SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અનુસૌય કાલીન શિલ્પકલા એક સ્તૂપ મળ્યા છે. તેના પર બુદ્ધ તથા બોધિસત્ત્વોની અનેક મૂર્તિ એ કારિન્થિયન શૈલીના સ્ત ંભાથી વિભૂષિત ગવાક્ષોમાં આપેલી છે. આ જ સ્થળેથી બુદ્ધમૂર્તિ એના એક મોટો સંગ્રહ પણ પ્રાપ્ત થયા છે જેમાં બુદ્ધ અને બોધિસત્ત્વાના અનેક જીવનપ્રસંગા જન્મ, સમ્બાધિ, ધ ચક્રપ્રવતન, પરિનિર્વાણ, અસિત દ્વારા ભવિષ્યકથન, દીપકર જાતક, કશ્યપ-ધર્મ પરિવર્તન, ન લગિરિ હસ્તિ પર વિજય વગે૨ે દૃશ્યો તથા કુબેર, હારિતી વગેરે મૂર્તિ એના મેાટો સંગ્રહ છે. હા તખ્તેબહાઈના સ્તૂપને સંલગ્ન વિહાર છે. આ વિહારની દીવાલા પર બુદ્ધ અને બાધિસત્ત્તાની મહાકાય મૂર્તિઓ તથા તેમનાં જીવનદશ્યો અને કુબેર-હારિતીના શિલાપટ્ટ કોતરેલા છે. શાહ-જી-કી-ઢેરી નામના સ્થળ પરના સ્તૂપના ગર્ભમાંથી મળેલી ધાતુમ જૂષાના ઢાંકણ પર મધ્યમાં પદ્માસનસ્થ આભામંડળમંડિત બુદ્ધની જમણી બાજુએ ઇન્દ્ર અને ડાબી બાજુએ બ્રહ્માનાં અંજિલ મુદ્રામાં ઊભેલા શિલ્પા છે. સ્વયં ઢાંકણા પર ખીલેલા કમલની આકૃતિ કોતરેલી છે. ઢાંકણાની ઊભી કિનાર પર ઊડતા હંસાની પંકિત છે. મંજૂષાની ચાતરફ સ્કંધા પર પુષ્પમાલાનું વહન કરતા યક્ષોનાં શિલ્પા છે. અને પુષ્પમાલા લચક લઈ જયાં વળાંક સાધે છે ત્યાં અભયમુદ્રામાઁ બેઠેલ બુદ્ધનાં તથા તેમની જમણી તથા ડાબી બાજુએ અનુક્રમે સૂર્ય અને ચંદ્રના શિલ્પા છે. સૂર્યની પાસે જ કનિષ્કની મૂર્તિ છે. મંજૂષા પરના લેખમાં કનિષ્ક અને અગિશલ નામના કોઈક ગ્રીક નવકાર્મિકના ઉલ્લેખ છે. પ્રતિમાશાસ્ત્રની દૃષ્ટિએ ગધારકલાની વિશેષતા બુદ્ધના જીવનની ઘટનાઓ, બુદ્ધ અને બોધિસત્ત્વાની મૂર્તિઓ, જાતકકથા ગ્રીક દેવ-દેવીઓનાં આલેખના, વસ્તુસંબંધી વિદેશી વિન્યાસ, ભારતીય અલંકરણેામાં ગ્રીક અને ઈરાની છાપ વગેરેમાં રહેલી છે. ગંધારકલામાં બુદ્ધની જીવન ઘટનાઓ અંકિત કરતા શિલાપટ્ટોનું પ્રમાણ વિશેષ છે, જેમાં ૭૦ જેટલાં દૃશ્યામાં બુદ્ધના સમગ્ર જીવન–પ્રસંગેા તથા જાતકકથાએ અંકિત કરેલાં છે. આ શિલ્પામાં સ્વાભાવિક માનવીય ભાવાનું પ્રકટીકરણ છે. સ્ત્રી પુરુષની પ્રકટતી ભાવાત્રેકતાના કારણે માનવીય વ્યવહારની તે સજીવ પ્રતિમૂર્તિ એ બની જાય છે. બોધિસત્ત્વામાં મૈત્રેય અને અવલેાકિતેશ્વરની મૂર્તિ આ વિશેષ છે. બુદ્ધની ઊભી મૂર્તિ એનું સામાન્ય કદ ૮'−૮'' સુધીનું છે. આવી ઘણી મૂર્તિએ પેશાવર અને લાહોરનાં મ્યુઝિયમામાં સુરક્ષિત છે. તેમનું સૌષ્ઠવયુકત માંસલ શરીર પ્રભાવશાળી છે. આ બધી મૂર્તિએ સહી બહલાલ અને તખ્તેબહાઈથી મળી ભા. પ્રા. શિ. ૬
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy