SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા વિદ્રાના ગુપ્ત શૈલીને મથુરાની કુષાણ કલાનું ફળ ગણાવતા આવ્યા છે. * આ અનુમાન પર આવવા માટેના મુખ્ય આધાર બોધગયામાંથી મળેલી બોદ્ધિસત્ત્વની મૂર્તિ છે. ૪ થી સદીના ઉત્તરાર્ધની આ પ્રતિમા ગુપ્તકલાના પ્રાચીનતમ નમૂના ગણાય છે. રાતા રવાદાર પથ્થરની બનેલી આ પ્રતિમાનું સ્થૂળ સ્વરૂપ અને કદાવર કાયા તથા વલ્લીયુકત સંઘાટી મથુરાની કુષાણ કલાની પરંપરાનું અનુસરણ સૂચવે છે. ઢળેલી આંખા, નાસિકાગ્ર દૃષ્ટિ ને સુડોળ અંગ-ઉપાંગો મૂર્તિની સ્થૂળતામાં ઘટાડો કરવા ઉપરાંત એને ભાવવાહી બનાવે છે. આ મૂર્તિ મથુરામાં બનીને બોધગયા પહોંચેલી જણાય છે. તે પરથી મથુરામાં કુષાણકલાએ ૪ થી સદી દરમ્યાન ધીમે ધીમે રૂપાંતર પામીને ગુપ્તકલાનું સ્વરૂપ પ્રાપ્ત કરેલું. આ મૂર્તિ સારનાથના કલાકારોને આદ નમૂના તરીકે કામ લાગી જણાય છે. બાધગયાની મૂર્તિ ના દેહસૌષ્ઠવમાં વરતાતાં સ્થૂળતા અને ભારેપણું ૫ મી સદીનાં શિલ્પામાં ઓસરી જઈ તેનું સ્થાન નાજુકાઈ અને સૂક્ષ્મ ભાવાભિવ્યકિત લે છે. ૧૨૨ હમણાં ડૉ. પરમેશ્વરીલાલ ગુપ્તે આ મુદ્દા પર તેમના “ગુપ્ત સામ્રાજ્ય” નામના પ્રસિદ્ધ ગ્રંથમાં ગુપ્તશૈલીના ઉદ્ભવ માટેનુ કોય મથુરાને નહિ આપતાં સારનાથને આપ્યું છે. તેમણે આ મુદ્દામાં ઉપરોકત બોધગયાની સમયનિર્દેશ વગરની મૂર્તિને લેખામાં ન લેતાં સમયનિદે શવાળી મૂર્તિઓની પરસ્પર તુલના કરીને એમ પુરવાર કરવા પ્રયાસ કર્યો છે કે, “ગુપ્તકાલીન કલા મથુરાની કુષાણકાલીન કલાથી સર્વથા સ્વતંત્રપણે વિકસી હતી. તેના વિકાસનું પ્રથમ કેન્દ્ર કાશી(સારનાથ) હતું” (પૃ. ૫૬૧). તેમના વિશ્લેષણ મુજબ મથુરામાંથી ગુપ્તકાલના પૂર્વાર્ધની(કુમારગુપ્તના સમય સુધીની) જે મૂર્તિઓ મળી છે, તે ત્યાંની કુષાણકાલીન કલાશૈલીએ બનેલી જોવા મળે છે. ત્યાંથી મળેલી જિનમૂર્તિ અને લકુલીશની બે મૂર્તિએ એના સ્પષ્ટ પુરાવારૂપ છે. વળી કુમારગુપ્તના સમયની એક બુદ્ધમૂર્તિ માનકુવર(જ. અલાહાબાદ)માંથી મળી છે તે અને વિદિશામાંથી મળેલી જિનપ્રતિમાઓ પણ મથુરાની કલાપરંપરા ધરાવે છે. બીજી બાજુ કુમારગુપ્તના સમય પછી મથુરામાં પણ બૌદ્ધાદિ મૂર્તિ એ પ્રશિષ્ટ કલાશૈલીએ ઘડાતી જોવા મળે છે. મથુરામાં આવેલા આ એકાએક ફેરફાર કાશિકા(સારનાથ)-કલાશૈલીના પ્રભાવનું પરિણામ છે. જો કે મથુરાનાં પ્રશિષ્ટ શિલ્પામાં પણ કુષાણકાલીન મથુરાકલાના કેટલાક વારસા જળવાઈ રહેલા જોવા મળે છે; જેમકે, ત્યાંના બુદ્ધના પરિવેશમાં ચચલીયુકત સંધાર્ટીનું ચાલુ * જુઓ Coomarswami, A History of Indian and Indonesian Art, p. 72.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy