SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ લિસ્તીય કાકીન શિહ૫ક ફેલાયેલી છે, જે સંબોધિનું પ્રતીક છે. વૃક્ષની જમણી બાજુએ ચાર દિશાના ચાર લોકપાલ અંજલિમુદ્રામાં ઊભેલા છે. એક દશ્યમાં બુદ્ધ જલ પર ચાલતા દર્શાવ્યા છે. રાજા બિંબિસારનું બુદ્ધના દર્શનાર્થે રાજગૃહ બહાર નીકળવું, ઉરૂવલ્લીમાં બુદ્ધના દર્શનાર્થે આવેલા ઇન્દ્ર અને બ્રહ્મા તેમજ કાશ્યપ મુનિની અગ્નિશાલામાં બુદ્ધનો સર્ષવિજય વગેરે દો કોતરેલાં છે. બીજા એક દશ્યમાં કાશ્યપનું ધર્મ પરિવર્તન અંકિત થયું છે. જમણી બાજુના સ્તંભ ઉપર ૧) ચાતુર્માહરાજિક લોક, ૨) ત્રયસ્ત્રિાંશ દેવલોક (અધિપતિ ઇન્દ્ર), ૩) યમલોક, ૪) તુલિનદેવસ્વર્ગ (હાલના બોધિસત્વ મૈત્રેયનું નિવાસસ્થાન), ૫) નિર્માણરતિ સ્વર્ગ (એ સ્વર્ગ કે જ્યાં દેવો નિર્માણકાર્યમાં રત રહે છે.) ૬) પરિનિર્મિત વશવર્તિને સ્વર્ગ (મારના સ્વામીત્વવાળી સૃષ્ટિ) અંકિત થયેલાં છે. અહીં પ્રત્યેક લોક રાજપ્રાસાદની ભૂમિના સ્વરૂપમાં અંકિત થયેલ છે. આ ઉપરાંત શ્યામ જાતક, મહાકપિ જાતક વગેરે કોતરેલાં છે. પશ્ચિમ-તારણ પર સાત બુદ્ધો, મૃગદાવનું ધર્મચક્ર પ્રવર્તન, છતાતક, અસ્થિયુદ્ધો, મારપ્રલોભન વગેરે દો કોતરેલાં છે. સાંચીના મહાતૂપ સિવાય સ્તૂપ નં. ૨ પણ અગત્યનું છે. તેના પર પણ મહાસતુપ જેવાં શિલ્પાંકન થયેલાં છે. એમાં પ્રતીકપૂજાના સંદર્ભમાં ધર્મચક્રને એક પીઠ ધરાવતા ચાર હાથીઓ, ધારણ કર્યાનું અંકન (આકૃતિ ૧૬) અશોકના સારનાથ સ્તંભશીર્ષની યાદ આપે છે. સાંચીની શિલ્પકલાની વિશેષતા ઉત્તરકુરુ પ્રદેશના આનંદવિભેર જીવનના આલેખનમાં રહેલી છે. સુખી મિથુન, કલ્પવૃક્ષની છાયામાં નૃત્ય-ગીત, તથા ખાનપાનના આનંદમાં જીવન વ્યતીત કરતાં હોવાનું ચિત્રણ છે. ઉત્તરકુરુ પ્રદેશને બૌદ્ધોએ સ્વર્ગીય પ્રદેશ માન્યો હોવાનું જણાય છે. ભારહુતના તેરણની પીઢ મકરંકિત છે. તે શિલ્પો “શિશુમારાશિર” તરીકે ઓળખાય છે. પણ સાચીનાં તોરણોની પીઢ પર આ કલ્પનાને મળતાં અનેકવિધ પશુસંઘાટો આકાર પામતાં જણાય છે. દા. ત. અશ્વસંઘાટ, ગજસંઘાટ, મૃગસંઘાટ, વૃષસંઘાટ, સિંહસંઘાટ. શ્રીલક્ષ્મીની પૂજા સાંચી-તૂપના સમયથી ચોકકસ આકાર પામતી જણાય છે. ત્યાં એ સર્વપ્રથમ સમૃદ્ધિની દેવી તરીકે શિલ્પોમાં નિરૂપાઈ છે. ઉત્તરકુરુ પ્રદેશના પ્રતીક કલ્પવૃક્ષમાં તેનું નિરૂપણ માત્ર સુવર્ણમાલાને યષ્ટિ પર ટીંગાડીને થતું દર્શાવ્યું છે તે મંગલમાલાઓ અહીં શ્રીલક્ષ્મીના સ્વરૂપે પ્રકટ થાય છે. (૩) ભરડુતની વેદિક અને તોરણ પરનાં શિલ મધ્યપ્રદેશના ભરત નામે સ્થળે એક શૃંગકાલીન સ્તૂપ આવેલો હતો. આજે તે એ લુપ્ત થયો છે પણ તેના અવશેષ લકત્તા, સતના, વારાણસી, મુંબઈ વગેરે
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy