SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મૌર્યકાલીન શિલ્પે (ઈ.સ. પૂર્વે ૩૨૫થી ઈ.સ. પૂર્વે ૧૮૭) ૧) સામાન્ય લક્ષણા ભારતીય કલાના ઇતિહાસમાં મૌ કાલ મહત્ત્વને ગણાય છે. મૌર્ય સમ્રાટોએ અનેક નાનાં નાનાં રાજયોને મગધમાં જોડીને જે મેાટુ' સામ્રાજય સ્થાપ્યું તેનાથી રાજકીય ઐકય સ્થપાયુ' અને તેની સાથે સાથે ભારતે અનેકવિધક્ષેત્રે અપૂર્વ પ્રગતિ સાધી. આમાં કલાક્ષેત્રે સધાયેલી સિદ્ધિઓને લઈને ભારતીય કલાના ઇતિહાસમાં એક અગત્યનું પ્રકરણ ઉમેરાયું છે. ચંદ્રગુપ્ત અને અશેાક મૌર્યના સમયમાં પાષાણ કલાના ભારે વિકાસ થયા. રાજગૃહની કિલ્લેબંધી અને પાટલિપુત્રનો રાજપ્રાસાદ ચંદ્રગુપ્તકાલીન કલાના દેદીપ્યમાન નમૂનારી છે. આ કાલનાં સ્મારકોનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે આ કાલની ગુફાએની દીવાલા, શિલાસ્તંભની મૂર્તિઓ વગેરે પર એક પ્રકારના જે આપ (polish) જોવામાં આવે છે, તે અભૂતપૂર્વ છે. મૌર્ય કાલીન સમગ્ર કલાકૃતિએ!માં સ્થાપત્યકીય સ્વરૂપોમાં રાજગૃહની કિલ્લેબંધી. પાટલિપુત્રના રાજપ્રસાદ, સાંચી અને ભરહુતના મૂળ સ્તૂપ, સારનાથની પાષાણ વેદિકા અને બિહારના ગયા જિલ્લાની બારાબર અને નાગાર્જુની ટેકરીઓ પર આવેલી. ગુફાઓની ગણના થાય છે. આ કાલની શિલ્પકળાના ઉત્કૃષ્ટ આદર્શ અશાકના શિલાસ્તંભેા અને તે પરનાં પશુશિલ્પા પૂરો પાડે છે. યક્ષ-યક્ષિણીની મૂતિઓ તથા ગુફાએ પરનાં શિલ્પા પણ આ કાલની શિલ્પકલાના ગણનાપાત્ર નમૂનાઓ છે. મૌર્ય સમયથી પત્થર એ શિલ્પનું મહત્ત્વનું અને મુખ્ય માધ્યમ બની રહે. છે. પત્થરમાં શિલ્પકામે શરૂઆતથી જ જે નૈપુણ્ય દાખવવા માંડયું છે તે લાંબા સમયના અભ્યાસનું પરિણામ છે તે પણ અહીં ધ્યાનમાં રાખવા જેવું છે. હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલાં કેટલાક ઉત્કૃષ્ટ પ્રકારનાં શિલ્પા આની સાક્ષી પૂરે છે. હડપ્પા સભ્યતાના કાલથી શરૂ થયેલ શિલ્પ-પરંપરાએ મૌર્ય કાલ દરમ્યાન ચોકકસ પ્રકારના વિકાસ સાધ્યો હતો તેમ ચાકકસ પણે પ્રાપ્ત સાહિત્યિક ઉલ્લેખા દ્વારા નકકી થાય છે. તે સાથે ઈ. સ. પૂર્વે ૩૨૬માં થયેલા સિંકદરના આક્રમણથી ભારતમાં આવેલી. વિદેશી વિશિષ્ટ શિલ્પ-પરંપરાની પણ ભારતીય શિલ્પ–પરંપરા પર સચેાટ અસર.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy