SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ: અનુમૌર્યકાલીન શિપિકા આમાં વેસ્સન્તર જાતકનું પરિપૂર્ણ આલેખન (દાનપારમિતા), પીઢના મુખભાગ તથા પૃષ્ઠ ભાગ પર થયેલ છે. ત્રણે પીઢમાં પદ્માસનસ્થ ગજલક્ષ્મીનાં શિલ્પ છે. એમાં હાથી સનાલ કમલ ઉપર ઊભેલા દર્શાવ્યા છે. ગજલક્ષ્મીની બાજુમાં આમ કે અશોક વૃક્ષની શાખાઓનું આલંબન લઈને ઊભેલી વૃક્ષકા-સ્ત્રીઓ (પાછલા સમયની શાલભંજિકાઓ) છે. સૌથી ઉપરની તેમજ સૌથી નીચેની પીઢોના પૃષ્ઠ ભાગ પર છદન્તજાતક, હસ્તિવૃંદની બોધિવૃક્ષપૂજા, મારઘર્ષણ વગેરે દશ્યો કોતરેલાં છે. આ જ તોરણના બે સ્તંભ પૈકી એક પર શ્રાવસ્તીમાં આમ્રવૃક્ષ નીચે બુદ્ધ કરેલો ચમત્કાર, (આકાશગામી બુદ્ધના મસ્તક પર જલધારાની વર્ષા અને પગમાંથી પ્રકટતી અગ્નિજ્વાળાએ), અનાથપિંડકે રાજકુમાર જેત પાસેથી ખરીદી બુદ્ધને વાડી અર્પણ કરી તે દૃશ્ય, બુદ્ધનું આકાશગામી સંક્રમણ અને ભૂમિ પર ઊભેલ પ્રસેનજિત તથા તેના અનુચરો, રાજા પ્રસેનજિત બુદ્ધને મળવા શ્રાવસ્તી નગરદ્વારેથી જેતવન તરફ પ્રયાણ કરે છે તે દશ્ય તથા ઉત્તર કુરુ પ્રદેશનું દશ્ય (જે સામાન્યત: અત્યાર સુધી ઇન્દ્રસભા મનાતું તે), ઈન્દ્રશૈલ ગુફામાં બેઠેલા બુદ્ધના દર્શનાર્થે ઇન્દ્રાગમન, અજાતશત્રુનું જીવક સાથે આમ્રવન તરફનું પ્રયાણ, તેમજ સ્તૂપના આલેખન દ્વારા બુદ્ધના પરિનિર્વાણનું દશ્ય કોતરેલું છે. સ્તંભો પૈકીના ડાબી બાજુના સ્તંભ પર ૧૧ સૂર્ય, ચક્ર, પદ્મસર, અંકુશ, વૈજ્યન્તી, પંકજ, મીનયુગલ, શ્રીવત્સ, પરશુ, દર્પણ અને કમલ ને જમણી બાજુના તંજ પર ૧૩ માંગલિક ચિહનો કમલ, અંકુશ, કલ્પવૃક્ષ, દર્પણ, શ્રીવત્સ, વૈજ્યન્તી, મીનયુગલ, પુષ્પસ, ચક્ર તથા અન્ય બે ચિહનો અંકિત થયાં છે. આ સિવાય આ તેરણના સ્તંભ પર ત્રયન્નિશ દેવના સ્વર્ગમાંથી બુદ્ધનું અવતરણ, બુદ્ધનું અભિનિષ્ક્રમણ, શાકોનું ધર્મ પરિવર્તન અને કપિલવસ્તુમાં બુદ્ધનું આગમન, બુદ્ધના ધાતુ-શારીરિક અવશેષોની વહેંચણી, સ્તૂપનિર્માણ, વાનર બુદ્ધને મધને પ્યાલો આપે છે વગેરે દશ્યો કોતરેલાં છે. પૂર્વ-તેરણનો ઘણો ભાગ ખંડિત થયેલ છે. ઉપરનાં ઘણાંખરાં શિલ્પોથી તે વિભૂષિત છે. અલંકરણ પણ એના એ જ છે. સૌથી ઉપરની પીઢ પર સ્તૂપ અને બોધિવૃક્ષ–સૂચિત સાત માનુષી બુદ્ધ, મધ્યની પીઢ પર અભિનિષ્ક્રમણ અને નીચલી પીઢ પર અશોકનું રાણી તિસરકિષ્ની સાથે બોધિવૃક્ષના દર્શન અર્થે આવવાનું દશ્ય છે. રાજદંપતી ઝારીમાંથી જળસિંચન કરી સૂકાયેલા બોધિવૃક્ષને નવપલ્લવિત કરે છે. તે સાંકેતિક દૃશ્ય છે. આ પીઢ ઉપર મયૂરસંઘાટનું શિલ્પ (મૌર્યવંશી અશોકનું સૂચન) છે. આ જ પીઢના પૃષ્ઠ ભાગે હસ્તિવૃંદ દ્વારા બુદ્ધિપૂજા આલેખિત થયેલી છે. ખંભે પૈકી ડાબી બાજુના સ્તંભ પર સંબોધિ, સંક્રમણ, અશોક દ્વારા ચેતરફ બંધાયેલી વેદિકા વગેરે દશ્યો છે. આ દશ્યમાં બોધિવૃક્ષની ડાળીઓ ચોતર ભા. પ્રા. શિ. ૫
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy