SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલાલની શિલ્પલા એક મસ્તક અને બીજી પાંચ સર્પ ફણાઓ ધરાવતા શેષનાગ પર વિષ્ણુ શયન કરે છે. ચતુર્ભુજ વિષ્ણુનો એક હાથ ઘૂંટણ પર અને બીજો નાભિ પર છે. એક હાથને તકિયો કર્યો છે ને ચોથો હાથ વડે વૃક્ષની ડાળી પકડી છે. દેવનો એક પગ નીચે લટકતો અને બીજો લક્ષ્મીજીના ખોળામાં છે. લક્ષ્મી તેમના ચરણની સેવા કરી રહ્યાં છે. વિષ્ણુની નાભિમાંથી પ્રગટેલા કમળ પર બ્રહ્મા બેઠેલા છે. ૩) વિષણુ ગરૂડારૂઢ થયેલા જોવા મળે છે. ૪) વરાહ અવતારના શિલ્પમાં માથુ વરાહનું ને ધડ મનુષ્યનું છે. પભુજ દેવનો એક હાથ કટિ-અવલંબિત, બીજા, ત્રીજા અને ચોથામાં અનુક્રમે શંખ, ચક્ર અને ગદા છે, બાકીના બે હાથ વડે પૃથ્વીને ધારણ કરી છે. ૫) ત્રિવિક્રમ કે વામન અવતારનું રૌદ્ર સ્વરૂપે અંકન થયું છે. એમાં તેઓ બલિરાજાના દર્પનું ખંડન કરે છે. અષ્ટભુજ દેવે ધારણ કરેલાં આયુધો પૈકી તલવાર, ગદા, તીર, ચક્ર, શેખ, ધનુષ્ય અને ઢાલ સ્પષ્ટ છે. એક હાથ સૂચિમુદ્રામાં છે. તેમણે ડાબો પગ આકાશ તરફ ઊંચે કરેલો છે. બીજા પગ નીચે વામન સ્વરૂપ પુરુષાકૃતિ કંડારી છે. તેમની પાસે ગરુડ અને બલિરાજા જોવા મળે છે. ૬) નૃસિંહ અવતારનું લોકપ્રિય શિ૯૫ અહીં કંડારાયું છે. આમાં મસ્તક અને કટિ સિંહનાં છે, જ્યારે હાથ અને પગ મનુષ્યના છે. તેમના બે હાથોમાં ઢાલ-તલવાર છે ને બાકીના બે હાથ વડે રાક્ષસ હિરણ્યકશિપુને પકડ્યો છે. | ગુફા નં. ૧૬ (કૈલાસ)માં દક્ષિણ દિશાના વરંડામાં વૈષ્ણવ શિલ્પો કંડારાયાં છે. એમાં ચતુભુજ વિનું કાલિનાગ-દમન, વરાહ અવતાર, વામનરૂપ વિષ્ણુ, ગોવર્ધનધારી વિષર્, શેષશાયી વિષ્ણુ અને નૃસિંહાવતારનાં શિલ્પો જોવા મળે છે. આમાં નાગદમન અને વામન વિષ્ણુનાં શિલ્પો સુંદર છે. નાગદમનમાં શ્રી કૃષ્ણને વિષ્ણુસ્વરૂપે દર્શાવ્યા છે. તેમના ચાર હાથ પૈકી એકમાં શંખ અને બીજામાં કાલિય નાગની પૂંછડી પકડેલી છે. ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો ડાબા પગના ઘૂંટણ પર ટેકવેલો છે. કૃષ્ણનો ડાબો પગ નાગના મસ્તક પર છે. આમાં નાગનું ઉત્તમાંગ પુરુષનું અને ઉત્તરાંગ નાગનું દર્શાવ્યું છે. એના મસ્તક પર કુણા પણ બતાવી છે. કૃષ્ણ કરેલા દમનથી નિ:સહાય બનેલો નાગ ખિન્ન થયેલો જોવામાં મળે છે. ત્રિવિક્રમરૂપ વિષ્ણુના શિલ્પમાં પભુજ દેવે તલવાર, ઢાલ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે. પગ નીચે બલિને દબાવ્યો છે. બલિના હાથમાં રત્નપાત્ર જોવા મળે છે. બ્રાહ્મણ ધર્મનાં અન્ય શિલ્પમાં ગુફા નં. ૧૪માં મહિષાસુરમદિની, વાઘના મસ્તક પર પગ મૂકીને ઊભેલ ચતુર્ભુજ ભવાની અને કમલારૂઢ લક્ષ્મી જોવા મળે છે. છેલ્લા શિલ્પમાં દેવીની બંને બાજુ એક એક ગજ છે ને પાસે ઊભેલી નાગકન્યાઓ ઘડામાંથી જળને દેવી પર અભિષેક કરે છે. ગુફા નં. ૧૫માં ગણપતિ,
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy