SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા પૂતળીઓને ઘસીને સારી રીતે લીસી અને ચકચકિત કરેલી છે. આ પૂતળીઓમાંની કેટલીક દેવીઓના સ્વરૂપની, કેટલીક માનતા માટેની તા કેટલીક છેાકરને રમવા માટેનાં રમકડાં સ્વરૂપની છે. દેવી-સ્વરૂપની સ્રી-પૂતળીઓમાં એના ભારે વેષ્ટનની બંને બાજુએ લટકતા વીંટાઓમાં ધૂપદીપની નિશાનીઓ મળતી હોવાથી તેમની પૂજા થતી હોવાનું સ્પષ્ટ થાય છે (આકૃતિ ૪). પૂતળીએ મેટે ભાગે ઊભી અવસ્થામાં, કવિચત્ બેઠેલી અને કયારેક ગતિમાન અવસ્થામાં તે જૂજપણે સૂતેલી અવસ્થામાં પણ દર્શાવી છે. સામાન્ય રીતે પૂતળીઓના હાથપગ સીધા ઊભા જોવામાં આવે છે. આંખનેા આકાર બતાવવા માટે માટીની નાની લંબગાળ ટીકડીઓના ઉપયાગ કરવામાં આવતા. એની અંદરની કીકી કવિચત્ કોતરીને બતાવાતી પણ બહુધા એ ૨ંગથી સૂચવાતી. નાકના ભાગ મુખના ભાગમાંથી ઉપસાવી લેવામાં આવતા અને હોઠને આકાર લાવવા માટે એક સાદા કાપા પાડવામાં આવતા. અલબત્ત, કેટલીક સરસ પૂતળીઓમાં બંને હોઠ ઉપસાવીને બનાવેલા પણ જોવા મળે છે. પૂતળીઓનાં વસ્ત્રાભૂષણ અને કેશવિન્યાસ વિશિષ્ટ પ્રકારે બનતાં. દરેકને અલગ અલગ બનાવી, પૂતળીઓનાં દેહ પર ચોંટાડી પૂતળીઓને પકવવામાં આવતી. આ પ્રકારની પ્રક્રિયાને મૂર્તન પતિ (હથેળી અને આંગળીઓ વડે દબાવી ઘાટ આપતી પદ્ધતિ) કહે છે. વેશભૂષામાં એરિંગ, કંઠહાર, હારમાળા, બાજુબંધ, વલય કે બંગડીઓ, કલ્લાં, કટિમેખલા, નૂપુર વગેરે મુખ્ય છે. શ્રી પૂતળીઓમાં નીચે ટૂંકી ચડ્ડી જેવું વસ્ત્ર પહેરેલુ જોવા મળે છે. २० સ્ત્રી–પૂતળીઓ માટે ભાગે ઊભી અવસ્થાની હોય છે. કવિચત્ કોઈ સ્ત્રી-આકૃતિ કથરોટમાં કણક બાંધતી, ખેાળામાં બાળકને લઈ ધવરાવતી કે નિરાંતે બાજઠ પર બેઠેલી પણ દર્શાવી છે. સ્ત્રી–પૂતળીઓના મસ્તક પર ઊભા પ ́ખા ઘાટનું વેષ્ટન જોવા મળે છે (આકૃતિ ૩). આ વેષ્ટન ૠગ્વેદ—વર્ણિત “ઓપસ” પ્રકારનું હોવાનું મનાય છે. આ વેષ્ટન બહુધા માથાની પછવાડેથી અને કવિચત્ વચલા ભાગમાંથી પહેરાવેલું જણાય છે. વેષ્ટન સાથે ખાસ કરીને દૈવી સ્વરૂપની પૂતળીઓમાં ઉપર જણાવ્યું છે તેમ, બંને બાજુના કાન પરના ભાગમાં છાલા (ટોપલી) ઘાટના બે અર્ધ ગાળ વીંટા ઉમેરવામાં આવતા. કેટલીકવાર આ વીંટાઓની નીચે શંકું ઘાટનાં ચાક જેવાં ઘરેણાં પણ જોવા મળે છે. કેટલીક પૂતળીઓમાં વેષ્ટનની આગળના ભાગમાં સુશોભિત પટ્ટાયુકત મુકુટ પહેરાવ્યા હોય છે. એમાંથી થઈને નીકળતી કેશની એક એક સેર બને ખભા પર થઈ પાછળ લટકતી દર્શાવી છે. વેનમાં એક કઠી કે કંઠહાર જેવી સેરો લટકતી જોવા મળે છે. એક બીજી મૂર્તિ, જે ઘણું કરીને ‘“માતૃદેવી” તરીકે ઓળખાયેલ છે, તેના મસ્તક પરનું વેષ્ટત ઉષ્ણીષ (પાઘડી કે ફેટા) જેવા ઘાટનું છે. (મથુરા અને તક્ષશિલામાંથી મળી આવેલી માટીની પ્રાચીન
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy