SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ભારતીય પ્રાચીન શિલ્પકલા ૬) દખ્ખણ આ કાલ દરમ્યાન દખ્ખણમાં ઉત્તરકાલીન ચાલુકયા અને યાદવોનું સ્થાપત્ય અને શિલ્પકલાને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. કલ્યાણીના (ઉત્તરકાલીન) ચાલુકયોનાં સ્મારકોનાં અંગભૂત શિલ્પોમાં વિશિષ્ટ શિલ્પશૈલી પાંગરેલી જણાય છે. પૂર્વવર્તી પશ્ચિમી ચાલુકય કલાને મુકાબલે આકૃતિ· એની આસપાસ સુશોભન-સજાવટ વધી ગયેલી દષ્ટિગેાચર થાય છે. વસ્ત્રાભૂષણની સજાવટ, કેશરચના,પુષ્પછત્ર, વાદળાં, પશુ-પક્ષીઓની પુષ્પાંકિત પૂંછડીઓ, લાંબા મુખવાળું મકરને મળતું ભૂંડાકૃતિ વિલક્ષણ પ્રાણી વગેરે ઉત્તરકાલીન ચાલુકય શૈલીનાં લક્ષણો છે. છતામાં કંડારેલા દિપાલે, પીઠ પરના થરમાં કંડારેલાં વામણા કદનાં પ્રાણીઓ, પક્ષીએ, મનુષ્યા અને વાદ્યકારો, સ્તંભના બ્રકેટ પરની મદનિકા વગેરે મનેાહર શિલ્પા કુરુવટ્ટિ, નૂર, હવેરી, ગડગ, બેલગામ, ઈાગી આદિ સ્થાનાનાં મંદિરોમાં જોવા મળે છે. આમાં પણ ઇાગીના મહાદેવ મદિરની છત અને દ્વારશાખાઓનાં રૂપાંકનને લઈને સ્થાપત્ય સાથે શિલ્પના અપૂર્વ સમન્વય રચાયા છે. તેથી એ મદિરના અભિલેખમાં એને માટે પ્રયોજેલ સમાસ લેવાલયન વતી ’(દેવાલયેામાં સમ્રાટ) દખ્ખણમાં તત્કાલીન મંદિરોના સંદર્ભમાં સાક થતા જણાય છે. દેવગિરિમાંથી શાસન કરતા યાદવે। વિદ્યા અને કલાના પ્રોત્સાહક હતા. રાજા મહાદેવ અને રામચંદ્ર(૧૩ મી સદી)ના મ`ત્રી હેમાદ્રિએ કરાવેલાં સંખ્યાબંધ મંદિરો પર શિલ્પા ખીચાખીચ કાંડારેલાં છે. આ શિલ્પા સમકાલીન ઉત્તરકાલીન ચાલુકય શિલ્પાને અનુસરતાં જણાય છે. ૭) દક્ષિણ ભારત પ્રસ્તુત કાલમાં તેલંગણના કાકર્તીયા, માયસારના હાયસાળા અને તાંજોરના ચાળાના પ્રોત્સાહનથી પાંગરેલી શિલ્પકલા નોંધપાત્ર છે. તેલંગણ પ્રદેશમાં કાકતીય સ્થાપત્યોમાં જોવા મળતાં શિલ્પાની શૈલી બાદામીના પશ્ચિમી ચાલુકયાની કલાપરંપરાને અનુસરતી જણાય છે. સમકાલીન સમીપ વતી હાયસાળ કલાને મુકાબલે આ શિલ્પકલા સાદી છતાં ઠીકઠીક અલંકારપૂર્ણ છે. કાકતીય રાજધાની વર`ગલમાંથી મળેલુ' અને હાલ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત એક વિશાળ લિ ́ટલ નોંધપાત્ર છે. અહીં મકરતારણ ઘણી બારિકાઈથી ક ડારાયુ' • છે. એમાં શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેયની નૃત્ય કરતી આકૃતિએ મનમેાહક છે. પાલમપેટ, હનમકોંડ, પિલ્લલમળી, નાગુલપાડ, માછર્લા, ગુર્ઝાલા, વગેરે સ્થાનાએ - આવેલાં કાકતીય મંદિરોનાં રામાયણ અને મહાભારત તથા પુરાણેાના કથા પ્રસંગેને
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy