SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા છે, જેમાં બંને પગની પાની એકબીજાને અડોઅડ લાવીને એનાં ચાપાં નીચાં રાખ્યાં છે. બંને હાથ ત્રાંસા લંબાવીને ઢીંચણ પર ટેકવેલા છે. બેઉ હાથ પર છેક ખભાથી કાંડા સુધી નાનાં મોટાં કડાં ને કલ્વીઓ પહેરેલાં છે. એક રેખાંકનમાં દેવના કંઠમાં હારાવલી પહેરાવેલી છે, કટિમેખલા પણ છે અને એની નીચેના ભાગમાં ઊર્ધ્વશિશ્ન આલેખેલું છે. માથા પરના વેષ્ટનમાં વચ્ચે મંજરીનું છોગું બેસેલું છે. એની બંને બાજુએ બે શિંગડાં છે. એક મુખવાળા આકારમાં પાછળ લટોને લાંબો જૂટ લટકે છે. બે રેખાંકનોમાં દેવને એકલા આલેખ્યા છે, પરંતુ ત્રીજા રેખાંકનમાં એમની આસપાસ પશુઓનો પરિવાર છે. એમાં એમની જમણી બાજુએ હાથી અને વાઘ, ડાબી બાજુએ ગેંડો અને પાડો ને આસનની નીચે બે હરણ છે. (જુઓ આકૃતિ ૧) ઉપરનાં ત્રણે રેખાંકનનાં લક્ષણો પાછલા સમયના શિવ-સ્વરૂપ જેવાં જણાય છે. એક પૂર્ણ મૂર્ત સન્મુખ અને બે અર્ધમૂર્ત પાર્શ્વગત એમ ત્રણ મુખનાં શિલ્પ શિવના મહેશ્વર સ્વરૂપની મૂર્તિ એમાં પ્રચલિત છે, વેપ્ટન પરનાં મંજરી અને શિંગડાં મળીને બનતાં ત્રણ પાંખાં અનુકાલીન શિવના ત્રિશૂળના આકારનો સંકેત કરે છે. યોગાસન અને ઊર્ધ્વશિશ્ન પણ શિવના યોગીશ્વર સ્વરૂપનાં દ્યોતક છે. પશુનો પરિવાર તેમના પશુપતિ સ્વરૂપને સંકેત કરે છે. ગજ, વાઘ અને મૃગ શિવ સાથે (ગજચર્મ, વ્યાઘચર્મ, મૃગચર્મ દ્વારા પણ) સંકળાયેલાં છે. સિંહાસનની જગ્યાએ વૃષભાસન શિવના વાહન નંદીનું સ્મરણ કરાવે છે. સ્ત્રીદેહના આકારની માટીમાંથી બનાવેલી ભારે શિરોષ્ટનવાળી પૂતળીઓ માતૃદેવીની હોય એમ મનાય છે, જેનું વિગતવાર નિરૂપણ આગળ ઉપર કરવામાં આવશે. મોહેં જો–દડોની એક મુદ્રા પરના રેખાંકનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે એમાં એના માથા પર બે શિંગડાં છે. આ યુગની ઘણી સંસ્કૃતિઓમાં શિંગડાં એ દેવદેવીઓનું વિશિષ્ટ અભિજ્ઞાન ગણાતું. એ પરથી તેમજ એની ઉપાસ્ય તરીકેની અવસ્થા પરથી આ આકૃતિ કોઈ મુખ્ય દેવીની હોવાનું સ્પષ્ટ થાય છે. એની આગળ શિંગડાંવાળી બીજી વ્યકિત નીચે નમીને એની ઉપાસના કરી રહી છે ને એ વ્યકિતની પાછળ મનુષ્યની કળાવાળો રાની બકો ઊભો છે. આડી પંકિતની નીચેના ભાગમાં સાત સ્ત્રીઓ હારબંધ ઊભી છે. દરેક સ્ત્રીના માથાની પાછળ લાંબુ છોડ્યું અને લાંબો ચોટલો લટકે છે. આમ આમાં મુખ્ય દેવી વનસ્પતિ સાથે નિકટ સંબંધ ધરાવતી જણાય છે. હડપ્પાની એક મુદ્રા પરના રેખાંકનમાં એની યોનિમાંથી વૃક્ષને અંકુર ફૂટતો બતાવ્યો છે. એ પરથી પણ આ દેવીના વનસ્પતિ સાથેના સંબંધની પ્રતીતિ થાય છે. મધ્ય-પૂર્વ અને પશ્ચિમ (સમીપ) પૂર્વમાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy