SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ય ૧ઃ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિપ રહેલું વલણ, વગેરે. “આમ મથુરાની ગુપ્તકાલીન મૂર્તિઓની સ્પષ્ટત: બે ધારાએ છે. પૂર્વાવતી ગુપ્તકાલીન(કુમારગુપ્ત ૧ લાના સમયની તથા તે પહેલાંની) મૂર્તિઓ કુષાણ શૈલીની અનુગામી છે. જયારે ઉત્તરવતી ગુપ્તકાલીન(કુમારગુપ્ત ૧ લો અને તે પછીની) મૂર્તિઓ કાશિકા(સારનાથ) શૈલીની અનુગામી છે” (પૃ. ૫૫૧-૧૨). ડે. ગુપ્તને મતે મથુરા કલાશૈલીના વિકાસથી ઘણા સમય પહેલેથી કાશિકા પ્રદેશ કલા-કેન્દ્ર રહ્યો છે. અશોકના સ્તંભ અને મૌર્યકાલીન અન્ય કલાકૃતિઓ ચુનારના પથ્થરની બની છે એ તેના સ્પષ્ટ પુરાવારૂપ છે. શકકુષાણકાળ દરમ્યાન આ કેન્દ્રમાંથી ચુનારના પથ્થરમાં મથુરાશૈલીએ બનેલી મૂર્તિના કેટલાક નમૂના મળ્યા છે. તે બાબત ત્યાં કલા-પ્રવૃત્તિ ચાલુ રહી હોવાની સૂચક છે. ગુપ્તકાલમાં ચંદ્રગુપ્ત ૨ જાના શાસનકાલના ઉત્તરાર્ધમાં કે કુમારગુપ્ત ૨ જાના અમલના આરંભકાલમાં સારનાથમાં ઉપરોકત મથુરાકલાથી બિલકુલ ભિન્ન કલાશૈલી પાંગરી ને થોડા જ સમયમાં તો એ પોતાના તમામ શણગાર સાથે પ્રસ્તુત થઈ. ઉપરોકત ગુપ્તશૈલીનાં તમામ લક્ષણો સારનાથની શિલ્પશૈલી ધરાવે છે. આ મરમ શૈલીનો પ્રભાવ કુમારગુપ્તના શાસનકાલના આરંભમાં મથુરા, પાટલિપુત્ર, વિદિશા વગેરે સ્થાનેએ પ્રસર્યો. સારનાથમાં આ શૈલી ૫ મી સદી દરમ્યાન એની ઉન્નતિની ચરમ સીમાએ રહી ને એ સદીના અંત સમયે એની પડતી થવા લાગી. આ બાબત રાજઘાટ(કાશી)માંથી મળેલ બુધગુપ્તના સમયના એક સ્તંભ પર ચારે તરફ કોતરેલાં વિષણુનાં અંશમૂર્તશિલ્પો પરથી સ્પષ્ટ થાય છે. એમાં ગુપ્તકલાને એજ જણાતું નથી. સારનાથ અને મથુરાનાં ઉપલબ્ધ શિલ્પો તપાસવાથી આ બાબત સ્પષ્ટ થશે. અ) સારનાથ સારનાથને કલાવારસો વિશેષત: બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્ત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ પ્રસ્તુતકાલ. દરમ્યાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં રક્ષિત રખાયા છે. સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્ત્વની ઘટનાઓનું સૂચન મળે છે. આમાં ભૂમિ-સ્પર્શ-મુદ્રા અને ધર્મ-ચક્ર-પ્રવર્તનવાળી મૂર્તિઓ વિશે નોંધપાત્ર છે. ભૂમિ સ્પર્શ મુદ્રામાં બુદ્ધનો ડાબો હાથ ખોળામાં અને જમણો હાથ આસન નીચે ભૂમિને સ્પર્શ કરવા તરફ સંકેત કરતો બતાવવામાં આવ્યો છે. આ મુદ્રા સમ્બોધિ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે મારે એમના તપભંગ માટે આક્રમણ કર્યું ત્યારે બુદ્ધ તપમાં.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy