની ગુફાઓ તેમ મુંબઈ પાસે ઘારાપુરી (એલિફંટા)ની ગુફાઓ પણ કંડારાઈ. - રાષ્ટ્રકૂટોના સમયમાં આ પ્રદેશમાં પૂર્વકાલમાં પ્રચલિત થયેલી ચાલુક્ય શિ૯૫શૈલી તેના ઉત્કર્ષના ચરમ શિખર પર પહોંચી ગઈ. મૂર્તિવિધાન અને સજાવટ બંને દટિએ આ શૈલી અનુપમ બનેલી જોવા મળે છે. આ મૂર્તિ શિલ્પ તેમનાં મહાકાય સ્થાપત્ય સાથે પ્રચંડકાયા વડે સુસંવાદિતા સ્થાપે છે. પ્રચંડ કાયા હોવા છતાં અંગઉપાંગ બિલકુલ સપ્રમાણ બન્યાં છે. નવીન સકુર્તિ, ચૈતન્યનો સંચાર, અનુપમ ભાવવ્યંજના વગેરેને લઈને આ શિપ જાણે મનુષ્યના હાથે નહિ પણ દેવતાઓના હાથે ઘડાયાં હોય એવો ભાસ થાય છે. આ શૈલીનાં અન્ય લક્ષણોમાં છત્ર અથવા પુષ્પપત્રોની ભૂમિકા, વાદળોની નકશી, રત્નજડિત મુકુટ તથા ઘરેણાં, લાંબુ પ્રભામંડળ વગેરે ધ્યાનપાત્ર છે. અગાઉ જોયું છે તેમ એલોરામાં કુલ ૩૪ ગુફાઓ પૈકી નં. ૧૪ થી ૨૯ બ્રાહ્મણ ધર્મની અને નં. ૩૮થી ૩૪ જેન ધર્મ ની છે. બ્રાહ્મણ ગુફાઓ મુખ્યત્વે ઈ. રા.ની ૮ મી સદીમાં અને જૈન ગુફાઓ ૮ મી થી ૧૦મી સદી દરમ્યાન કંડારાઈ છે. અ) બ્રાહ્મણ ધર્મનાં શિ૯ બ્રાહ્મણ ધર્મનાં શિલ્પમાં શિવ અને વિષણુને વિશેષ મહિમા વ્યકત થયો છે.. ઉપરાંત પાર્વતી, લક્ષ્મી, સપ્તમાતૃકા, સૂર્ય, બ્રહ્મા અને અન્ય દેવતાઓને લગતાં શિલ્પો પણ કંડારાયો છે. આ શિલ્પથી ગુફા નં ૧૩થી ૨૯ સુશોભિત છે. એ પૈકી નં. ૧૪ (રાવણ કા ખે) નં- ૧૦ (દશાવતાર), નં. ૧૬ (કલાસ કે રંગમહાલ)
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy