SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પલા અને નં. ૨૯ (૬મર લેણ)નાં શિલ્પ ખાસ નોંધપાત્ર છે. અહીં આ શિલ્પોનું અવલોકન શિવ, વિષ્ણુ અને ઇતર દેવતાઓના સંદર્ભમાં પ્રસ્તુત છે. ગુપ્તરાર કાલમાં બ્રાહ્મણ સંપ્રદાયો પૈકી માહેશ્વર (શૈવ) સંપ્રદાય સર્વાધિક પ્રચલિત થયો અને શૈવ સિદ્ધાંત. અનુસાર તેઓ પરમ તત્ત્વ મનાયા. શિવપુરાણમાં શિવને જ જગતનું આદિકારણ ગણાવી બ્રહ્મા અને વિષ્ણુ પણ એમની જ સૃષ્ટિ છે ને એમણે એ બંને દેવોને અનુક્રમે જગતની ઉત્પત્તિ અને પાલનનું કાર્ય સોંપ્યું છે એમ દર્શાવ્યું છે. અલબત્ત, મોટા ભાગનાં પુરાણોમાં શિવને સંહારક દેવ ગણવામાં આવ્યા છે. આ વિવિધ માન્યતાઓનો પડઘો એલેરાનાં વિશિમાં પડેલ જણાય છે. એમાં શિવનાં રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપો, તેમને લગતી જુદી જુદી કથાઓ અને તેમના કેટલાક જીવન પ્રસંગે કંડારાયા છે. ગુફા નં. ૧૪માં દક્ષિણ દિશા તરફનાં શિલ્પ- દમાં પાટ રમતાં શિવ-પાર્વતી, શિવતાંડવ, રાવણાનુગ્રહ અને રત્નાસુર વધના પ્રસંગો જોવા મળે છે. ચોપાટ રમતાં શિવ અને પાર્વતીની રમતને ગણેશ વગેરે રસપૂર્વક નિહાળી રહ્યા છે, પાર્વતીની પાછળ બે સ્ત્રીઓ ઊભી છે. ભૃગી પણ રમતમાં ભાગ લેતો જણાય છે. નીચેના ભાગમાં નંદી અને ૧૩ નાના ગણો કંડાર્યા છે. બીજા દશ્યમાં તાંડવ નૃત્ય કરતા શિવની એક બાજુ વાજિંત્રો વગાડતા ત્રણ ગણો અને બીજી બાજુ પાર્વતી તથા બીજા બે ગણો ઊભા છે. પાછળ ભંગી ઊભે છે. ઉપર ડાબી બાજુ છવા તથા વિષ્ણુ અને જમણી બાજુ ઇન્દ્ર, અગ્નિ અને બીજા બે દેવતાઓ ઊભા છે. ત્રીજા દશ્યમાં પોતાના માર્ગમાં અંતરાયરૂપ જણાતા પર્વત(કલાસ)ને મદોન્મત્ત રાવણ નીચેથી પોતાના ૨૦ હાથ અને ૧૦ મસ્તક વડે ઉપાડતો જણાય છે. ઉપરના ભાગમાં ભયભીત પાર્વતી શિવને વળગી પડેલાં જોવા મળે છે. શિવ પોતાના પગથી પર્વતને નીચે દબાવી રાવણને એની નીચે કચડતા જણાય છે. ચાર ગણો પણ રાવણ પર પ્રહાર કરી રહ્યા છે. બીજા ગણો શિવ-પાર્વતીની પાછળ ઊભા છે. રાવણનું રૂપવિધાન મનોહર છે. શિવે ભૈરવ સ્વરૂપ ધારણ કરીને રત્નાસુરનો વધ કર્યો એ દશ્ય પણ પ્રભાવશાળી છે. એમાં તેઓ પિતાના પગ નીચે એક વામનને દબાવીને ઊભા છે. બે હાથે ગચર્મ શરીરે વીંટાળતા, બે હાથે ભાલો પકડી રત્નાસુરનો વધ કરતા એક હાથે તલવાર અને બીજા હાથે થાળ પકડી એમાં રત્નાસુરનું રકત ઝીલતા પભુજ ભૈરવનું રૌદ્ર સ્વરૂપ ગણપતિ નિહાળી રહ્યા છે. ગુફા નં. ૧૫ માં મુખ્યત્વે વિષ્ણુના અવતારોનું અંકન થયું છે. પણ તેની સાથેસાથ શિવને લગતાં પણ કેટલાંક મનોહર શિલ્પો કંડારાયાં છે. એ પૈકી
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy