SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ગુપ્ત–વાકાટક કાલનાં પ્રશિષ્ટ શિલ્પો* (ઈ. સ. ૩૫૦ થી ઈ. સ. ૫૫૦) ગુપ્ત-વાકાટકકાલ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનો જાહોજલાલીને કાળ ગણાય છે. આ કાલના શાંત અને સહિષ્ણુ વાતાવરણમાં અન્ય લલિતકલાઓની સાથે શિલ્પકલાનો પણ સર્વાગી વિકાસ થયો. આ વિકાસ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના કાલમાં આરંભાયો હોવાનું મનાય છે. ઉપલબ્ધ અવશેષો, વિશેષત: કુમારગુપ્ત ૧લાના અને સ્કંદગુપ્તના સમયના મળે છે. એમનો સમય એકંદરે શાંત હોવાથી એ કાલમાં કલાને પાંગરવાનો સુ–અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાય છે. કાલિદાસ, વિશાખદત્ત જેવા તત્કાલીન મહાકવિઓએ પોતાની ઉન્નત ભાવનાઓને કાવ્યો અને નાટકોનું રૂપ આપ્યું તો શિલ્પકલાના પુજારીઓએ પોતાના ઉદાર ભાવોને પથ્થર, માટી અને ધાતુનાં માધ્યમમાં શાશ્વતરૂપ આપ્યું. તત્કાલીન સાહિત્ય કલાના દિવ્ય આદર્શો સ્થાપ્યા તો કલાસિદ્ધોએ એ આદર્શોને અનોખી રીતે મૂર્તિમંત કરી બતાવ્યા. રૂપ કે સૌંદર્ય એ પાપવૃત્તિઓને ઉોજવાનું સાધન નહિ, એને ઉદ્દેશ તો ઘણો ઊંચો છે– यदुच्यते पार्वति, पापवृत्तये न रूपमित्यव्यभिचारि तद्वचः । (મારાંમવમ્, –૩૬) મહાકવિ કાલિદાસની આ ઉદાત્ત ભાવના ગુપ્તકાલીન મૂર્તિશિલ્પોમાં સફળતાપૂર્વક ચરિતાર્થ થતી જોવા મળે છે. કલાના દિવ્ય આદર્શોમાંથી પ્રેરણા મેળવીને કલાસિદ્ધોએ સૌંદર્યની મહત્તાને કલુષિત થતી બચાવી. આથી ગુપ્તકાલીન શિલ્પમાં જોવા મળતું સૌંદર્ય માનવહૃદયમાં ઉલ્લાસ, પ્રેમ અને આનંદનો સંચાર કરવાની સાથે સાથે ચિત્તવૃત્તિઓને ઊર્ધ્વગામી બનાવવા માટે સહાયક બને છે. સૌકુમાર્યને ગાંભીર્ય * ગુપ્ત-વાકાટક કાલની શિલ્પશૈલીને ગુપ્તકલા કે ગુપ્તશૈલીને નામે ઓળખવાને રિવાજ છે. એનાથી લગભગ બે સૈકાઓ દરમ્યાન દેશવ્યાપી લગભગ સમાન સ્વરૂપની સાર્વભૌમ કલાનું સૂચન થાય છે. ગુપ્તકલા એટલે ગુપ્ત નરેશેએ સજેલી કલા નહિ, પણ ગુપ્તશાસન દરમ્યાન ઉદ્દભવેલી કલા. અહી આ વ્યાપક અર્થમાં એ શબ્દો પ્રયોજયા છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy