SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિ૯૫હલા છે. એમાં સહરી બહલોલની મૂર્તિ ગધારકલાને ઉત્તમ નમૂનો છે. આ મૂર્તિ પર (આકૃતિ ૨૧) સેનાનું પાણી ચઢાવવામાં આવ્યું હતું. મૂર્તિનાં મહાપ્રમાણ, સૌમ્યદર્શન અને કરૂણામયી દૃષ્ટિ ખાસ આકર્ષક છે. એ તે જોનાર દર્શકો અને ઉપાસકે પર ઘેરો પ્રભાવ પાડે છે. ગંધાર શૈલીની શિલ્પ કલાને વિન્સેન્ટ સ્મિથ, સર જહોન માર્શલ વગેરે કલામર્મજ્ઞો ભારતીય પ્રભાવરહીતની સ્વતંત્ર કલા તરીકે સ્વીકારે છે, એથી વિપરીત હાવેલ, કુમારસ્વામી વગેરે વિદ્વાનો અને ભારતીય શિલ્પકલાની વિદેશી પ્રભાવયુકત એક શાખા તરીકે સ્વીકારે છે. સાધારણ રીતે કોઈ પણ કલાશૈલીના વિકાસમાં ક્રમિક ઘટકો જોવા મળે છે, પણ ગંધાર કલાની બાબતમાં આમ જોવા મળતું નથી. કારણ, આ પ્રદેશમાં એલેકઝાન્ડરના સમયથી ગ્રીક પ્રભાવવાળી હેલનિસ્ટિક કલાનો પ્રચાર થયો હતો. એનાં તો સાથે ભારતીય તત્ત્વોનો સમન્વય સાધીને ગંધારાના શિલ્પીઓએ અભિનવ શિલ્પોનું નિર્માણ કર્યું. અલબત્ત, ભારતીય કલાની ભાવમયતા કે આધ્યાત્મિક વ્યંજના અને ગ્રીક મૂર્તિકલાની વાસ્તવિકતાનું સંયોજન કરવામાં કલાકારને પ્રયત્ન સતુત્ય હોવા છતાં તેમાં એને પૂરેપૂરી સફળતા મળી જણાતી નથી. આ મૂટિના કારણે આ શિલ્પ સૂક્ષ્મ આધ્યાત્મિક વ્યંજનાઓ અને ભાવ પ્રગટ કરી શકયાં નથી. ગંધાર શૈલીની સિદ્ધિ નવા વિચારો અને પદ્ધતિ તેમ જ નવા બદ્ધદેવતાઓ દાખલ કરવામાં હતી. અત્યાર સુધી બૌદ્ધ દેવતાઓ સંકેતરૂપે આલેખાતા હતા. બુદ્ધની નવી મૂર્તિઓ સાધુના પિષક અને યોગાસનમાં તૈયાર કરવામાં આવી અને બોધિસત્વે રાજકુમારના લેબાસમાં શાકયુમુનિને બાળક, રાજકુમાર,સાધુ અને ઉપદેશક તરીકે બતાવવામાં આવ્યા. અહીંનાં બધાં શિલ્પમાં ભગવાન બુદ્ધને મુખ્ય પાત્ર બનાવેલું જણાય છે. ગ્રીક અસર પ્રધાન હોવા છતાં પણ ગંધારશૈલીએ ભારતીય પ્રણાલી, તેની વેશભૂષા, હાવભાવ, અને દેવદેવતાઓનાં સાંકેતિક ચિહનામાં સાચવી રાખી છે. ગંધારના બુદ્ધની મૂર્તિ એપલે જેવી અર્થાત્ મૃદુ, માંસલ અને યુવાન ચહેરાવાળી છે. ભારતીય સંકેત જેવા કે ઉષ્ણીષને કુશળતાથી વાંકડિયા વાળના ગુચ્છાથી બતાવ્યા છે. વ્યવસ્થિત કરચલીવાળાં કપડાંની નીચેથી સ્પષ્ટપણે દેખાતો બુદ્ધ ભગવાનને દેહ અલમસ્ત શરીરવાળો બનાવેલો જણાય છે. બુદ્ધ અને બોધિસની આકૃતિઓને ક્યારેક મોટી મૂછો બનાવેલી છે. આવી મૂછો ભારતીય મૂર્તિમાં જણાતી નથી. ભારતીય મૂર્તિ શાસ્ત્રમાં દેવને મા વગરના અને યુવાન બનાવવાનો આદેશ છે ને તે અન્ય ભારતીય શિલ્પમાં યથાર્થ રીતે પળાયેલો જણાય છે. અહીં બુદ્ધ જન્મ અને
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy