SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ -- ભારતીય પ્રાચીન શિલ્પકલા પટો જેમાં ૨૩ જાતક કથાઓ, ૬ એતિહાસિક-દો, વિવિધ પ્રકારના લેખ સાથેનાં દશ્યો, તથા હાસ્યલંગનાં દશ્યો, ૬) પૂજ-ચિહ્નો(સ્તૂપ, ચક્ર, બોધિવૃક્ષ, પાદુકા, ત્રિરત્ન વગેરે, ૭) અલંકરણાત્મક ચિહ(કલ્પવૃક્ષ, લતા વગેરે, ૮) વાસ્તુદશ્યો (રાજપ્રાસાદ, પુણ્યશાલા વગેર), ધાર્મિક સત્રગૃહ(વાસન કે બોધિમંડપ, પર્ણશાલા સામાન્યગૃહ વગેરે), ૯) અન્ય વસ્તુઓ (વાહને, નૌકા, અશ્વરથ, ગોરથ, જુદાં જુદાં પ્રકારનાં વાદ્યો, ધ્વજા તથા રાજચિહનો). આમાં દેવયોનિમાં બૌદ્ધસાહિત્યમાં જે ચતુર્મહારાજિક તરીકે ઉલ્લેખાયેલા લોકપાલો (પૂર્વના ધૃતરાષ્ટ્ર, દક્ષિણનો વિરુઢક, પશ્ચિમના વિરૂપાક્ષ અને ઉત્તરને વૈશ્રવણ કે કુબેર) પૈકી ભરહુતમાંથી કુબેર અને વિરૂઢકનાં શિલ મળી આવ્યાં છે. તેથી બીજાં બેનાં હોવાની શક્યતા છે. યક્ષમૂર્તિઓ પૈકી ઉત્તરના તોરણદ્વાર પરના અજકાલક યક્ષ અને ચંદ્રા યક્ષી પૂર્વના તોરણ પરની સુદર્શન ચક્ષી તથા દક્ષિણના તારણ પર ગંગિત યક્ષ અને ચક્રવાક નાગરાજની મૂર્તિઓ મળી છે. પશ્ચિમના તેરણના એક સ્તંભ પર સુચિલમ યક્ષ અને સિરિમા દેવીની મૂર્તિ પણ છે. બીજા સ્તંભ પર સુપાવસ યક્ષની મૂર્તિ છે. - સ્તંભ પર ઉત્કીર્ણ દેવમૂર્તિ એમાં દેવી મૂર્તિનું બાહુલ્ય છે. એમાં સિરિમા, ચૂલકોકા અને મહાકાકા એ પ્રાચીનતમ લોકદેવીઓનાં શિલ્પો મળ્યાં છે. સિરિમા (શ્રી. મા લક્ષ્મી)એ પ્રાચીન માતૃકા છે. ભારતમાં કમલપુષ્પ પર ઊભેલી કે કમલવનમાં બેઠેલ આ દેવીને ઉપરના ભાગમાં બે હાથી પોતાની સૂંઢ દ્વારા આવર્જિત કુંભ વડે સ્નાન કરાવતા દર્શાવાયા છે. ચૂલકોકા અને મહાકાકા એ બંને કોકા નામની લોકદેવી છે. (આ લોકદેવીઓ આજે પણ કાશીમાં પૂજાય છે.) નાગદેવો પૈકી ભરહુતમાં રાવત નાગરાજ બોધિવૃક્ષની પૂજા કરતો દર્શાવ્યો છે. ભરહુતમાં અલબુસા, મિશ્રકેશી, સુદર્શન તથા સુભદ્રા એ ચાર અપ્સરાઓની મૂર્તિઓ તેમના નામ સાથે મળી છે. - આ ઉપરાંત દેવોના નૃત્ય–ગીતના સટ્ટક ઉત્સવ (વસંતોત્સવ)નું દશ્ય પણ અંકિત થયેલું છે. માનવવર્ગમાં કેશલરાજ પ્રસેનજિત બુદ્ધનાં દર્શન-વંદન અર્થે આવે છે તે દશ્ય કોતરેલું છે. પ્રથમ દૃશ્યમાં સવારીની આગળ રાજાને રથમાં બેઠેલ દર્શાવ્યો છે. બીજા દૃશ્યમાં હાથી પરથી ઊતરી રાજા અંજલિમુદ્રામાં વાસનની વંદના કરો દર્શાવ્યો છે. ધાર્મિક પુરૂષોમાં પરિવ્રાજકો પોતાની પર્ણશાળાઓની આગળ અગ્નિહોત્ર યજ્ઞમાં મગ્ન દર્શાવ્યા છે. દીર્ઘતપસી નામને પરિવ્રાજક પિતાની સમક્ષ બેઠેલા શિષ્યોને . અધ્યયન કરાવી રહ્યો છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy